SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર-કથા ૩૬૫ વર્ણન પૂર્વે થઈ ગયેલ છે. ભગવંતને કેવળજ્ઞાન પછી પણ તેજોલેશ્યા મૂકી ઉપસર્ગ કર્યો. પોતાને જિનરૂપે ઓળખાવવા લાગ્યો ઇત્યાદિ વર્ણન ગોશાલક કથામાં જોવું. ૦ ભમહાવીર દ્વારા શંકાઓના સમાધાન : લોક વ્યવહારમાં એક ભ્રમણા ચાલે છે કે, પ્રશ્નો (શંકા) રજૂ કરનાર ગૌતમસ્વામી જ હોય અને તે પ્રશ્નોત્તર પણ ભગવતીજીમાં જ આવે છે. આ બંને માન્યતા ભ્રામક છે. ગૌતમસ્વામીના મુખેથી અનેક શંકાઓ રજૂ થઈ છે અને ભગવંતે તેના સમાધાનો આપ્યા છે. તે શંકા સમાધાનમાં ભગવતીજીની મુખ્યતા છે તે વાત બરાબર છે. પણ ગૌતમસ્વામી દ્વારા થયેલ શંકા અને સમાધાન સૂયગડાંગ, નાયાધમ્મકહા, ઉવાસગદસા, વિપાકકૃત, ઉવવાઈ, રાયપૂસેણિય, જીવાજીવાભિગમ, પન્નવણા, સૂરપન્નત્તિ, મહાનિશીથ આદિ અનેક આગમોમાં આવે છે, નહીં કે માત્ર ભગવતીજીમાં. ભગવંત પાસે પોતાની શંકાનું સમાધાન મેળવનાર માત્ર ગૌતમસ્વામી જ ન હતા. ગૌતમ (ઇન્દ્રભૂતિ) સિવાય અગ્નિભૂતિ, વાયુભૂતિ, ગાંગેય, સ્કંદક, અંબઇ, પુદ્ગલ, શિવ, તંગીયાનગરીના શ્રાવકો, સોમિલબ્રાહ્મણ, જયંતીશ્રાવિકા, માકંદી, રોહ, પિંગલ, કાલી સુકાલી આદિ દશ રાણી, અભયકુમાર, મંડિતપુત્ર, પાર્થાપત્ય સ્થવીરો, કાલોદાયી, સ્વાતિદત્ત, સુદર્શનશ્રેષ્ઠી, મુગલ, શંખ, ચક્ર, માકંદીપુત્ર, મદ્રુકશ્રાવક આદિ અનેકે પોતાની શંકાના સમાધાન મેળવેલ હતા. ૦ ભ૦મહાવીરને વંદન, શાતાપૃચ્છા, નાટ્ય દર્શનાર્થે આવેલ દેવ-દેવી : ભગવંત મહાવીરના જન્મ, દીક્ષા, નાણ કલ્યાણક પ્રસંગે તો સર્વે ઇન્દ્રો અનેક દેવ દેવીઓ સહિત આવ્યા જ હતા. પરંતુ કલ્યાણક સિવાયના પ્રસંગોમાં પણ કોઈ વંદનાર્થે આવ્યા, કોઈ નાટ્યવિધિ દેખાડીને ગયા, કોઈ ફક્ત સુખશાતા પૃચ્છાર્થે આવ્યા અને વંદના કરીને ગયા એવા અનેક પ્રસંગો આગમોમાં જોવા મળેલ છે. આ રીતે વંદના સુખશાતા, પૃચ્છા કે નાટ્યવિધિ દેખાડીને તથા શંકાસમાધાન અર્થે ઘણાં દેવ દેવી ભગવંત મહાવીર પાસે આવેલા, જેમકે– શક્રેન્દ્ર, ઇશાનેન્દ્ર, સનસ્કુમારેન્દ્ર, માહેન્દ્ર, અમરેન્દ્ર, નાગકુમારેન્દ્ર, પૂર્ણભદ્રયક્ષ, માણિભદ્રય, મહાશુક્રના બે મહર્તિક દેવ, ગંગદત્ત દેવ, વિદુકુમારેન્દ્ર હરિ અને હરિસ્સહ, ચંદ્ર, સૂર્ય, કંબલ સંબલ દેવ, સૂર્યાભદેવ, શુક્રદેવ, અય્યતેન્દ્ર આદિ દેવો. - તથા ચમરેન્દ્રની અગમહિષીઓ – કાલી, રાજી, રજની, વિદ્યુતું અને મેઘા; વૈરોચનેન્દ્રબલિની અગ્રમહિષીઓ – શુંભા, નિશુંભા, રંભા, નિરંભા અને મદના; અસુરેન્દ્ર સિવાયના દક્ષિણ દિશાના બીજા નવ ભવનપતિ ઇન્દ્રોની અગમહિષીઓ, ઇલા, સતેરા, સૌદામિની, ઇન્દ્રા, ધના અને વિદ્યુતા આદિ ચોપન દેવીઓ; એ જ રીતે ઉત્તર દિશાના નવ ભવનપતિ ઇન્દ્રોની અગ્રમહિષીઓ રૂપા, સુરૃપા, રૂપાંશા, રૂપવતી, રૂપકાંતા અને રૂપપ્રભા આદિ ચોપન દેવીઓ, વ્યંતર દેવોની બત્રીશ બત્રીશ (કુલ ચોસઠ) અગમહિષીઓ, સૂર્ય ઇન્દ્રની ચાર અગ્રમહિષીઓ, ચંદ્ર ઇન્દ્રની ચાર અગ્રમહિષીઓ, શક્રેન્દ્રની પઘા, શિવા આદિ આઠ અગ્રમહિષીઓ, ઇશાનેન્દ્રની કૃષ્ણા, કૃષ્ણરાજિ આદિ આઠ અગ્રમહિષીઓ એ સર્વે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy