________________
૨૦૬
આગમ કથાનુયોગ-૧
- તથા સ્વાતિ નક્ષત્રમાં ભમહાવીર પરિનિર્વાણ પામ્યા – મોક્ષે ગયા.
– ભ૦મહાવીરના ચાર કલ્યાણક ઉત્તરા ફાલ્ગનીમાં થયા અને પાંચમું કલ્યાણક સ્વાતિ નક્ષત્રમાં થયું. ૦ ભ૦મહાવીરનું ચ્યવન :- (દેવાનંદાના ગર્ભમાં).
તે કાળે, તે સમયે અર્થાત્ આ અવસર્પિણી કાળમાં સુષમ-સુષમા નામક ચાર કોડાકોડી સાગરોપમનો પહેલો આરો ગયા બાદ, સુષમા નામક ત્રણ કોડાકોડી સાગરોપમનો બીજો આરો ગયો. ત્યારબાદ – સુષમદુષમા નામક બે કોડાકોડી સાગરોપમનો ત્રીજો આરો ગયો. ત્યારબાદ – દુષમસુષમા નામક ચોથો આરો કે જે એક કોડાકોડી સાગરોપમમાં ૪૨,૦૦૦ વર્ષ ઓછા પ્રમાણવાળો છે, તે પણ ઘણો બધો વીતી ગયો. તે ચોથા આરાના ફક્ત પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા હતા ત્યારે
જે તે ગ્રીષ્મકાળનો ચોથો માસ અને આઠમો પક્ષ અર્થાત્ અસાડ માસનો શુકલ પક્ષ, તે અસાડ સુદ–છઠના દિવસે પ્રાણત કલ્પના મહાવિજય સિદ્ધાર્થના શ્વેત કમળ જેવા અર્થાત્ શ્રેષ્ઠ એવા પુષ્પોત્તર દિશા સૌવસ્તિક વર્તમાન નામક મહાવિમાન થકી કે
જ્યાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમની છે. ત્યાં ભગવંત પણ વીશ સાગરોપમની સ્થિતિ (આયુષ્ય) પૂર્ણ થયે દેવ સંબંધિ આયુષ્યનો, ભવનો અને સ્થિતિનો ક્ષય થતાં ત્યાંથી ચ્યવીને આ જ જંબૂદ્વીપના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં
ઇક્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા અને કાશ્યપ ગોત્રવાળા એકવીશ તીર્થકરો તથા હરિવંશ કુળમાં ઉત્પન્ન થયેલા ગૌતમ ગોત્રવાળા (ભમુનિસુવ્રત અને ભનેમિનાથ) બે તીર્થકરો, એ રીતે ઋષભદેવથી આરંભીને પાર્શ્વનાથ સુધીના, ત્રેવીસ તીર્થંકરો થયા બાદ, પૂર્વના તીર્થકરો દ્વારા નિર્દિષ્ટ કે, “શ્રમણ ભગવંત મહાવીર અંતિમ તીર્થંકર થશે" એવા ભ૦મહાવીર # દક્ષિણ–બ્રાહ્મણ કુંડગ્રામ નગરમાં (કુંદપુરમાં) કોડાલ ગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની, જાલંધર ગોત્રની દેવાનંદા નામની બ્રાહ્મણીની શ્રેષ્ઠ ઉત્પત્તિ સ્થાન ભૂત કુક્ષિમાં પૂર્વ રાત્રિ પૂર્ણ થતી હતી અને પાછલી રાત્રિ શરૂ થતી હતી તે સંધિકાળ અર્થાત્ મધ્યરાત્રિએ ઉત્તરાફાગુની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે દેવ સંબંધિ આહારનો, ભવનો અને શરીરનો ત્યાગ કરીને પુત્રરૂપ ગર્ભપણે ઉત્પન્ન થયા.
( ચ્યવન નગરીનું નામ – આચારાંગ સૂત્ર–૫૧૦માં “દાડિણ માહણ કુંડપુર” બતાવે છે આવશ્યક નિર્યુક્તિ ૩૮૪માં "કુંડપુર” લખે છે. કલ્પસૂત્ર–રૂમાં “માહણકુંડગામ” બતાવે છે.)
શ્રમણ ભગવંત મહાવીર (મતિ–મૃત-અવધિ) એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. “હું દેવભવમાંથી ચ્યવીશ” એમ તેઓ જાણતા હતા, વર્તમાનમાં “હું ઍવું છું' તેમ જાણતા ન હતા. “હું ચ્યવ્યો છું" એમ જાણતા હતા. (કલ્પસૂત્ર ચૂર્ણિકાર, ટીપ્પણકાર, વૃત્તિકાર અને આચારાંગ સૂત્ર-૫૧૦ની વૃત્તિમાં જણાવે છે કે-) એક સમયમાં ઉપયોગ લાગતો નથી. છઘસ્થજીવનો જ્ઞાન ઉપયોગ અંતર્મુહુર્તનો હોય છે. જ્યારે ચ્યવનકાળ એક સમયનો જ હોય છે. તેથી ચ્યવનકાળના અતિ સૂક્ષ્મ સમયને છઘસ્થ જીવ ચ્યવન કરી રહેલ છું તેમ જાણી શકતા નથી. પરંતુ ત્રણ જ્ઞાન હોવાથી હું ચ્યવી ગયો છું તેમ જાણે છે. સંક્ષેપમાં કહીએ તો (આયા.મૂ.૫૧૦ “હુને હૈ સાને') વર્તમાનકાળ અતિ સૂક્ષ્મ હોવાથી “ઍવું છું”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org