________________
૧૪૬
આગમ કથાનુયોગ-૧
(૧૮) ભ અર_કથાનક
(સાતમા ચક્રવર્તીરૂપે તથા બોલ સંગ્રહ યુકત)
આ અવસર્પિણીમાં જંબૂઢીપના ભરતક્ષેત્રમાં અઢારમાં તીર્થકર શ્રી અરનાથ ભગવંત થયા. તેઓ ભરત ક્ષેત્રમાં થયેલા બાર ચક્રવર્તીમાંના સાતમાં ચક્રવર્તી પણ હતા. તેમણે પૂર્વના મનુષ્યભવમાં “સુદર્શન" નામે માંડલિક રાજા હતા. (ઉત્તરાધ્યયન ભાવ વિજયજી કૃત્. વૃત્તિ, ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર આદિમાં તેમનું “ધનપતિ” નામ છે.) ૦ સુદર્શન (અથવા ધનપતિ) રાજાનો ભવ :
આ જ જંબૂઢીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં સીતા નદીના કાંઠે વત્સ નામક વિજય છે. તેમાં સુસીમા નામની મોટી નગરીમાં સંપત્તિની સીમારૂપ અને સારા દર્શનવાળો એવો સુદર્શન નામે એક માંડલિક રાજા હતો. તેણે આ અસાર સંસારથી વિરક્ત થઈને કોઈ વખતે સંવર નામના મુનિની પાસે દીક્ષા લીધી. અહંદુભક્તિરૂપ મુખ્ય એવા કેટલાંક સ્થાનોની આરાધના કરતા કરતા તે રાજર્ષિએ તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું. લાંબા સમય સુધી તે રાજર્ષિએ તીવ્ર તપશ્ચર્યાઓ કરી, ઉત્તમ એવા વ્રતની પરિપાલના કરી, વિવિધ સ્થળે વિચરણ કર્યું. કાળધર્મ પામીને નવમાં મૈયેયકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૩૧ સાગરોપમનું દેવ આયુ ભોગવ્યું. ૦ ભઅરનો જન્મ :
દેવતાના ભવથી ચ્યવીને તેઓ આ જ ભરતક્ષેત્રના ગજપુર (બીજું નામ હસ્તિનાપુર) નગરીમાં જેનું દર્શન પણ લોકોને આનંદ અને હર્ષને દેનારું હતું. તેવા સુદર્શન રાજા હતા. તેને દેવકન્યા જેવી સુંદર એવી દેવી નામની એક પત્ની હતી. ફાગણ સુદ બીજને દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવીને આ દેવી રાણીની કુક્ષિમાં ભગવંત અરનાથ પુત્ર રૂપે ઉત્પન્ન થયા. ત્રણ જ્ઞાનના ધારક એવા આ પ્રભુ ચ્યવન પામ્યા ત્યારે દેવી માતા ગજ-વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. ધીરે ધીરે સુખપૂર્વક ગર્ભ પણ વૃદ્ધિને પામ્યો.
ગર્ભાવસ્થા પૂર્ણ થઈ ત્યારે – માગસર સુદ દશમના દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ગજપુર નગરમાં ભોઅરનાથનો જન્મ થયો. નંદાવર્તના લાંછન (ચિન્હ)વાળા અને સુવર્ણની પ્રભા સમાન દેડવાળા પુત્રને જ્યારે “દેવી માતાએ જન્મ આપ્યો
ત્યારે છપ્પન દિકકુમારીઓએ આવીને તેનું સૂતિકર્મ આદિ કર્યા, સર્વે ઇન્દ્રોએ આવીને પ્રભુનો જન્માભિષેક મહોત્સવ કર્યો સૌધર્મેન્દ્રએ પ્રભુની સ્તુતિ કરી. રાજાએ પણ પુત્રના જન્મનો મહા મહોત્સવ કર્યો. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે દેવી” માતાએ સ્વપ્નમાં સંપૂર્ણ રત્નનું બનેલ, અતિ સુંદર, ખૂબ જ મોટા પ્રમાણવાળું આરક (આરાવાળું ચક્ર) જોયેલ. તેથી પ્રભુનું નામ “અર” રખાયું બીજો અર્થ એ કે, સર્વોત્તમ અને મહાસત્વશાળી કુળમાં તેની અભિવૃદ્ધિ (વંશાદિની વૃદ્ધિ) કરનારા હોવાથી તેઓ “અર” કહેવાય છે. ૦ ભઅરનાથનું ગૃહસ્થજીવન અને રાજવીપણું :
કાશ્યપ ગોત્રીય પ્રભુ અરનાથ કાળક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. ત્રીશ ધનુષની કાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org