________________
તીર્થકર ચરિત્ર–ભકુંથુ–કથા
૧૪૫
અતિશયોથી સમૃદ્ધ એવી દેશનાનો આરંભ કર્યો. ત્યાં બિરાજમાન પ્રભુની પાસે દેશના શ્રવણ કરવા આવેલા અનેક લોકોએ દીક્ષા ગ્રહણ કરી. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચતુર્વિધ સંઘ રૂપ તીર્થની સ્થાપના કરી. પ્રભુએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિક રૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું). પ્રભુના શાસનના સાધુ-સાધ્વીજીઓમાં સુઆખેયતા આદિ ગુણોને લીધે તેઓને ધમપદેશ સુગમ હતો.
કુંથુનાથ ભગવંતને રૂ૫ ગણ અને ૩૫ ગણધરો થયા. (સમવાય અને તિર્થોદ્ગારિત પન્નામાં ગણ અને ગણધર સંખ્યા ૩૭ બતાવે છે. ઉત્તરાધ્યયન – ભાવ વિજયજી કૃત વૃત્તિમાં આ સંખ્યા ૩૦ની બતાવે છે.) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ “સ્વયંભૂ" હતું. પ્રથમ શિષ્યાનું નામ “અંજૂ (અંજૂકા)" હતું. પ્રભુની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની ૬૦,૦૦૦, શ્રમણીઓની ૬૦,૬૦૦, શ્રાવકોની ૧,૭૯,૦૦૦ અને શ્રાવિકાઓની ૩,૮૧,૦૦૦ની હતી. આ પ્રકારના ચતુર્વિધ સંઘયુક્ત પ્રભુએ વિહાર કર્યો.
કુંથુનાથ પ્રભુના શિષ્યોમાં ૯,૧૦૦ અવધિજ્ઞાની, ૮, ૧૦૦ મન:પર્યવજ્ઞાની, ૩, ૨૩૨ કેવળજ્ઞાની મુનિ, ૬૭૦ ચૌદ પૂર્વી, ૫,૧૦૦ વૈક્રિય લબ્ધિર અને ૨,૦૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. બીજા મતે ૨,૫૦૦ અવધિજ્ઞાની, ૩,૩૪૦ મન:પર્યવજ્ઞાની, ,૨૦૦ કેવળજ્ઞાનીની સંપદા હતી.
પ્રભુ ૨૩,૭૫૦ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં ૧૬ વર્ષ છઘસ્થ રૂપે પસાર કર્યા. ૨૩,૭૩૪ વર્ષ કેવળજ્ઞાની રૂપે વિચરણ કર્યું. કુલ ૯૫,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ કુંથુનાથ પ્રભુએ ભોગવ્યું. પ્રભુ આયુષ્ય પૂર્ણ થવામાં એક માસ બાકી હતો ત્યારે ૧,૦૦૦ મુનિવરો સાથે સમેત શિખર પર્વત પર ગયા. ત્યાં અનશન સ્વીકાર્યું. એક માસનું અનશન તપ પૂર્ણ થયું ત્યારે વૈશાખ વદ એકમ (ગુજરાતી ચૈત્રવદ–૧)નો દિવસ હતો. તે દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે તત્ર સ્થિત સર્વ મુનિવરો સાથે કુંથુનાથ પ્રભુ મોક્ષે સિધાવ્યા. દેવેન્દ્રોએ પ્રભુના નિર્વાણનો મહોત્સવ કર્યો.
કુંથુનાથ પ્રભુના નિર્વાણ બાદ એક ચતુર્થેશ પલ્યોપમમાં એક હજાર કરોડ વર્ષ બાકી હતા. ત્યારે અઢારમાં તીર્થકર અરનાથ પ્રભુ થયા.
૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૪૪૭, ૧૧૪, ૯૦૭, સમ ૪૯, ૫૩, ૨૪, ૧૦૮, ૧૧૧, ૧૧૩, ૧૯૦,
૧૭૦, ૧૭૪, ૨૬૩, ૩૬૬, ૨૬૮, ૨૭૦, ૨૭૧, ૨૭૪, ૨૭૬, ૨૭૯, ૨૮૪ થી ૨૮૬, ૨૮૮, ૨૮૯, ૨૯૧, ૨૯૪ થી ૨૯૭, ૨૯૯, ૩૦૨, ૩૦૪, ૩૦૬, ૩૦૮, ૩૧૦, ૩૧ર, ૩૧૩, ૩૧૫ થી ૩૧૭, ૩૧૯, ૩ર૦;
- ભગ. ૭૯૪; આવ.મૂ. ૫, ૪૨;
આવ.નિ. ૧૮૨, ૨૦૯ થી ૨૩૬, ૨૩૯, ૨૪૯, ૨૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૨, ૨૬૪, ૨૬૫, ૨૬૭, ૨૭૦, ૨૭૧, ૨૯૩, ૩૦૫ થી ૩૦૭, ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૫, ૩૨૮, ૩૭૧, ૩૭૪, ૩૭૭, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૮૯ થી
૪૦૧, ૪૧૫ (ની વૃત્તિ), ૪૧૭, ૧૦૮૮; આવ યૂ. ૧૫૭, ૨૧૫, ૨૧૭, ૨૨૦, ૨૨૮;
આવ.મ.વૃ– ૨૦૮ થી ઉત્ત.મૂ. ૫૧૮ + . ઉત્ત.ભાવ... ૩૬૭ થી ૩૬૮; તિત્યો. ૩૩૦, ૩૪૮, ૩૬૩, ૪૦૬, ૪૫૧, ૪૦, ૪૮૦, ૨૫૯ કલ્પ. ૧૭૪;
નંદ. ૧૯;
–
––
»
–
Jain
international
For Private & Personal Use Only
www.jainelibrary.org