________________
૧૪૦
આગમ કથાનુયોગ-૧
વૃક્ષ જેવા શોભી રહ્યા હતા. પ્રભુની સાથે રજક્રીડા કરી પોતાના આત્માને મહામૂલ્ય કરવાને ઈચ્છતા દેવતા આશાતનાથી બીતા બીતા પ્રભુને રમાડતા હતા. કાળક્રમે પ્રભુ યૌવનને પામ્યા. તેમનું વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. પ્રભુ ચાલીશ ધનુષની ઊંચાઈવાળા થયા. તેમનું લાંછન મૃગ (હરણ) હતું. પિતાની આજ્ઞાને સ્વીકારીને શાંતિનાથ પ્રભુએ યૌવન વયે લગ્ન કર્યા. યશોમતિ (સમવાયાંગ મુજબ વિજયા) આદિ કન્યાઓ પણ આવા પતિને પ્રાપ્ત કરીને પોતાને ધન્ય માનતી હતી.
૦ ભશાંતિનું રાજવીપણું - જ્યારે શાંતિનાથ પ્રભુની ઉમર ૨૫,૦૦૦ વર્ષની થઈ ત્યારે વિશ્વસેન રાજાએ તેમનો રાજ્યાભિષેક કર્યા. રાજાએ પોતાનું આત્મહિત સાધવું શરૂ કર્યું અને શાંતિનાથ પ્રભુ માંડલિક રાજા બન્યા. અર્વત્ પ્રભુને પણ નિકાચીત ભોગનીય કર્મ અવશ્ય ભોગવવું પડે છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી દઢરથ (મેઘરથના ભવનો તેનો ભાઈ)નો જીવ ચ્યવીને શાંતિનાથ પ્રભુની પટ્ટરાણી યશોમતીની કૃષિમાં પુત્ર રૂપે અવતર્યો. તે વખતે યશોમતી રાણીએ મુખમાં પ્રવેશ કરતા ચક્રને સ્વપ્નમાં જોયું. જ્યારે તેણે આ વાત (શાંતિનાથ) રાજાને જણાવી ત્યારે પ્રભુએ જણાવ્યું કે, તું વિશ્વમાં આભુષણરૂપ એવા એક પુત્રને જન્મ આપીશયશોમતી રાણીએ પણ પૂર્ણ સમયે એક સુલક્ષણા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ચક્રાયુધ પાડ્યું.
૦ ભ. શાંતિનું ચક્રવર્તીપણું :- શાંતિનાથ રાજાને માંડલિક રાજારૂપે રાજ્ય ભોગવતા ૨૫,૦૦૦ વર્ષ પુરા થયા ત્યારે (તેમની ઉંમર ૫૦,૦૦૦ વર્ષ થઈ ત્યારે) તેમની શસ્ત્રશાળામાં એક ચક્ર ઉત્પન્ન થયું. ચક્રપૂજા કરીને પ્રભુ તેને અનુસરતા લીલા માત્રમાં ભારતના છ ખંડને જીતી લીધા. (ખંડ સાધનાનું વિસ્તૃત વર્ણન ભરત ચક્રવર્તી કથાનકમાં આવે છે.) બત્રીસ હજાર રાજાઓ જેની સેવા કરી રહ્યા છે તેવા શાંતિનાથ ષટુ (છ) અરિ વર્ગની જેમ ષટુ ખંડ ભારતને સાધી ગજપુર (હસ્તિનાપુર) નગરે પાછા ફર્યા. ત્યાં દેવતાઓએ અને બીજા રાજાઓએ શાંતિનાથનો ચક્રવર્તી રૂપે અભિષેક કર્યો. ત્યાંના લોકો ખૂબ જ હર્ષિત થયા. ચક્રવર્તીની લક્ષ્મી તથા અંતઃપુરની રાણીઓ સાથે ભોગ ભોગવતા (આઠસો વર્ષ જૂન) ૨૫,૦૦૦ વર્ષ પુરા થયા.
૦ ભશાંતિનાથની દીક્ષા :- શાંતિનાથ પ્રભુ ૨૫,૦૦૦ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા, ૨૫,૦૦૦ વર્ષ માંડલિક રાજારૂપે રહ્યા, ૨૫,૦૦૦ વર્ષ ચક્રવર્તીપણે રહ્યા. એ રીતે ૭૫,૦૦૦ વર્ષ ગૃહસ્થપણામાં વ્યતીત કર્યા. ત્યારે લોકાંતિક દેવોએ આવી પ્રભુને તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતી કરી, પ્રભુએ નિદાન રહિતપણે એક વર્ષ પર્યત દાન આપ્યું (વાર્ષિક દાન આપ્યું) પોતાના પુત્ર ચક્રાયુધને રાજ્ય સોંપી દીક્ષા લેવા માટે ઉદ્યત થયા.
વિષયો અને છ ખંડ ભારત રાજ્યનો પરિત્યાગ કરી, જેઠવદ-ચૌદશ (ગુજરાતીવૈશાખ વદ-૧૪)ને દિવસે નાગદત્તા નામની શિબિકામાં બેસીને (ઉત્તરાધ્યયન-ભાવ વિજય કૃત વૃત્તિમાં શિબિકાનું નામ “સર્વાથ" જણાવેલ છે. ત્રિષષ્ઠી શલાકા ચરિત્રમાં પણ આ જ નામ છે.) દિવસના પાછલા પ્રહરમાં શાંતિનાથ પ્રભુ ગજપુર નગરથી દીક્ષા લેવાને માટે નીકળ્યા. સુર અસુર અને અન્ય રાજાઓએ પ્રભુના નિષ્ક્રમણનો મહોત્સવ કર્યો. તે વખતે પ્રભુની ઉમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે ભરણી નક્ષત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org