________________
૧૯૮
આગમ કથાનુયોગ-૧
(૨૩) ભરુપાર્શ્વ–કથાનક
આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં તેવીસમાં તીર્થકર ભગવંત શ્રી પાર્શ્વનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં સુદર્શન નામે માંડલિક રાજા હતા. તે ભવે જ દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણત નામના કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા.
૦ કલ્યાણક નક્ષત્ર :- તે કાળે તે સમયે પુરુષાદાનીય અર્પતુ પાંચ વિશાખાવાળા થયા (– પાર્શ્વનાથ પ્રભુના પાંચે કલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયા) તે આ પ્રમાણે :૧. પાર્થ અર્હત્ વિશાખા નક્ષત્રમાં દેવલોકથી વ્યુત થયા. ચ્યવીને ગર્ભમાં આવ્યા, ૨. વિશાખા નક્ષત્રમાં જન્મ્યા, ૩. વિશાખા નક્ષત્રમાં મુંડ થઈને ઘરવાસમાંથી નીકળી અણગારપણાને પામ્યા અર્થાત્ દીક્ષા લીધી. ૪. વિશાખા નક્ષત્રમાં અનંત, અનુત્તર, વ્યાઘાત રહિત, આવરણ રહિત, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ એવાં ઉત્તમોત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા, ૫. અત્ પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં મોક્ષે ગયા. ૦ ભ. પાર્શ્વનું ચ્યવન :
તે કાળે તે સમયે પુરુષાદાનીય અહેતુ પાર્શ્વ જે આ ગ્રીષ્મઋતુનો પહેલો માસ, પહેલું પખવાડીયું અર્થાત્ ચૈત્રમાસનો કૃષ્ણ પક્ષ, તે ચૈત્ર વદ ચોથ (ગુજરાતી ફાગણ વદ-૪)ને દિવસે વીશ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણત નામક દશમા દેવલોકથી વીશ સાગરોપમનું આયુ પૂર્ણ કરીને દેવ સંબંધિ આહારનો, ભવનો અને શરીરનો ત્યાગ કરીને આંતરા વિનાશીઘ ચ્યવન કરીને આ જંબૂદ્વીપના ભરત (વર્ષ) ક્ષેત્રની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની પત્ની નામાદેવી રાણીની કુક્ષિમાં મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે–ગર્ભપણે ઉત્પન્ન થયા.
પુરુષાદાનીય અર્હત્ પાર્શ્વ મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. હું દેવવિમાનમાંથી ચ્યવશ એ પ્રમાણે (અત્ પાર્થ) જાણતા હતા, હું ઍવું છે તે જાણતા ન હતા, કારણ કે વર્તમાનકાળનો એક સમય અતિ સૂક્ષ્મ છે. હું ઍવ્યો એ પ્રમાણે તેઓ જાણતા હતા. અહીંથી આરંભીને (વામાદેવી ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા) સ્વપ્નદર્શન આદિ સંબંધિત સંપૂર્ણ વર્ણન (ભ,મહાવીર કથાનકમાં કહેવાશે તે મુજબ) સમજી લેવું – યાવત્ – માતા સુખપૂર્વક ગર્ભ ધારણ કરે છે. ૦ ભ૦પાશ્મનો જન્મ :
તે કાળે, તે સમયે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અર્થાત્ પોષ વદ-દશમ (ગુજરાતી માગસર વદ-૧૦ ના દિવસે પ્રતિપૂર્ણ એવા નવમાસ અને સાડા સાત દિવસ પુરા થયા ત્યારે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે આરોગ્યવાળી વામા માતાએ વારાણસી નગરીમાં આરોગ્ય પૂર્વક પુરુષાદાનીય અત્ પાર્થ નામક પુત્રને જન્મ આપ્યો. જે રાત્રિએ પુરુષાદાનીય અર્પતુ પાર્શ્વનો જન્મ થયો. તે રાત્રિ પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા – યાવત્ - અતિશય આકુળ બની, આનંદથી ફેલાઈ રહેલા હાસ્યાદિ, અવ્યક્ત શબ્દોથી કોલાહલમય બની હોય એવી થઈ. પાર્શ્વનાથના જન્મોત્સવ આદિ સર્વ વૃત્તાંત (ભ૦મહાવીર કથા પ્રમાણે) જાણી લેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org