SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ આગમ કથાનુયોગ-૧ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લિ પરત્વે પરમ ઠેષ વાળી થઈ. ઊભી થઈને તેણે આસન લીધું. આસન લઈને તેણી કન્યાના અંતઃપુરથી નીકળી. નીકળીને મિથિલાથી ચાલી નીકળી. પછી પરિવ્રાજિકાની સાથે જ્યાં પંચાલ જનપદ હતું. જ્યાં કંપિલપુર હતું ત્યાં આવી. આવીને અનેક રાજેશ્વર – યાવત્ – સાર્થવાહ આદિ સમક્ષ દાનધર્મ, શૌચધર્મ અને તીથભિષેકનું આખ્યાન, પ્રજ્ઞાપના, પ્રરૂપણા, ઉપદેશ કરતી વિચરવા લાગી. ત્યાર પછી કોઈ એક વખતે જિતશત્રુ રાજા પોતાના અંતઃપુરના પરિવારની સાથે સિંહાસન પર બેઠો હતો. તે સમયે પરિવારિકા સાથે ચોખા જિતશત્રુ રાજાના ભવનમાં આવી. જિતશત્રુ રાજા પાસે આવી. આવીને રાજાને જય-વિજય શબ્દો વડે વધાવ્યા. ત્યારે જિતશત્રુએ ચોખા પરિવારિકાને આવતા જોઈ, સિંહાસન પરથી ઊભો થયો. ઊભો થઈ ચોખાનો સત્કાર અને સન્માન કર્યા પછી આસન પર બેસવા માટે નિમંત્રણ આપ્યું. ત્યારે ચોકખાએ જળ વડે ભૂમિની સિંચી, દર્ભ બિછાવી પછી ત્યાં બેઠી. પછી જિતશત્ર રાજાના રાજ્ય, રાષ્ટ્ર, કોશ, કોઠાગાર, સેના, વાહન, નગર અને અંતઃપુરના ક્ષેમકુશળ પૂછયા. પછી ચોખાએ જિતશત્રુ રાજાને દાનધર્મ, શૌચધર્મ, તીર્થાભિષેકનું કથન કર્યું. પ્રજ્ઞાપના કરી, પ્રરૂપણા કરી અને ઉપદેશ આપ્યો. ત્યારે પોતાના અંતઃપુરથી હર્ષોન્મત્ત થયેલ જિતશત્રુએ ચોખા ને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તમે ઘણાં ગામ – યાવત્ – સન્નિવેશોમાં પરિભ્રમણ કરો છો. તો કોઈ રાજા કે ઈશ્વર કે અન્ય કોઈનું એવું અંતઃપુર પૂર્વે જોયું છે કે જેવું મારું આ અંતઃપુર છે. ત્યારે તે ચોક્ખા પરિવ્રાજિકા જિતશત્રુ રાજાની આ વાત સાંભળી થોડી હસી. (મંદ હાસ્ય કર્યું) પછી આ પ્રમાણે બોલી – ' હે દેવાનુપ્રિય ! કુવાનો દેડકો કેવો હોય ? હે જિતશત્રુ ! કોઈ એક કુવાનો દેડકો હતો. જે તેમાં જ ઉત્પન્ન થયો હતો. તેમાં જ મોટો થયેલો. તેને પોતાના કુવા સિવાય બીજા કોઈ કુવા, તળાવ, સરોવર, દ્રહ કે સમુદ્ર આદિને જોયા ન હતા. તેથી તે એવું માનતો હતો કે મારો આ જ કુવો એ કુવો કે તળાવ કે દ્રહ કે સરોવર કે સમુદ્ર છે. (તેના સિવાય બીજું કશું નથી) ત્યાર પછી તે કુવામાં સમુદ્રવાસી દેડકો આવ્યો. ત્યારે તે કુવાના દેડકાએ સમુદ્રના દેડકાને પૂછયું કે તું કોણ છે ? અને ક્યાંથી આવ્યો છે ? ત્યારે તે સમુદ્રના દેડકાએ કુવાના દેડકાને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! હું સમુદ્રનો દેડકો છું. ત્યારે તે કુવાના દેડકાએ સમુદ્રના દેડકાને પૂછયું કે, તે સમુદ્ર કેટલો મોટો છે? ત્યારે તે સમુદ્રના દેડકાએ કુવાના દેડકાને કહ્યું કે, હે દેવાનુપ્રિય! તે સમુદ્ર તો ઘણો મોટો છે. ત્યારે તે કુવાના દેડકાએ પગથી એક લીટી દોરીને પૂછ્યું કે, હે દેવાનુપ્રિય! શું સમુદ્ર આટલો મોટો છે ? ત્યારે સમુદ્રના દેડકાએ કહ્યું, તારી વાત બરાબર નથી. સમુદ્ર તો આનાથી પણ મોટો છે. ત્યારે તે કુવાનો દેડકો ઉછળીને પૂર્વથી પશ્ચિમના કિનારે પહોંચ્યો. પહોંચીને બોલ્યો કે, હે દેવાનુપ્રિય ! શું તે સમુદ્ર આટલો મોટો છે ? ત્યારે સમુદ્રના દેડકાએ કહ્યું, ના! તારી વાત બરોબર નથી. એ જ રીતે હે જિતશત્રુ! તે પણ ક્યારેય બીજા અનેક રાજાઓ, ઈશ્વરો – થાવત્ – સાર્થવાહો આદિની પત્નીને, બહેનને પુત્રીને કે પુત્રવધૂને જોઈ નથી, તેથી તું માની રહ્યો છે કે, જેવું મારું આ અંતઃપુર છે તેવું બીજા કોઈનું નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy