________________
તીર્થકર ચરિત્ર-ભ-અર–કથા
૧૪૭
(ઊંચાઈ)વાળા પ્રભુ જ્યારે યૌવન વયને પામ્યા ત્યારે સુદર્શન રાજા એવા પિતાની આજ્ઞાથી અનેક કન્યા સાથે તેમના વિવાહ થયા. અરનાથ પ્રભુને જન્મથી ૨૧,૦૦૦ વર્ષ પુરા થયા ત્યારે પિતાના આદેશથી રાજ્યની ધુરા સંભાળી. એ રીતે ૨૧,૦૦૦ વર્ષની કુમાર અવસ્થા પૂર્ણ થયા બાદ તેઓ માંડલિક રાજા બન્યા.
માંડલિક રાજા રૂપે અરનાથ પ્રભુ ૨૧,૦૦૦ વર્ષ રહ્યા ત્યારે તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. ગગનચારી ચક્રરત્નને અનુસરતા પ્રભુએ છ ખંડને જીતી લીધા. તેઓ ચક્રવર્તી રાજા બન્યા. સૂર્યશ્રી નામના સ્ત્રીરત્ન સહિત બીજા તેર રત્નોના
સ્વામીપણાંને પામેલા એવા ભાઅરનાથ ચૌદરત્ન અને નવનિધિનું આધિપત્ય ભોગવતા ૨૧,૦૦૦ વર્ષ ચક્રવર્તીપણે રાજ્યાવસ્થામાં રહ્યા. એ રીતે પ્રભુએ કુલ ૪૨,૦૦૦ વર્ષ સુધી રાજ્યાવસ્થામાં પસાર કર્યા. અભુક્ત યોગી જેમ ભોજન ગ્રહણ કરે તેમ અનાસક્તપણે તેમણે ચક્રવર્તીની લક્ષ્મી અને વૈભવનો અનાસક્ત ભાવે ઉપભોગ કર્યો. ૦ ભ૦ અરનાથની દીક્ષા :
અરનાથ પ્રભુ ૬૩,૦૦૦ વર્ષ ગૃહસ્થપણામાં રહ્યા. એક વર્ષ બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવોએ આવીને કહ્યું કે, હે નાથ ! આપ તીર્થનું પ્રવર્તન કરો. ત્રણ જ્ઞાનના ધારક પ્રભુએ અવધિજ્ઞાન વડે પોતાના દીક્ષાનો અવસર જાણ્યો. એક વર્ષ પર્યત દાન આપી, પોતાના પુત્ર અરવિંદને રાજ્ય સોંપી “નિવૃત્તિકરા” નામની શિબિકામાં બેસીને સુરઅસુર રાજા આદિથી પરિવરેલા પ્રભુ ગજપુરનગર બહારના સસ્સામ્રવનમાં પહોંચ્યા. માગસર સુદ અગિયારસના દિવસે, છઠ તપ યુક્ત એવા પ્રભુએ દિવસના પાછલા પ્રહરમાં પોતાની વયની પાછલી અવસ્થામાં તેમજ રેવતી નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧,૦૦૦ પુરષો સહિત દીક્ષા ગ્રહણ કરી.
વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને ષખંડ ભારતના સમગ્ર સામ્રાજ્યનો પરિત્યાગ કરીને નીકળેલા એવા પ્રભુએ જેવું વ્રત ઉચ્ચારણ કર્યું (દીક્ષા ગ્રહણ કરી કે તુરંત જ તેને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું.
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે અરનાથ ભગવંતને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. રાજપુર નગરમાં અપરાજીત નામના ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી–ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ તપતા ત્રણ વર્ષ સુધી પ્રભુ છદ્મસ્થપણે રહ્યા.
ત્રણ વર્ષ બાદ પ્રભુ ફરી પાછા ગજપુર નગરની બહારના સહસ્ત્રાપ્ર વનમાં પધાર્યા (કે જે વનમાં પ્રભુએ દીક્ષા ગ્રહણ કરેલી) ત્યાં એકરાત્રિકી પ્રતિમા ધારણ કરીને રહ્યા. પ્રભુએ ત્યારે છટ્ઠનો તપ કરેલો હતો. કારતક સુદ બારસને દિવસે, પ્રાતઃકાળે સૂર્યોદય સમયે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે અંબક (આમ્ર) વૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવીને પ્રભુના નાણ કલ્યાણકનો મહોત્સવ ઉન્ચો. પરમાત્માને માટે સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વ ધારેથી પ્રવેશ કરી ૩૬૦ ધનુષુ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી, પછી ધર્મ સિંહાસન પર બેઠા.
પૂર્વાભિમુખ બેઠેલા પ્રભુએ એકયોજનમાં સંભળાતી એવી વાણી વડે, સર્વ જીવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org