SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ આગમ કથાનુયોગ-૧ ઉક્ત ૭૨–કળાઓમાં લેખન એટલે હંસલિપિ વગેરે અઢાર જાતની લિપિ. તે કળા ભગવંતે જમણા હાથે બ્રાહ્મીને શીખવી સુંદરીને એક, સો, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ ઇત્યાદિ દશ-દશ ગણી સંખ્યાવાળું ગણિત ડાબે હાથે શીખવેલું. કાષ્ઠ કર્માદિરૂપ કર્મ ભરતને શીખવ્યું. પુરુષાદિના લક્ષણ બાહુબલિને શીખવ્યા. –૦- સ્ત્રીઓની ચોસઠ કળા :- ૧. નૃત્ય, ઔચિત્ય, ચિત્ર, વારિત્ર, ૫. મંત્ર, તંત્ર, ધનવૃષ્ટિ, ફલાકૃષ્ટિ, સંસ્કૃતજલ્પ, ૧૦. ક્રિયાકલ્પ, ૧૧. જ્ઞાન, વિજ્ઞાન, દંભ, અંબુસ્તંભ, ૧૫. ગીતમાન, તાલમાન, આકારગોપન, આરામરોપણ, કાવ્યશક્તિ, ૨૦. વક્રોકિત, નરલક્ષણ, હાથી-ઘોડાની પરીક્ષા, વાસ્તુસિદ્ધિ, લઘુબુદ્ધિ, ૨૫. શકુન વિચાર, ધર્માચાર, અંજનયોગ, ચૂર્ણયોગ, ગૃહિધર્મ, ૩૦. સુપ્રસાદન કર્મ, કનક સિદ્ધિ, વર્ણિકા વૃદ્ધિ, વાક્પટુતા, કાલાઘવ, ૩૫. લલિતચરણ, તૈલ સુરભિતાકરણ, નૃત્યોપચાર, ગેહાચાર, વ્યાકરણ, ૪૦. પરનિરાકરણ, વીણાનાદ, વિતંડાવાદ, અંકસ્થિતિ, જનાચાર, ૪૫. કુંભભ્રમ, સારિશ્રમ, રત્નમણિભેદ, લિપિ પરિચ્છેદ, વૈદ્યક, ૫૦. કામાવિષ્કરણ, રંધન, ચિકુરબંધ, શાલીખંડન, મુખમંડન, પપ. કથાકથન, કુસુમસુગ્રથન, વરવેશ, સર્વભાષા વિશેષ, વાણિજ્ય, ૬૦. ભોજ્ય, અભિધાન પરિજ્ઞાન, આભૂષણ પરિધાન, અંત્યાક્ષરી અને ૬૪. પ્રશ્ન પહેલિકા. ૦ પુત્રોનો રાજ્યાભિષેક - શિલ્પ, કળા અને અસિ આદિ કર્મોને શીખવી, લોકોના જીવનને સરસ–શિષ્ટ તથા વ્યવહાર યોગ્ય બનાવી પોતાના સો પુત્રોને સો રાજ્ય ઉપર અભિષેક કરી અલગ-અલગ રાજ્યો સોંપી દીધા. પ્રભુએ ભરતને વિનીતા નગરીનું મુખ્ય રાજ્ય આપ્યું. બાહુબલિને તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું અને બાકીના અઠાણુ પુત્રોને જુદા જુદા દેશ આપ્યા. –૦- પ્રભુના ૧૦૦ પુત્રોના નામ:- ૧. ભરત, બાહુબલિ, શંખ, વિશ્વકર્મા, વિમલ, સુલક્ષણ, અમલ, ચિત્રાંગ, રચાતકીર્તિ, વરદત્ત, ૧૧. સાગર, યશોધર, અમર, રથવર, કામદેવ, ધ્રુવ, વત્સ, નંદ, સૂર, સુનંદ, ૨૧. કુરુ, અંગ, બંગ, કોશલ, વીર, કલિંગ, માગધ, વિદેહ, સંગમ, દશાણ, ૩૧. ગંભીર, વસુવર્મા, સુવર્મા, રાષ્ટ્ર, સુરાષ્ટ્ર, બુદ્ધિકર, વિવિધકર, સુયશા, યશકીર્તિ, યશસ્કર, ૪૧. કીર્તિકર, સૂરણ, બ્રહ્મસેન, વિક્રાંત, નરોત્તમ, પુરુષોત્તમ, ચંદ્રસેન, મહાસેન, નભસેન, ભાનુ, ૫૧. સુકાંત, પુષ્પયુત, શ્રીધર, દુર્ધર્ષ, સુસુમાર, દુર્જય, અર્જયમાન, સુધર્મા, ધર્મસન, આનંદન, ૬૧. આનંદ, નંદ, અપરાજિત, વિશ્વસેન, હરિષણ, જય, વિજય, વિજયંત, પ્રભાકર, અરિદમન, ૭૧. માન, મહાબાહુ, દીર્ઘબાહુ, મેઘ, સુઘોષ વિશ્વ, વિજયંત, પ્રભાકર, અરિદમન, ૭૧. માન, મહાબાહુ, દીર્ઘબાહુ, મેઘ, સુઘોષ, વિશ્વ, વરાહ, સુસેન, સેનાપતિ, કપિલ, ૮૧. શૈલવિચારી, અરિજય, કુંજરબલ, જયદેવ, નાગદત્ત, કાશ્યપ, બલ, ધીર, શુભમતિ, સુમતિ, ૯૧. પદ્મનાભ, સિંહ, સુજાતિ, સંજય, સુનાભ, નરદેવ, ચિત્તહર, સુરવર, દઢ રથ અને ૧૦૦. પ્રભંજન. ૦ ઋષભદેવનું દીક્ષા કલ્યાણક : કૌશલિક અત્ ઋષભ વીશ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહ્યા. પછીના ત્રેસઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy