________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨ ૨ ૩
ત્યારે તે વિશ્વભૂતિ મુનિએ નિયાણું કર્યું કે, “જો મારા તપ–નિયમ અને બ્રહ્મચર્યનું કંઈ ફળ હોય તો આગામી ભવમાં હું અપરિમિત બળવાળો બનું.” એ રીતે નિયાણું કર્યા પછી તેની આલોચના કર્યા વિના જ તે મૃત્યુ પામ્યા. એક કરોડ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. જેમાં ૧,૦૦૦ વર્ષ દીક્ષા પાળી.
(વિશ્વભૂતિના ભવના આગમ સંદર્ભ) આવ.નિ. ૪૪૪ થી ૪૪૬ + ; આવ ચૂ.૧–પૃ. ૨૩૦ થી ૨૩૨; આવ મલય..પૂ. ર૪૯;
સમ. ૩૩૪, ૩૩૯;
કલ્પ.સુ. ૧––. (૧૭) મહાશુક્ર દેવલોક-સત્તરમો ભવ :
ત્યાંથી મહાશુક દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. (૧૮) ત્રિપૃષ્ઠ વાસુદેવ-અઢારમો ભવ :
ભ૦મહાવીરનો જીવ મહાશુક્ર કલ્પથી ચ્યવને પોતનપુર નગરના રાજા પ્રજાપતિની પત્ની મૃગાવતી દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તે પ્રથમ વાસુદેવ “ત્રિપૃષ્ઠ" થયા.
રાજાનું પ્રજાપતિ નામ કઈ રીતે થયું? તેનું નામ પહેલા “રિપુપ્રતિશત્રુઓ હતું. તેની ભદ્રા નામની પત્ની (રાણી)ની કુક્ષિથી અચલ નામે પુત્ર અને મૃગાવતી નામે પુત્રી થઈ. અચલની બહેન મૃગાવતી અતિ રૂપવતી હતી. તેણી બાળભાવને છોડીને યુવાન થઈ. એક વખત સર્વ અલંકારોથી વિભૂષિત થઈ તેણી પિતાને પ્રણામ કરવા ગઈ. ત્યારે રાજાએ તેણીને પોતાની ગોદમાં બેસાડી. રાજા તેણીના રૂ૫–ચૌવન અને અંગસ્પર્શથી મૂચ્છિત થયો - અતિ કામાતુર થયો. તેણીની સાથે લગ્ન કરવાનો ઉપાય વિચારી તેણીને વિદાય કરી.
ત્યાર પછી નગરના લોકોને બોલાવીને પૂછયું, “રાજ્યમાં જે રત્ન ઉત્પન્ન થાય તેના સ્વામી કોણ થાય ?” ત્યારે નગરજનોએ કહ્યું કે, “હે સ્વામી ! ઉત્તમ રત્ન તો રાજાના જ કહેવાય. આ પ્રમાણે તેણે ત્રણ વખત પૂછયું અને લોકોના મોઢે બોલાવ્યું કે, ઉત્તમ રત્નના માલિક રાજા જ કહેવાય. પછી રાજાએ દાસીને કહીને મૃગાવતીને રાજસભામાં બોલાવી. આ બનાવથી લોકો લજ્જિત થઈ નીકળી ગયા. પછી રાજાએ ગાંધર્વ વિવાહથી મૃગાવતી સાથે લગ્ન કર્યા. પોતાની પત્ની રૂપે રાખી. આ પ્રમાણે તે રાજા પોતાની પ્રજા એટલે સંતતિનો પતિ થયો તેથી તેનું નામ પ્રજાપતિ થયું.
ત્યારે વિશ્વભૂતિ (ભ,મહાવીરનો સોળમો ભવ) મહાશુક્ર કલ્પે ઉત્પન્ન થયેલો તે વીને મૃગાવતીની કૃષિમાં ઉત્પન્ન થયો. માતાએ સાત સ્વપ્નો જોયા. સ્વપ્ન પાઠકોએ તે સ્વપ્નનું ફળકથન કરતા પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયા વિશે જણાવ્યું. ગર્ભકાળ પૂરો થતા તેનો જન્મ થયો. તે પુત્રના પૃષ્ઠ ભાગમાં ત્રણ પાંસળીઓ હોવાથી તેનું ત્રિપૃષ્ઠ એવું નામ રખાયું. અનુક્રમે તે ત્રિપૃષ્ઠ યૌવન અવસ્થાને પામ્યા.
આ તરફ પ્રતિવાસુદેવ “અશ્વગ્રીવ નામે મહામાંડલિક રાજા હતા. તેણે નિમિત્તકને પૂછયું કે, મને કોના તરફથી ભય છે ? અર્થાત્ મારું મૃત્યુ કઈ રીતે થશે ? ત્યારે નિમિત્તકે જણાવ્યું કે, જે આપના ચંદ મેઘદૂતનું અપમાન કરશે, બીજું જે તમારા મહાબલી સિંહને મારશે, તેનાથી તમને ભય છે. તેણે સાંભળેલું કે, તેના માંડલિક રાજા પ્રજાપતિના પુત્રો ઘણાં જ બળવાનું છે. ત્યારે તેની પરીક્ષા માટે ચંદમેઘ દૂતને મોકલ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org