________________
તીર્થકર ચરિત્ર–ભષભકથા
૧૦૩
છે. હું પણ તેઓને જ અનુસરીશ. એવું વિચારી તે બોલ્યો કે, આ પુરુષત્વને ધિક્કાર છે જે અધર્મ યુદ્ધ માટે પ્રવૃત્ત થયું, મારે યુદ્ધ ન કરવું જોઈએ છતાં મેં યુદ્ધ કર્યું. હવે મારે ભોગનું પ્રયોજન નથી. તેણે ભરતને કહ્યું કે, લે આ તારું રાજ્ય, તું જ ભોગવ તેને. હું તો હવે પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. (અહીં કલ્પસૂત્ર વૃત્તિકાર કહે છે કે, ભરતને મારવા ઉગામેલી મુઠી નિષ્ફળ ન જવી જોઈએ તેમ વિચારી તે જ વખતે પોતાના મસ્તક પર મુઠી ચલાવી લોચ કર્યો. સર્વ સાવદ્યનો ત્યાગ કરી કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા) ભરત પણ તેને વંદન કરી, ક્ષમા યાચી સ્વસ્થાને ગયો. બાહુબલીના પુત્રને રાજારૂપે સ્થાપ્યો.
બાહુબલીને થયું કે, મારા નાના ભાઈઓ સમુત્પન્ન જ્ઞાનાતિશયા (કેવલજ્ઞાની) છે. હું નિરતિશય (અ-કેવલી) ત્યાં કેમ જઉં ? કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી હું અહીં જ કાયોત્સર્ગમાં લીન રહીશ. એ રીતે તે કાયોત્સર્ગ પ્રતિમાએ સ્થિર રહ્યા. પણ અભિમાનરૂપી પર્વતના શિખરે ચઢીને. ઋષભદેવ આ વાત જાણતા હતા છતાં તીર્થકરો અમૂઢલક્ષ્યા હોવાથી કંઈ ન બોલ્યા. એક વર્ષ પર્યન્ત બાહુબલી એ રીતે કાયોત્સર્ગ સ્થિર રહ્યા. તેના શરીરને વેલડીઓ વિંટાઈ વળી, પગમાં સાપે રાફડા બનાવ્યા. એક વર્ષ પુરું થયું ત્યારે ભગવંતે બ્રાહ્મી અને સુંદરીને મોકલ્યા. તે પહેલાં ન મોકલ્યા કેમકે તે પહેલાં બાહુબલીને સમ્યક્ બોધ ન થાત.
બ્રાહ્મી અને સુંદરી માર્ગ શોધતાં ત્યાં પહોંચ્યાં, વેલડી આદિથી વીંટાયેલા બાહુબલીને જોયા. તેમને જોઈને વંદન કર્યું. આ પ્રમાણે કહ્યું કે, પિતાજીએ (ભગવંતે) આજ્ઞા કરી છે કે, હાથી ઉપર ચઢીને કેવળજ્ઞાન ન થાય. આટલું કહી તે બંને ચાલી ગયા. બાહુબલીએ વિચાર્યું કે, અહીં હાથી ક્યાં છે ? તે બંને જુઠું તો બોલે નહીં. એમ ચિંતવતા જાણ્યું કે, હું માનરૂપી હાથી પર સવાર છું. મારા માનને છોડીને હું જાઉં, ભગવંતને વંદન કરું, તે સાધુ ભગવંતોને વાંદુ એમ વિચારી જેવો પગ ઉપાડ્યો કે તેને કેવળજ્ઞાન થયું. પછી તે કેવલીની પર્ષદામાં જઈને રહ્યા.
ભરત ચક્રવર્તી પણ રાજ્યને ભોગવવા લાગ્યા.
મરીચી પણ સ્વામી પાસે ઉગ્ર તપ સંયમપૂર્વક વિચારતા હતા. તે સામાયિક આદિ અગિયાર અંગ ભણ્યા – ચાવંત્ – ક્રિયામાં ઉદ્યત હતા (અહીંથી મરીચીનું કથાનક શરૂ થાય છે. અમે તેને ભગવંત મહાવીરના કથાનકમાં નોંધેલ છે.)
ભરત ચક્રવર્તીને પણ અંતે અનિત્યપણાની ભાવના ભાવતા કેવળજ્ઞાન થયું. દેવતાએ આપેલ મુનિવેશ ગ્રહણ કરી છેલ્લે મોલમાં ગયા. (ભરતના કથાનકની વિશેષ માહિતી ભરત ચક્રવર્તીની કથામાં નોંધી છે) ૦ ઋષભદેવનું નિર્વાણ કલ્યાણક :
કૌશલિક અર્હત્ ઋષભ વજઋષભનારાચ સંઘયણવાળા હતા. તેમનું સંસ્થાના સમચતુરસ્ત્ર હતું. તેમની ઊંચાઈ ૫૦૦ ધનુષ હતી. તેઓ વીસ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ મહારાજા રૂપે રહ્યા. એ રીતે વ્યાશી લાખ પૂર્વ વર્ષ ગૃહવાસમાં રહ્યા. પછી મુંડિત થઈ ગૃહવાસ ત્યાગ કરી અનારિક પ્રવજ્યાથી પ્રવ્રજિત થયા. તેઓ એક હજાર વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. એક હજાર વર્ષ જૂના એક લાખ પૂર્વ વર્ષ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org