________________
: તીર્થકર ચરિત્ર–ભશાંતિકથા
૧૪૧
ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં પ્રભુએ ૧૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. ભગવંતને ચોથુ મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું (પ્રત્યેક તીર્થકરને જન્મથી જ ત્રણ જ્ઞાન હોય છે)
દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી શાંતિનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. મંદિર નામક નગરીમાં સુમિત્ર એ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવીભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધરાજધાની આદિ આર્ય ભૂમિમાં અપ્રતિબદ્ધ વાયુ પેઠે વિચરણ કર્યું. એક વર્ષ એ રીતે ઉગ્ર તપસ્યાપૂર્વક છપસ્થપણામાં વિચરતા-વિચરતા ફરી હસ્તિનાપુરના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા.
તે કાળે શાંતિનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી, પોષ સુદ નોમને દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય વેળાએ ભરણી નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ પ્રાપ્ત થયો ત્યારે, ગજપુર નગરની બહાર સહસ્સામ્રવન ઉદ્યાનમાં નંદીવૃક્ષની નીચે શુક્લધ્યાનની ધારાએ ચઢેલા પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ઇન્દ્રાદિ દેવોએ આવી સમવસરણની રચના કરી. તેની મધ્યમાં રચાયેલ ચૈત્યવૃક્ષ ૪૮૦ ધનુષુ ઊંચુ હતું.
સમવસરણના પૂર્વ ધારેથી ત્રિભુવન પ્રભુ શાંતિનાથે તેમાં પ્રવેશ કર્યો. સિંહાસન ઉપર પૂર્વ તરફ મુખ રાખીને પ્રભુ બેઠા. ધર્મ કથનનો (દેશનાનો) આરંભ કર્યો. વ્યંતરોએ પણ બાકીની ત્રણ દિશામાં શાંતિનાથ પ્રભુના જેવી જ ત્રણ પ્રતિમા બનાવી. પ્રભુના પ્રભાવ થકી ત્રણે પ્રતિમા સાક્ષાત્ શાંતિનાથ પ્રભુ ત્યાં બિરાજમાન હોય તેવી શોભવા લાગી. ઉદ્યાનપાલકે પણ ચક્રાયુધ રાજા પાસે જલદીથી જઈને પ્રભુના કેવળજ્ઞાન થયાની વાત જણાવી. રાજાએ પણ તેને પ્રીતિદાન કર્યું. રાજા પ્રભુની પાસે જવા, વંદન કરવા, પરમાત્માની સ્તવના કરવા અને સમીહિત ધર્મને શ્રવણ કરવા અતિ ઉત્સુક બન્યો.
દેશના સાંભળી જિનેશ્વરને નમન કરી ચક્રાયુધ રાજાએ કહ્યું, હે નાથ ! તમે કરુણા રૂપી અમૃતના સાગર છો, આપ અમારી સામે દૃષ્ટિ કરો, હું ભયથી છળાયેલો છું. ભવરૂપી રાક્ષસથી મને બીક લાગે છે. તે વિભુ ! દીક્ષા રૂપી રક્ષાથી આપ મને અનુગ્રહિત કરો. શાંતિનાથ પ્રભુની અનુમતિ પામી, રાજાએ પોતાના પુત્રને રાજ્ય ભાર સોંપીને ત્યાંને ત્યાં જ તુરંત ૩૫ અન્ય રાજા સહિત દીક્ષા ગ્રહણ કરી.
ભગવંત પાસેથી ત્રિપદી પામીને દ્વાદશાંગીને ધારણ કરનારા એવા છત્રીશ ગણધરો થયા. (આવશ્યક નિર્યુક્તિ, ઉત્તરાધ્યયન – ભાવ વિજય–વૃત્તિ, ત્રિષ્ટીચરિત્ર, પ્રવચન સારોદ્ધાર આદિમાં ગણધર સંખ્યા ૩૬ બતાવે છે. જ્યારે સમવાયાંગ ગણધરોની સંખ્યા ૯૦ બતાવે છે. તિર્થંગારિત પયત્રામાં આ સંખ્યા ૪૦ની બતાવેલ છે) બીજા પણ ઘણાં નરનારીઓએ દીક્ષા ગ્રહણ કરી. કેટલાકે શ્રાવકધર્મ પણ સ્વીકાર્યો. એ રીતે પ્રભુના કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયું.
શાંતિનાથ પ્રભુએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું). તેમના સાધુ-સાધ્વીજીઓ સુઆગેયતા આદિ ગુણવાળા હોવાથી તેઓને માટે ધર્મોપદેશ પામવો સુગમ હતો.
શાંતિનાથ પ્રભુને ૩૬ ગણ અને ૩૬ ગણધર થયા (સમવાયાંગ મતે ૯૦-૯૦ અને તિર્થોદુગારિત પયત્રાના મતે ૪૦-૪૦ થયા) તેમના પ્રથમ શિષ્યનું નામ ચક્રાહ (ચકાયુધ) હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org