SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૨૫ એવા હર્ષનાદો કર્યા. નજીકમાં રહેલાએ ત્યાં આભરણ–વસ્ત્ર અને પુષ્પની વર્ષા કરી. તે સિંહ ક્રોધથી તરફડતો હતો. અરે ! હું આ કુમાર વડે યુદ્ધમાં હણાયો. તે વખતે ગૌતમ સ્વામીનો જીવ (જે પૂર્વે કપિલ હતો અને મરીચિનો શિષ્ય થયેલો તે) ભગવંતના (ત્રિપૃષ્ઠ વાસુદેવના) રથનો સારથી હતો. તેણે પૂર્વના ભવનો વિશાખનંદી કે જે સિંહ થયેલો તે સિંહને સાંત્વના આપતા કહ્યું કે, તું વિષાદ નહીં કર. જેમ તું મૃગોનો અધિપતિ છે તેમ આ પણ નર-સિંહ છે. તેથી જો એક સિંહે બીજા સિંહને મારી નાંખ્યો તો તેમાં વિષાદ કરવા જેવું શું છે ? તે સારથીના વચનોને મધની માફક પાન કરતો એવો તે સિંહ મૃત્યુ પામીને નરકમાં ગયો. તે કુમાર પણ સિંહચર્મ લઈને પોતાના નગરમાં પાછો ફર્યો. ત્યાં આવીને ગામવાસીને કહ્યું કે, જાઓ તમારા ઘોડાગ્રીવને – અશ્વગ્રીવને જઈને કહી દો કે, હવે સુખેથી જીવે, મેં સિંહને મારી નાંખ્યો છે. તેણે જઈને અશ્વગ્રીવરાજાને સંદેશો આપ્યો ત્યારે અશ્વગ્રીવે રોષાયમાન થઈને દૂતને કાઢી મૂક્યો. તું વૃદ્ધ છો. જા જઈને તે બંને કુમારોને મારી પાસે મોકલ. તેથી તેને હું જોઉ–સત્કાર કરું અને રાજ્ય પણ દાન કરું. પણ તે બંને કુમારો ન આવ્યા ત્યારે અશ્વગ્રીવે કહેવડાવ્યું કે, જો કુમારો ન આવે તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. ત્યારે તે અગ્રીવ પોતાની સર્વ સેના અને બળ સહિત ઉપસ્થિત થયો. પોતનપુર પર ચઢાઈ કરી, ત્યારે ત્રિપૃષ્ઠ પણ પોતાની સેના સાથે દેશની સીમા પર આવી ગયા. ઘણાં કાળ સુધી યુદ્ધ ચાલ્યું. ઘોડા, હાથી, રથ, મનુષ્યોના ભયંકર રક્તપાન જોઈને ત્રિપૃષ્ઠકુમારે દૂતને મોકલ્યો અને કહેવડાવ્યું કે, હું અને તમે – આપણે બે જ યુદ્ધ કરીએ. આટલા બધાં લોકોનો સંહાર કરવાથી શો ફાયદો? અશ્વગ્રીવે તે પ્રસ્તાવ સ્વીકાર્યો. બીજા દિવસે રથઆરૂઢ થઈ બંને એ યુદ્ધ આરંભ્ય. જ્યારે અશ્વગ્રીવના બધાં શસ્ત્રો નષ્ટ થઈ ગયા. ત્યારે તેણે ચક્ર ફેંક્યુ. ત્રિપૃષ્ઠ તેને પકડી લીધું. તેના વડે જ શત્રુના મસ્તકને છેદી નાંખ્યું. (સમવાયાંગ–૩૪રમાં પણ કહ્યું છે કે, કીર્તિમાન પુરુષ એવા વાસુદેવના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) – બધાં જ ચક્ર વડે યુદ્ધ કરે છે અને પોતાના ચક્રથી જ તેઓ વાસુદેવ વડે હણાય છે.) એ રીતે અહીં પણ ત્રિપૃષ્ઠના હાથે પ્રતિવાસુદેવ એવા અશ્વગ્રીવનું પોતાનું જ ચક્ર અશ્વગ્રીવના મોતનું કારણ બન્યું. ત્યારે દેવોએ ઉદ્ઘોષણા કરી કે, આ ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયા છે. અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ મરીને સાતમી નરકે ગયા. ત્યારે બધાં જ રાજાઓએ આવીને ત્રિપૃષ્ઠ વાસુદેવને નમસ્કાર કર્યા. પછી અર્ધભરત–ભરતક્ષેત્રના ત્રણ ખંડને તેણે જીતી લીધા. રથ આવર્ત પર્વત સમીપે યુદ્ધ થયું. કરોડ પુરષથી ઉપાડી શકાય તેવી શિલાને પોતાની બાહુ વડે ધારી રાખનાર એવા અતુલ બળ ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૪ લાખ વર્ષના આયુષ્યવાળા થયા. તે વખતે ભગવંત શ્રેયાંસ નાથ–અગિયારમાં તીર્થકરનું શાસન વર્તતું હતું. એક વખત વાસુદેવના શયન સમયે મધુર સ્વરવાળા કેટલાંક ગવૈયાઓ ગાન કરતા હતા. ત્યારે વાસુદેવે શય્યાપાલકને આજ્ઞા કરેલી કે, મને નિદ્રા આવી જાય પછી સંગીતગાન બંધ કરાવજો. થોડા સમયમાં વાસુદેવ નિદ્રાધીન થઈ ગયા. છતાં પણ મધુર Jain on International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy