________________
તીર્થકર ચરિત્ર–પાશ્મ–કથા
૧૯૯
૦ ભ૦પાર્શ–નામકરણ આદિ :
કૈલોક્ય બાંધવ ભગવંત જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં સાત ફણાવાળો નાગ જોયો હતો. તે વખતે અંધકારમાં શય્યાની પાસેથી સર્પને આવતો જોઈને ગર્ભના પ્રભાવથી રાણીએ રાજાની શય્યા પાસેથી અંધકારમાં જતા સર્પને જોઈને કહ્યું કે, આ સર્પ જાય છે. રાજાએ પૂછયું, તમે કઈ રીતે જાણ્યું ? રાણીએ કહ્યું કે, દીવાના પ્રકાશમાં મને તે દેખાયો. રાજાએ વિચાર્યું કે, આ ગર્ભના અતિશયનો પ્રભાવ છે કે આવા ઘોર અંધકારમાં તેણીને દેખાયું. એ રીતે માતાએ પાઠ્ય (અર્થાત્ પડખે)થી જતાં કાળા સર્પને જોયો હતો. તેથી “પાર્થ” નામ રખાયું. બીજો અર્થ એ કે પૂર્વોક્ત યુક્તિકલાપ વડે સર્વ ભાવોને જાણે છે માટે પાર્થ અથવા સર્વે પણ સર્વભાવોને જોનારજાણનાર હોવાથી પ્રભુ “પાર્થ” કહેવાય છે.
૦ પાર્શ્વનું યુવાન થવું અને લગ્ન :- કાયપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ નીલ હતો, તેમનું લાંછન (–ચિન્હ) સર્પ હતું. ઇન્ડે આજ્ઞા કરેલી ધાત્રીઓ વડે લાલન–પાલન કરાતા જગત્પતિ પાર્શ્વનાથ બીજના ચંદ્રમાની માફક વધતા નવ હાથની ઊંચી કાયાવાળા થયા. અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પિતાના આગ્રહથી કુશસ્થલ નગરના પ્રસેનજિત રાજાની પ્રભાવતી નામની કન્યા સાથે લગ્ન થયા.
(અહીં કલ્પસૂત્રની વૃત્તિમાં લગ્ન થયાનો ઉલ્લેખ છે. ત્રિષષ્ટિ શલાકા આદિમાં પાર્શ્વનાથ ચરિત્રમાં પણ લગ્ન થયાના ઉલ્લેખો મળે છે. પરંતુ આવશ્યક નિર્યુક્તિ ૨૨૧–૨૨૨માં લગ્ન ન કર્યાનું જણાવેલ છેઆવશ્યક નિયુક્તિ ૨૨૨ની અવમૂર્ણિમાં પણ “ર સ્ત્રી પાuિહળ” શબ્દનો પ્રયોગ કર્યો છે. જો સ્થાનાંગ સૂત્ર–૫૧૪ની અભયદેવ સૂરિ કૃતુ વૃત્તિનો જ માત્ર અર્થ લઈએ તો ત્યાં “કુમારવાસ" શબ્દનો અર્થ રાજકુમારપણું કર્યો છે. સમવાય-૧ન્ના સૂત્ર–૪ત્ની વૃત્તિમાં ગૃહવાસનો અર્થ રાજ્ય ભોગવ્યું કર્યો છે. કલ્પસૂત્ર–૧૫૭માં મનુષ્ય યોગ્ય ગૃહસ્થ ધર્મના ઉલ્લેખ દ્વારા પાપ્રભુની વિવાહની આડકતરી વાત છે –). ૦ નાગ ઉદ્ધારનો પ્રસંગ :
એક દિવસ રાજકુમાર પાર્થ રાજમહેલની ગોખે બેઠા બેઠા નગનું અવલોકન કરી રહ્યા હતા. એવામાં તેણે પૂજાની સામગ્રી લઈને મોટા જનસમૂહને નગર બહાર જતો જોયો. કુતૂહલવશ કુમારે પૂછયું કે, શું આજે કોઈ મહોત્સવ છે કે, અન્ય કોઈ વિશેષ પ્રસંગ છે કે, જેથી આ લોકો જઈ રહ્યા છે ? ત્યારે ઉત્તર મળ્યો કે હે કુમાર ! નગરની બહાર એક કમઠ નામે ઉગ્ર તપસ્વી આવેલો છે. જે પંચાગ્નિ તપ તપી રહ્યો છે. તે ઉગ્ર તપસ્વી છે. તેની પૂજા અને અર્ચના કરવા માટે આ લોકો જઈ રહેલા છે.
કૌતુકવશ રાજકુમાર પાર્થ પણ કમઠને જોવા ચાલ્યા. આ કમઠ એક અત્યંત ગરીબ કુળમાં જન્મ્યો હતો. ભૂખ અને દારિદ્રથી વ્યાકુળ બનીને તેણે તાપસી દીક્ષા લીધેલી. તેની ઉગ્ર તપસ્યાથી લોકોના મનમાં તેના તપની છાપ પડી, લોકો તેના તપની પ્રશંસા કરવા લાગ્યા. રાજકુમાર પાર્શ્વનાથે જોયું કે, આની ચારે દિશામાં અગ્નિ બળી રહેલ છે. મસ્તક ઉપર સૂર્ય તપી રહેલો છે અગ્નિકુંડમાં મોટા મોટા લાકડાં બળી રહેલ છે. પાર્થ પ્રભુએ અવધિજ્ઞાનના બળથી જાણ્યું કે, આ સળગતા કાષ્ઠ મધ્યે એક મોટો સર્પ પણ બળી રહ્યો છે. સર્પને જોઈને પાર્શ્વકુમારનું હૃદય કરુણાથી દ્રવી ઉઠ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org