________________
૧૭૬
આગમ કથાનુયોગ-૧
ફક્ત ૧૦૦ વર્ષ કુમારી અવસ્થામાં રહ્યા. તેમણે રાજ્ય પણ ભોગવ્યું નહીં, અર્થાત્ તેઓ ૧૦૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. તેમાં જ્યારે એક વર્ષ બાકી હતું ત્યારે એક વર્ષ બાદ હું નિષ્ક્રમણ કરીશ અર્થાત્ દીક્ષા લઈશ એ પ્રમાણે ભ૦મલિ અર્ટો નિર્ધાર કર્યો.
તે કાળ, તે સમયે શક્રનું આસન ચલિત થયું જાણ્યું. શક્કે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો. તે દ્વારા તેણે ભમલિ અર્પાને જોયા. જોઈને તેના મનમાં આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતન અને પ્રશસ્ત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત ક્ષેત્રમાં મિથિલા નગરીમાં કુંભ રાજા અને પ્રભાવતી દેવીના પુત્રી મલ્લિ અર્વન્ત મનમાં આ પ્રકારે વિચાર કરે છે કે તે દીક્ષા લેશે. અતીત, વર્તમાન અને અનાગત દેવેન્દ્ર દેવરાજ શક્રનો આ પરંપરાગત આચાર છે કે દીક્ષા લેવાને માટે સમુદ્યત અહંત ભગવંતોને ત્યાં આટલા પ્રમાણમાં અર્થ સંપત્તિ પ્રદાન કરે. જેમકે –
ઇન્દ્ર ત્રણસો અઠાસી કરોડ એંસી લાખ સુવર્ણ મુદ્રા અલ્તને (ત્યાં) આપે છે. એ પ્રમાણે વિચારી, વૈશ્રમણ દેવને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! જંબૂઢીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીની પુત્રી ભગવતી મલિ અર્ડન્ત દીક્ષા લેવાનો મનમાં સંકલ્પ કર્યો છે – યાવત્ – ઇન્દ્ર તેને અર્થસંપત્તિ પ્રદાન કરે છે. તો હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને જંબૂઢીપના ભરત ક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં, કુંભરાજાના ભવનમાં આ પ્રમાણે અર્થસંપત્તિનું સંકરણ કરો. તેમ કરીને મારી આજ્ઞા પાલન થયાની સૂચના આપો.
ત્યારે તે વૈશ્રમણ દેવ દેવેન્દ્ર દેવરાજ શક્રની એ વાતને સાંભળી, હર્ષિત – સંતુષ્ટ થઈ, બે હાથ જોડી-દશ નખ ભેગા કરી મસ્તકે અંજલિ કરી, નતમસ્તકે હે વ્ર ! “તથાસ્તુ” એમ કહી વિનયપૂર્વક આજ્ઞા વચનનો સ્વીકાર કર્યો. સ્વીકારીને જંભક દેવોને બોલાવ્યા, પછી આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં જઈને કુંભરાજાના ભવનમાં ૩૮૮ કરોડ અને ૮૦ લાખ એ પ્રમાણે અર્થસંપત્તિ (સુવર્ણમુદ્રા)નું સંહરણ કરો. એમ કરીને મને જણાવો.
ત્યારે વૈશ્રમણ દેવની આ વાત સાંભળીને તે જંભક દેવો – યાવત્ – ઇશાન ખૂણામાં ગયા, જઈને વૈક્રિય સમુદુઘાત કર્યો કરીને સંખ્યાત યોજન પ્રમાણનો દંડ બનાવ્યો – યાવત્ – ઉત્તર વૈક્રિયરૂપની વિકુણા કરી, કરીને તેઓ ઉત્કૃષ્ટ – યાવત્ – દેવગતિથી ચાલતા જંબૂદીપના ભરતક્ષેત્રની મિથિલા રાજધાનીમાં જ્યાં કુંભરાજાનું ભવન હતું ત્યાં આવ્યા. આવીને કુંભરાજાના ભવનમાં ૩૮૮ કરોડ અને ૮૦ લાખ સુવર્ણમુદ્રાનું સંહરણ કર્યું. પછી પાછા આવીને વૈશ્રમણ દેવને આજ્ઞાનું પાલન થયાની સૂચના આપી. વૈશ્રમણ દેવે દેવેન્દ્ર દેવરાજ શક્રને તેમની આજ્ઞાનું પાલન થયાની સૂચના આપી. '
ત્યાર પછી ભમલિ અર્ડન્ત પ્રતિદિન – યાવત્ - માગધિક પ્રાતરાશ (અર્થાત્ મગધ દેશના પ્રાતઃથી લઈને બપોરના ભોજનકાળ)ના સમય સુધી ઘણાં સનાથોને, અનાથોને, પથિકો (-ભિક્ષાચર)ને, પથિકોને, કરોટિકો અને કાર્યાટિકોને (રોજ) એક કરોડ અને આઠ લાખ (સુવર્ણમુદ્રા) અર્થ સંપત્તિનું દાન કરતા હતા. (અહીં ૩૬૦ દિવસનું એક વર્ષ અભિપ્રેત છે. કેમકે તો જ રોજના એક કરોડ આઠ લાખ દ્રવ્ય પ્રમાણે ૩૮૮ કરોડ–૮૦ લાખ દ્રવ્ય થાય).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org