________________
૧૫૬
આગમ કથાનુયોગ-૧
બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, “હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી તેજ ચાલનારો – થાવત્ – યોગ્ય શ્રેષ્ઠ રથ લાવો. તેઓ પણ એવો જ રથ લાવ્યા.
* ત્યાર પછી પદ્માવતી દેવીએ અંતઃપુરમાં જઈને સ્નાન કર્યું - યાવત્ – ધાર્મિક રથ પર બેઠી. પછી પોતાના પરિવારની સાથે તે પદ્માવતી દેવી સાકેત નગરના અતિ મધ્ય ભાગથી નીકળી. જ્યાં પુષ્કરિણી (વાવ) હતી ત્યાં આવી, પુષ્કરિણીમાં જઈ સ્નાન કર્યું - વાવ – પરમ ચિભૂત થઈને ભીની સાડી પહેરીને પુષ્કરિણીમાં ઉત્પન્ન કમળોને ચૂંટ્યા. પછી નાગગૃહ તરફ ચાલી.
- ત્યાર પછી પદ્માવતી દેવીની દાસ-ચૂડીઓ ઘણા પુષ્પકરંડક, ધૂપધાણા આદિ હાથમાં લઈને તેની પાછળ-પાછળ ગઈ. પછી તે પદ્માવતી દેવી ઘણી ઋદ્ધિપૂર્વક નાગગૃહે આવી. નાગગૃહમાં પ્રવેશ કર્યો, મયૂરપંખની બનેલી માર્જની વડે પરિમાર્જન કર્યું – યાવત્ - ધૂપ પ્રગટાવ્યો. પછી પ્રતિબુદ્ધિ રાજાની પ્રતિક્ષા કરતી ત્યાં બેઠી.
પછી પ્રતિબુદ્ધિ રાજાએ સ્નાન કર્યું. શ્રેષ્ઠ હાથી પર બેઠો, ત્યારે છત્રધારીઓએ કોરંટ પુષ્પોની માળાઓથી શોભિત છત્ર રાજાના મસ્તક પર ધારણ કર્યું. ચામરધારીઓએ શ્વેત ધવલ શ્રેષ્ઠ ચામરોથી વિંઝવાનો પ્રારંભ કર્યો. અશ્વ, ગજ, રથ અને શૂરવીર યોદ્ધાથી યુક્ત ચતુરંગિણી સેના તથા ઘણાં સુભટ, વિદૂષક, રથ, પગે ચાલનારા આદિના સમૂહની સાથે સાકેત નગરના ઠીક મધ્ય ભાગથી નીકળ્યો. નીકળીને નાગગૃહે પહોંચ્યો. ત્યાં પહોંચી હાથી પરથી નીચે ઉતર્યો. ઉતરીને પ્રણામ કર્યા. પછી તે પુષ્પમંડપમાં પ્રવેશ્યો. પ્રવેશીને તે મહાન્ (મોટા) શ્રી દામકાંડને જુએ છે. ૦ મલ્લિના શ્રી દામકાંડની પ્રશંસા :
તે વખતે પ્રતિબુદ્ધિ રાજા તે શ્રીદામકાંડનું ઘણાં સમય સુધી સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરે છે. તેને નિરખીને તે શ્રીદામકાંડથી આશ્ચર્યચકિત થઈ સુબુદ્ધિ અમાત્યને કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે મારા દૂત બનીને ઘણાં ગામ, આકર – યાવત્ – સન્નિવેશોમાં જાઓ છો, અનેક રાજા ઈશ્વર – યાવત્ – સાર્થવાહો વગેરેના ઘરોમાં પણ જાઓ છો તો આ પહેલા તમે ક્યાંય આવું શ્રી દામકાંડ જોયું છે એવું પદ્માવતી દેવીનું શ્રીદામકાંડ છે ?
ત્યારે સુબુદ્ધિ મંત્રીએ પ્રતિબુદ્ધિ રાજાને કહ્યું, હાં સ્વામી ! જોયું છે. કોઈ વખતે હું તમારો દૂત બનીને મિથિલા રાજધાનીમાં ગયેલો. ત્યાં મેં કુંભ રાજાની અને પ્રભાવતી દેવીની પુત્રી મલ્લિના વર્ષગાંઠ અવસરે દિવ્ય એવા શ્રી દામકાંડને પહેલા જોયું હતું. તે શ્રી દામકાંડની તુલનાએ આ પદ્માવતી દેવીનું શ્રીદામકાંડ લાખમાં ભાગ તુલ્ય પણ નથી.
૦ મલ્લિના રૂપની પ્રશંસા :- સુબુદ્ધિ અમાત્યની આ વાત સાંભળીને પ્રતિબુદ્ધિ રાજાએ તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તે વિદેહવર રાજકન્યા મલિ (દેખાવમાં) કેવી છે? જેની વર્ષગાંઠ પર બનાવાયેલ શ્રી દામકાંડની તુલના પદ્માવતી દેવીનું શ્રીદામકાંડ લાખમે ભાગે પણ કરી શકે તેમ નથી. ત્યારે સુબુદ્ધિ મંત્રીએ ઇક્વાકુરાજ પ્રતિબુદ્ધિને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! વિદેહવર રાજકન્યા મલિ સુપ્રતિષ્ઠિત કૂર્મપૃષ્ઠ સદશ રમણીય ચરણવાળી – યાવત્ – પ્રતિરૂપ સંપન્ન છે. (ઇત્યાદિ વર્ણન સમજી લેવું)
૦ મલ્લિ કન્યા માટે પ્રતિબુદ્ધિની લગ્નેચ્છા :- સુબુદ્ધિ અમાત્યની આ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org