________________
૧૧૨
આગમ કથાનુયોગ-૧
તીર્થ પ્રવર્તન થયેલ.
સંભવનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે ધર્મોપદેશ પામવો તેઓને માટે સુગમ હતો.
સંભવનાથ પ્રભુને ૧૦૨ ગણ થયા, ૧૦૨ ગણધર થયા. તેમના પ્રથમ શિષ્યનું નામ ચારુ હતુ અને પ્રથમ શિષ્યા “શ્યામા' હતા. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની બે લાખ, શ્રમણીઓની ૩,૩૬,૦૦૦, શ્રાવકોની ૨,૯૩,૦૦૦ અને શ્રાવિકાઓની ૬,૩૬,૦૦૦ની હતી.
સંભવનાથ ભગવંતના શિષ્યોમાં ૯,૬૦૦ અવધિજ્ઞાની, ૧૨,૧૫૦ મન:પર્યવ જ્ઞાની, ૧૫,૦૦૦ કેવલી મુનિ, ૨,૧૫૦ ચૌદ પૂર્વધર, ૧૨,૦૦૦ વાદીમુનિ અને ૧૯,૮૦૦ વૈક્રિય લબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી.
પ્રભુ ચાર પૂવગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. આ વાત આવશ્યક મતે છે સમવાય–સૂત્ર ૧૩૭ મુજબ તે એક લાખ પૂર્વનો છે. તેમાં ૧૪ વર્ષનો છમસ્યકાળ હતો. શેષ કાળ કેવલી પર્યાયરૂપે વ્યતીત કર્યો. સાઈઠ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા સંભવનાથ ભગવંત ચૈત્રસુદ-પાંચમના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક હજાર મુનિવરો સહિત, સમેતશિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા.
સંભવનાથ પ્રભુના નિર્વાણ બાદ દશ લાખ કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ ચોથા તીર્થકર અભિનંદન સ્વામી થયા.
ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર ‘અગ્રિસેન' ભ૦ સંભવનાથના સમકાલીન હતા. આગમ સંદર્ભ:ઠા. ૧૧૬, ૧૧૪, ૯૨૧;
સમ. ૪૯, ૫૩, ૨૪, ૧૮૫, ૨૬૩ થી ૩૧૧ મળે, ભL ૭૯૪;
આવયૂ ૪ થી ૬, ૪૧ થી ૪૩; આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦ મધ્યે ૧૦૮૦૧૦૮૧;
આવયૂ. ૧–પૃ. ૩૯, ૨૧૭, ૨૪૮; આવ.મ.. ૨૦૬, ૨૦૮ થી ૨૧૪, ૨૩૭ થી,
નંદી ૧૮; તિસ્થા. ૩૧૬, ૩૬૧, ૩૯૧, ૪૦૫, ૪૪૪, ૪૫૭, ૪૬૬ (મૂ. ૪૪૪માં તે ગણધર સંખ્યા ૯૫ નોધે છે)
કલ્પ. ૧૮૮;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org