________________
૧૧૩
તીર્થકર ચરિત્ર-અભિનંદન (માહિતી) (૪) ભ.અભિનંદન કથાનક (બોલ સંગ્રહ રૂપે)
આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચોથા તીર્થકર ભગવંત શ્રી અભિનંદન સ્વામી થયા. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં ધર્મસીંહ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ ભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને જયંત નામના અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. (ત્રિષષ્ઠી સલાકામાં વિજય વિમાન કહ્યું છે.) ત્યાં બત્રીશ સાગરોપમનું દેવ આયુ ભોગવ્યું.
દેવતાના ભવથી ચવીને તેઓ વિનિતા નગરીમાં સંવર રાજાની પત્ની સિદ્ધાર્થી રાણીની કુક્ષિમાં વૈશાખ સુદ ચોથના દિવસે અભિજિત નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સિદ્ધાર્થા માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા.
મહાસુદ બીજના દિવસે અભિજિત નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે વિનિતા નગરીમાં ભઅભિનંદનનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી શક્રેન્દ્રએ વારંવાર તેને અભિનંદિત કર્યા. તેથી તેનું નામ અભિનંદન રખાયું. બીજો એ અર્થ પણ છે કે, દેવેન્દ્ર આદિ દ્વારા અભિનંદાતા હોવાથી તેનું નામ અભિનંદન પડ્યું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. તેમનું લાંછન કપિ (વાંદરો) હતું.
ભઅભિનંદન બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ સાડા બાર લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. સાડા છત્રીસ લાખ પૂર્વ અને આઠ પૂર્વાગ તેમણે માંડલિક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ઓગણપચાસ લાખ પૂર્વ અને આઠ પૂર્વાગ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૩૫૦ ધનુષની ઊંચાઈવાળા તે પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા.
વિષયો (ઇન્દ્રિય ધર્મ અને રાજ્યનો પરિત્યાગ કરી, મહાસુદ-બારસને દિવસે સુપ્રસિદ્ધ નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં અભિનંદન સ્વામી વિનિતા નગરથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે અભિજિત નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પ્રભુએ એક હજાર પુરુષો સહિત દીક્ષા લીધી
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી અભિનંદન પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ સાકેતનગરના ઇન્દ્રદત્ત નામના ગૃહસ્થ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજધાની આદિ આર્ય ભૂમિમાં વિચરણ કરેલું અભિનંદન સ્વામી અઢાર વર્ષ છઘવસ્થાવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો.
તે કાળે અભિનંદન સ્વામીએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે પોષસુદ-ચૌદશના પ્રાતઃકાળે સૂર્યોદય સમયે અભિજિત નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો, ત્યારે વિનિતા નગરીથી બહાર સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં પ્રિયક વૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમના સમવસરણ મધ્યે રચેલ ચૈત્યવૃક્ષની ઊંચાઈ બે ગાઉ અને બસો ધનુષની હતી. પ્રભુના કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ
International
For Private & Personal Use Only
www.jainelibrary.org