________________
તીર્થકર ચરિત્ર–ભ-અરિષ્ટનેમિ-કથા
૧૯૫
જન્મમાં અતિ દુર્લભ એવા કામભોગોને ચાલ આપણે ભોગવીએ. સાંસારિક ભોગોનો આનંદ લઈ – ભૂક્તભોગી બનીને ફરી આપણે જિનમાર્ગે જઈશું. સંયમ પ્રતિ ભગ્ર મનોબળવાળા અને ભોગ વાસનાથી પરાજિત બનેલા રથનેમિને જોઈને તે સંભ્રાન્ત ન થઈ. પોતાને સંવરી લીધી – વસ્ત્રો પુનઃ ધારણ કરી લીધા. નિયમ અને વ્રતમાં અવિચળ રહેનાર શ્રેષ્ઠ રાજકન્યા રાજીમતિએ જાતિકુળ અને શીલની રક્ષા કરવા પૂર્વક રથનેમિને કહ્યું
તમે રૂપમાં વૈશ્રમણ જેવા હો, લલિતકળામાં નળકુબેર જેવા હો બીજું તો શું? સાક્ષાતુ. ઇન્દ્ર સમાન હો તો પણ હું તમારી ઈચ્છા કરતી નથી. હે અયશની એષણાવાળા! ધિક્કાર છે તમને કે જે તે ભોગી જીવન માટે ત્યક્ત ભોગોને ફરી ભોગવવાની ઈચ્છા કરે છે. આના કરતા તો મરી જવું શ્રેયસ્કર છે. હું ભોજરાજાની પૌત્રી અને તમે અંધકવૃષ્ણિના પૌત્ર છે. અરે ! અગંધન કુળમાં ઉત્પન્ન થયેલ સર્વ પ્રજ્વલિત અગ્નિમાં બળીને મરવાનું પસંદ કરે છે પણ વમેલા વિષને ફરી પીવાની ઈચ્છા કરતા નથી નેમિનાથે વમેલી એવી મને – તમે શા માટે ઈચ્છો છો? તમે સ્વસ્થ, સ્થિર, નિબૃત થઈને સંયમ પાળો. અન્યથા જે જે સ્ત્રીને જોઈને રાગ કરશો તો વાયુકંપિત હS, વનસ્પતિ માફક અસ્થિર બની જશો. હે રથનેમિ ! તમે ઇન્દ્રિયોને વશમાં રાખી, અનાચારથી તમારી જાતને દૂર રાખો, આત્માનો સંવર કરો.
રાજીમતિના સુભાષિત વચનો સાંભળીને, જે રીતે અંકુશથી હાથી વશ થાય તેમ રથનેમિ ધર્મમાં સમ્યક્ પ્રકારે સ્થિર થયા. મન, વચન, કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય અને વ્રતી બન્યા. જાવજીવ પર્યત નિશલભાવે શ્રામણ્યનું પાલન કર્યું. ઉગ્રતાના આચરણ દ્વારા તેમજ રથનેમિ અર્હત્ અરિષ્ટનેમિ પાસે પ્રાયશ્ચિત્ ગ્રહણ કરીને અને રાજીમતિ વિશુદ્ધ ભાવથી દીક્ષા આરાધી બંને કેવળી બન્યા. સર્વ કર્મનો ક્ષય કરી બંને મોક્ષે પધાર્યા. ૦ ભ૦અરિષ્ટનેમિની ગણધરાદિ સંપદા :
અર્હત્ અરિષ્ટનેમિને અઢાર ગણ અને અઢાર ગણધર થયા. (આવશ્યક નિર્યુક્તિ ૨૬૮ મુજબ ૧૧ ગણ, ૧૧ ગણધર હતા.) અર્હત્ અરિષ્ટનેમિની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૧૮,૦૦૦, શ્રમણીઓની ૪૦,૦૦૦, શ્રાવકોની ૧,૬૯,૦૦૦ અને શ્રાવિકાઓની ૩,૩૬,૦૦૦ની હતી. અહંતુ અરિષ્ટનેમિના શિષ્યોમાં ૧,૫૦૦ અવધિજ્ઞાની, ૧,૦૦૦ વિપુલ મતિ મન:પર્યવજ્ઞાની, ૧,૫૦૦ કેવળજ્ઞાની, પોતે જિન ન હોવા છતાં સઘળાં અક્ષરોના સંયોગના યથાર્થને જાણનારા એવા ૪૦૦ ચૌદપૂર્વી, દેવ-મનુષ્ય કે અસુરની સભામાં પરાજિત ન થાય તેવા વાદકળા નિપુણ ૮૦૦ વાદી, ૧,૫૦૦ વૈક્રિય લબ્ધિધર અને અનુત્તર વિમાને ઉત્પન્ન થનારા ૧,૬૦૦ મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુના ૧,૫૦૦ શ્રમણો અને ૩,૦૦૦ શ્રમણીઓ સિદ્ધ થયા. ૦ ભ, અરિષ્ટનેમિની અંતકૃત્ ભૂમિ :
અત્ અરિષ્ટનેમિને બે પ્રકારની અંતકૃત્ ભૂમિ થઈ. ૧. યુગાંતકર અને ૨. પર્યાયાંતકર – યાવત્ – આઠમાં પુરુષ સુધી (અર્થાત્ પાટ પરંપરા સુધી) મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. બીજી પર્યાયાંતકર ભૂમિ – પ્રભુના કેવળજ્ઞાન પછી બે વર્ષ પછી કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો અર્થાત્ પ્રભુના કેવળજ્ઞાન બાદ બે વર્ષ પછી નિર્વાણ માર્ગ ચાલુ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org