________________
તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા
૩૬ ૩
તિષ્યક, સ્કંદક, સુનક્ષત્ર, સિંહ, લોહાર્ય, કૃતપુણ્ય દશાર્ણભદ્ર, નંદિષણ, મુગલ, જિનપાલિત, સોમિલ, શ્રેણિક રાજાના અભયકુમાર આદિ પુત્ર જેમકે – જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરિસસેન, વારિષેણ, દીર્ધદંત, કષ્ટદંત, વેહલ, વેડાયસ, અભયકુમાર, દીર્ધસેન, મહાસેન આદિ તેર રાજકુમારો, ધન્ય, સુનક્ષત્ર આદિ દશકુમારો, ગંગદત્ત, ધન્નો, શાલિભદ્ર, હરિકેશી, મકાતિ, કિંકર્મ અર્જુનમાલાકાર, કાશ્યપ, ક્ષેમક, ધૃતિધર, કૈલાશ, હરિચંદન, વારત્રક આદિ અનેકને દીક્ષા આપી.
( આ પાત્રોનું વર્ણન તે તે કથાનકમાં શ્રમણ વિભાગમાં કરાયેલ છે.) ૦ ભગવાન મહાવીરના શ્રાવકો :
ભગવંત મહાવીરને શંખ, શતક વગેરે ૧,૫૯,૦૦૦ શ્રાવકો થયા. જેમાં શાસ્ત્રને પાને વિશિષ્ટ શ્રમણોપાસક રૂપે દશ નામ અંકિત થયા. ૧. આનંદ, ૨. કામદેવ, ૩. ચુલનીપિતા, ૪. સુરાદેવ, ૫. ચુલ્લશતક, ૬. કુંડકોલિક, ૭. સદાલપુત્ર, ૮, મહાશતક, ૯. નંદિનીપિતા, ૧૦. લેઇયા પિતા (સાલિદીપિતા). એ સિવાય પણ ઇસિભદ્ર પુત્ર, મહુઅ, બહુલ, વરુણ, ચેટકરાજા, દધિવાહન, શતાનીક, ચંડપ્રદ્યોત, શ્રેણિકરાજા, કોણિક, અંબર, ઉદાયી, વગૂર, નંદમણિયાર, પ્રદ્યોત, નંદિવર્ધન, નવમલકી, નવલેચ્છવી એ અઢાર ગણ રાજા, કેટલાંક અન્યતીર્થિક, તંગિયા નગરીના શ્રાવકો ઇત્યાદિ.
| આ પાત્રોનું વર્ણન તે તે કથાનકોમાં શ્રાવક આદિ વિભાગમાં કરાયેલ છે.) ૦ ભગવાન મહાવીરના શ્રમણીઓ :
ભગવંત મહાવીરને ચંદના પ્રમુખ ૩૬,૦૦૦ શ્રમણીઓ થયા. જેમાંના કેટલાંક પાત્રોના કથાનક આગમમાં દૃષ્ટિગોચર થાય છે. જેવા કે, મૃગાવતી, દેવાનંદા, પ્રિયદર્શના, જયંતી, નંદા, નંદવતી, નંદુત્તરા આદિ શ્રેણિક રાજાની તેર રાણી, શ્રેણિકની કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેન કૃષ્ણા, મહાસેન કૃણા એ દશ રાણીઓ, રાજા પ્રદ્યોની અંગારવતી શિવા આદિ આઠ રાણીઓ આદિ અનેક ભગવંતના શાસનના શ્રમણી બન્યા.
(* આ પાત્રોનું વર્ણન તે તે કથાનકોમાં શ્રમણી વિભાગમાં કરાયેલ છે.) ૦ ભગવાન્ મહાવીરના શ્રાવિકાઓ :
ભગવંત મહાવીરને સુલસા રેવતી વગેરે ૩,૧૮,૦૦૦ શ્રાવિકા હતા. તેમાંના કેટલાંકના નામો આગામોમાં અંકિત થયા જોવા મળેલ છે. જેમકે–શિવાનંદા, ભદ્રા, શ્યામા, ધન્યા, બહુલા, પૂષા, અગ્નિમિત્રા, અશ્વિની, ફાગુની, ઉત્પલા, સુભદ્રા. ચેલણા, મિત્તશ્રી, સુભદ્રા વગેરે અનેક ભગવંતના શાસનના શ્રાવિકા બન્યા.
( આ પાત્રોનું વર્ણન તે તે કથાનકોમાં શ્રાવિકા વિભાગમાં કરાયેલ છે.) ૦ ભગવાન મહાવીરના તીર્થમાં તીર્થકર નામ કર્મ બંધક :
શ્રમણ ભગવંત મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થંકર નામ ગોત્રકર્મનું ઉપાર્જન કર્યું. ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ, ૩. ઉદાયન, ૪. પોટિલઅણગાર, ૫. ઢાયુ, ૬. શંખ, ૭. શતક, ૮. સુલસા શ્રાવિકા અને ૯. રેવતી શ્રાવિકા. – ઠાણાંગ. ૮૭૦,
(* આ ઉલ્લેખ “ભાવિ તીર્થકર” વિભાગમાં જોવો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org