________________
તીર્થંકર ચરિત્રભસુપાર્શ્વ કથાનક (માહિતી)
(૭) ભ સુપાર્શ્વ કથાનક :- (બોલ સંગ્રહ રૂપે)
આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સાતમા તીર્થંકર ભગવંત સુપાર્શ્વનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં સુંદરબાહુ નામે માંડલિક રાજા હતા. (ત્રિષષ્ઠીમાં નંદીષેણ નામ છે.) તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ ભવે તીર્થંકર નામકર્મ બાંધ્યુ. ત્યાંથી કાળધર્મ પામીને છટ્ઠા ત્રૈવેયક વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૨૮ સાગરોપમ દેવઆયુ ભોગવ્યું.
૧૧૯
દેવતાના ભવથી ચ્યવીને તેઓ વાણારસી નગરીમાં પ્રતિષ્ઠ રાજાની પત્ની પૃથ્વી રાણીની કુક્ષિમાં ભાદરવા વદ આઠમ (ગુજરાતી શ્રાવણ વદ–૮)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા, તે વખતે પૃથ્વી માતા ગજ વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા.
જેઠ સુદ-૧૨ના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે વાણારસી નગરીમાં ભ૰સુપાર્શ્વનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા. ત્યારે તીર્થંકરના અનુભાવથી તેણીના પાર્શ્વ (પડખાં) શોભન – સોહામણા થયા. તેથી પ્રભુનું સુપાર્શ્વ નામ પડાયું. બીજો સામાન્ય અર્થ એ છે કે, જેના પાર્ટ્સ (પડખાં) શોભન–સોહામણા છે તે એવા પ્રભુ' એ અર્થમાં સુપાર્શ્વ નામ રખાયું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણની પ્રભા સમાન હતો. તેમનું લાંછન સ્વસ્તિક હતું.
ભસુપાર્શ્વ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા. ત્યારે તેના લગ્ન થયા. તેઓ પાંચ લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. ચૌદ લાખ પૂર્વ અને વીસ પૂર્વાંગ તેમણે માંડલિકરાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૧૯ લાખ પૂર્વ અને વીસ પૂર્વાંગ વર્ષ સુધી તેઓ ગૃહસ્થ અવસ્થામાં રહ્યા. ૨૦૦ ધનુષની ઊંચાઈવાળા આ પ્રભુ પછી દીક્ષા લેવા માટે ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી. જેઠ સુદ-૧૩ને દિવસે જયંતી નામની શિબિકામાં બેસીને (ત્રિષષ્ઠિમાં મનોહરા શિબિકા લખ્યું છે) દિવસના પાછલા પ્રહરમાં સુપાર્શ્વનાથ ભગવંત વાણારસી નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્રામવન ઉદ્યાનમાં પ્રભુએ એક હજાર પુરુષો સહિત દીક્ષા લીધી.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. પાલિસંડ નગરીમાં મહેન્દ્ર નામક ગૃહપતિએ (રાજાએ) અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ–રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. સુપાર્શ્વનાથ પ્રભુ નવ માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્રતપ કર્યો.
તે કાળે સુપાર્શ્વનાથ પ્રભુએ છટ્ઠનો તપ કરેલો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે ફાગણ વદ આઠમ (ગુજરાતી મહાવદ–૮)ના પ્રાતઃકાળે સૂર્યોદય સમયે વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે વાણારસી નગરી બહાર સહસ્રામવન ઉદ્યાનમાં શિરીષ નામના વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમના સમવસરણ મધ્યે રચેલા ચૈત્યવૃક્ષની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International