________________
તીર્થકર ચરિત્ર–ભમધિ–કથા
૧૬૯
૦ચોકખા પરિવારિકા :
તે મિથિલા નગરીમાં વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઇતિહાસ, નિઘંટુ આદિના અંગ-ઉપાંગના રહસ્યોના જ્ઞાતા – યાવત્ – બ્રાહ્મણ શાસ્ત્રોમાં સુપરિણત (જાણકાર) ચોખા નામક પરિવારિકા રહેતી હતી. તે ચોખા પરિવાજિક મિથિલા નગરીમાં અનેક રાજેશ્વર – યાવત્ – સાર્થવાહ આદિ પાસે દાનધર્મ, શૌચધર્મ અને તિર્ધાભિષેકનું કથન કરતી, પ્રજ્ઞાપના કરતી, પ્રરૂપણા કરતી, ઉપદેશ દેતી હતી.
કોઈ એક સમયે તે ચોખા પરિવ્રાજિકા ત્રિદંડ અને કમંડલ – યાવતુ – ગેરુ વસ્ત્ર સહિત પરિવારિકાઓને લઈને નીકળી નીકળીને કેટલીક પરિવ્રાજિકાઓ સાથે મિથિલા રાજધાનીની મધ્યમાં થઈને જ્યાં કુંભરાજાનું ભવન હતું, જ્યાં કન્યાઓનું અંતઃપુર હતું,
જ્યાં વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લિ હતી, ત્યાં આવી. આવીને જળ વડે ભૂમિને સિંચી. ઘાસ બિછાવ્યું અને આસન રાખીને ત્યાં બેઠી. બેસીને વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિ સમક્ષ દાનધર્મ, શૌચધર્મ અને તિથભિષેકનું કથન કર્યું – યાવત્ – ઉપદેશ આપ્યો. ૦-ભમલ્લિ દ્વારા ચોકખા પરિવ્રાજિકાના મતનું ખંડન :
ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિને ચોક્ખા પરિવાજિકાને આ પ્રમાણે કહ્યું, હે ચોક્ખા તમારે ત્યાં ધર્મનું મૂળ શું બતાવેલ છે? ત્યારે તે ચોખા પરિવારિકાએ વિદેહરાજ વરકન્યા મલ્લિને કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! ધર્મ શૌચમૂલક કહ્યો છે. તેથી જ્યારે અમારી કોઈ વસ્તુ અશુદ્ધ થઈ જાય છે ત્યારે અમે તેને જળ કે માટી વડે શુદ્ધ કરી લઈએ છીએ. એ રીતે જલાભિષેકથી પવિત્ર થઈ અમે નિર્વિદને સ્વર્ગે જઈએ છીએ.
ત્યારે વિદેહરાજ, શ્રેષ્ઠ કન્યા મણિએ ચોક્ખા પરિવાધિકાને કહ્યું, હે ચોક્ખા ! જેમ કોઈ (અમુક) નામનો પુરુષ લોહી વડે લેપાયેલ વસ્ત્રને લોહી વડે જ ધુવે, તો હે ચોખા ! શું તે લોહી વડે લિપ્ત વસ્ત્રની લોહીના ધોવાથી કોઈ શુદ્ધિ થઈ શકે ? આ અર્થ સમર્થ (બરાબર) નથી. એ જ રીતે હે ચોખા ! જેમ લોહી વડે લિપ્ત વસ્ત્રની લોહી વડે ધોવાથી શુદ્ધિ થતી નથી, તેમ પ્રાણાતિપાત – યાવત્ – મિથ્યાદર્શનશલ્યથી તમારી શુદ્ધિ થઈ શકતી નથી.
વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિના આ કથનને સાંભળીને તે ચોક્ખા પરિવારિકા પોતાના મનમાં શંકાયુક્ત, કાંક્ષાવાળી, વિચિકિત્સાયુક્ત અને ભયથી આક્રાંત થઈ ગઈ. વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિના પ્રશ્નનો કોઈ જ ઉત્તર ન આપી શકી અને તે ચુપચાપ મૌન થઈ ગઈ. ત્યાર પછી મણિકુંવરીની અનેક દાસીઓએ ચોખાની એ હાલત જોઈ, ત્યારે તેમાંની કેટલીક દાસી તેની હીલના કરવા લાગી, નિંદવા લાગી, ખિસા કરવા લાગી, ગ કરવા લાગી, કેટલીક તેને ચિઢાવવા લાગી, કેટલીક મુહ મચકોડવા લાગી, કેટલીક ઉપહાસજનક શબ્દો ઉચ્ચારવા લાગી કેટલીક તર્જના કરવા લાગી, કેટલીકે તાળીઓ પાડીને તેને અંતઃપુરની બહાર કાઢી મૂકી. ૦ચોકૂખાનું કંપિલપુરે આગમનજિતશત્રુ રાજા સાથે સંવાદ :
ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિની દાસચેટિકા દ્વારા અપમાનિત, નિંદિત, ખ્રિસિત, ગર્પિત થયેલી ચોક્ખા ક્રોધાભિભૂત – યાવત્ - ક્રોધને લીધે દાંત કચકચાવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org