________________
આગમ કથાનુયોગ-૧
૨૦. ત્યારે તે દેવે (રાત્રિ હોવા છતાં) પ્રભાત વિકુર્વ્યુ. માણસો વિકુર્યાં. જે હરતા–ફરતા હતા અને ભગવંતને કહેવા લાગ્યા, હે દેવાર્ય ! હજુ આપ કેમ ઊભા છો ? હવે તો પ્રભાત થઈ ગયું. પણ ભગવંત જ્ઞાન વડે જાણતા હતા કે હજી પ્રભાત થયું નથી. તેથી ભગવંત ક્ષુભિત ન થયા, પણ છકાય જીવના હિતને ધ્યાવા લાગ્યા.
કોઈ એમ કહે છે કે, વીસમા ઉપસર્ગમાં સંગમ દેવે અનુકૂળ ઉપસર્ગ કરવા માટે તે દેવે દેવઋદ્ધિ વિકુર્તી. વિમાનમાં બેસીને પ્રભુને લોભાવવા બોલ્યો કે, હે મહર્ષિ ! હું આપના ઉગ્ર તપથી સંતુષ્ટ થયો છું. આપને જે જોઈએ તે માગી લ્યો. કહો તો આપને સ્વર્ગમાં લઈ જાઉં. કહો તો મોક્ષમાં લઈ જાઉં. ત્રણે લોકને તમારા કદમોમાં પાડી દઉં. તો પણ ભગવંત ચલિત ન થયા ત્યારે “હવે હું કાલે ફરીથી ઉપસર્ગ કરીશ'' એમ વિચારી તે દેવ પાછો ગયો. એ વીશમો ઉપસર્ગ.
૩૧૮
( ૧. સંગમદેવના ઉક્ત ઉપસર્ગ વર્ણન માટે જુઓ આવશ્યક નિયુક્તિ ૫૦૨ થી ૫૦૬, તેની ચૂર્ણિ તથા તેની વૃત્તિ.
ર. કલ્પસૂત્રની વિનય વિજયજી કૃત્ વૃત્તિમાં ઉપસર્ગ ૧૩ અને ૧૪ બંને એક જ ગણ્યા છે અને વીસમા ઉપસર્ગ માટેનો જે બીજો મત છે. તેને અલગ ઉપસર્ગ ગણ્યો છે. એટલે કે આવશ્યક મતે ૧૯ પ્રતિકૂળ ઉપસર્ગ અને ૧-અનુક્રમ ઉપસર્ગ છે. જ્યારે વિનયવિજયજી કૃત્ કલ્પસૂત્ર વૃત્તિમાં ૧૮–પ્રતિકૂળ ઉપસર્ગ અને બે અનુકૂળ ઉપસર્ગ ગણાવ્યા છે.
(આવશ્યક ચૂર્ણિ પૃ.૩૦૬ થી) (સંગમદેવે કરેલા વીશ ઉપસર્ગો પછી જણાવે છે કે, અન્ય આચાર્યો કહે છે કે, અનુકૂળ ઉપસર્ગ આ પ્રમાણે હતો—)
-
દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવજુત્તિ, દિવ્ય દેવપ્રભાવ વિકુર્યો. મનોહર એવા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શની રચના કરી, મનોજ્ઞ અને મનાનુકુલી છ ઋતુઓ વિકુર્વી વિચિત્ર આશ્ચર્યકારી પુષ્પવાદળો સુગંધયુક્ત અને રમ્ય હતા. એવા આશ્ચર્યકારી મેઘવાદળ વિકર્યા. સુરૂપ સ્ત્રીઓ દેખાડી. પ્રધાન સ્ત્રીઓથી યુક્ત એવી સુરમ્ય, સૌમ્ય, સર્વાંગસુંદરી અપ્સરાઓ દેખાડી. (આ અપ્સરા આદિ સ્ત્રીઓ કેવી હતી તે જણાવે છે–)
સુકુમાલ કુંભ સંસ્થિત એવા કાંત વિશિષ્ટ ચરણો, ઋજુ, પીવર, સારી રીતે ઘડાયેલ હોય તેવી આંગળીઓ, અશ્રુન્નત્ત, રચિત, તામ્રવર્ણીય, સ્નિગ્ધ, સુંદર નખો, રોમરહિત, વૃત્ત, લષ્ટ, સંસ્થિત, અજઘન્યપ્રશસ્ત લક્ષણ એવા જાંઘ યુગલ, સુનિર્મિત, સુનિગૂઢ, પ્રશસ્ત, સુબદ્ધ સંઘી યુક્ત જાનુમંડલ, કેળના સ્તંભ સમ સંસ્થિત, નિર્વર્ણ, સુકમાલ, મૃદુમાંસલ, અવિરલ, સમ, સુજાત, વૃત્ત, પીવર એવા ઉરૂ (સાથળ), અષ્ટાપદ વીતિપટ્ઠ સંસ્થિત, વદનના પ્રમાણથી બમણું, વિશાલ, માંસલ, સુબદ્ધ જઘનને ધારણ કરનારી (અપ્સરાદિ હતી).
—
– વળી, વજ્રવિરાજિત પ્રશસ્ત લક્ષણ ઉદર, ત્રિવલિવલિત, પાતળી, નમેલો કેળનો મધ્ય ભાગ, ઋજુ, સમ, જાત્ય, તનુ, કૃત્સ્ન, સ્નિગ્ધ, સુજાત, મૃદુ, સુવિભક્ત, કાંત, શોભંત, રુચિકર, રમણીય રોમરાજી, ગંગાવર્ત્ત, પ્રદક્ષિણાવર્ત્ત, તરંગ, ભંગ, તરુણ, રવિકિરણ બોધિત વિકસેલ પદ્મકમળ સમ, ગંભીર, વિવૃત્ત નાભિપ્રદેશ, અનુદ્બટ, પ્રશસ્ત, સુજાત, પીન કુક્ષી, સંનત, સંગત, સુજાત, મિત, પીનરચિત એવા પડખાં, નિર્મળ, સુજાત, નિરૂપહત ગાત્રલષ્ટી, સુવર્ણકળશ પ્રમાણ, સમ, સહિત, લષ્ટ, યમકયુગલવર્તિક, પીન,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International