________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૧૭
ભ-મહાવીરનો જીવ બીજા ભવનું દેવાય પૂર્ણ કરી ત્રીજા ભવે ભગવંત ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરત, તેના પુત્ર મરીચિ નામે ઉત્પન્ન થયા. અર્થાત્ ભ ષભના પૌત્ર પણે જખ્યા. તેના જન્મતાની સાથે જ “મરીચિ' અર્થાત્ કિરણો નીકળ્યા. તેથી તેને કિરણોયુક્ત જાણી તેનું “મરીચિ” નામ રખાયેલું. ભગવંત ઋષભદેવની પ્રથમ દેશના સાંભળી તે સત્વબુદ્ધિવાળા મરીચિએ પણ દીક્ષા લીધી. ત્યાર પછી સામાયિક આદિ અગિયાર અંગો તે ભણ્યા.
કોઈ એક વખતે ઉનાળામાં તાપ આદિથી પીડાતા અને અસ્નાન પરીષહ સહન ન થવાથી તેઓ સંયમથી વિચલિત થઈ કુલિંગાણાની વિચારણા કરવા લાગ્યા – મેરૂ પર્વત જેવો આ સંયમનો ભારે બોજ હું એક મુહુર્ત પણ સહન કરવાને માટે સમર્થ નથી. આ શ્રમણો તો વિશિષ્ટ શાંતિ-સમા આદિ ગુણોવાળા હોવાથી આવો શ્રમ–તપ અથવા કષ્ટાદિ સહન કરે છે. પણ હું હવે ધૃતિ આદિ ગુણ વગરનો છું અને સંસારની ઈચ્છાવાળો છું. હવે મારે શું કરવું? ઘેર જવુંગૃહસ્થપણું લેવું મારે માટે અનુચિત છે. શ્રમણગુણોનું હું પાલન કરી શકું તેમ નથી. આ પ્રમાણે વિચારણા કરતા તેઓ કોઈના પણ ઉપદેશ વિના સ્વમતિ કલ્પનાથી એવું વિચારવા લાગ્યા કે, મારી શાશ્વત બુદ્ધિથી મને વર્તમાન કાલોચિત્ત એવો ઉપાય ખરેખર પ્રાપ્ત થયો છે. તે આ પ્રમાણે
- તેમણે સંકલ્પ કર્યો કે, હું હવે નવીન પ્રકારનો વેશ રચે શ્રમણો મનદંડ, વચનદંડ, કાયદંડ એ ત્રણે દંડથી વિરમેલા છે. ઐશ્વર્યાદિ “ભગ” યોગથી ભગવંત છે. અંતઃકરણથી અશુભ વ્યાપાર પ્રવૃત્તિનો પરિત્યાગ કરેલ છે. અશુભ કાય વ્યાપારનો ત્યાગ કરવાથી તેઓએ પોતાના અંગોને સંકોચી લીધા છે. હું તો તેવો છું નહીં.” મેં તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોને જીતી નથી. હું તો તેનાથી પરાજિત થયેલો છું અર્થાત્ મન, વચન, કાયાના દંડથી પરાજિત એવો હું “અજિતેન્દ્રિય દંડ” હોવાથી તે વાતનું વિસ્મરણ મને ન થાય તે માટે મારે ત્રિદંડ રૂપ ચિહ્ન થાઓ. (એટલે કે હું ત્રિદંડને ધારણ કરીશ)
શ્રમણો દ્રવ્ય અને ભાવથી મુંડિત હોય છે. કેમકે દ્રવ્યથી લોચ કરેલ હોય છે. ભાવથી ઇન્દ્રિય જન્ય રાગદ્વેષ વર્જેલા હોય છે. પરંતુ હું ઇન્દ્રિય મુંડ નથી. તેથી અનિન્દ્રિય મુંs એવા મારે દ્રવ્ય મંડપણાને શું કરવું ? હવે હું અસ્ત્રા વડે હજામત કરીશ અને માથે ચોટલી રાખીશ.
સાધુઓ સર્વ પ્રાણાતિપાત આદિ સર્વ પ્રકારે સર્વ વિરત છે. હું તો તેવો છું નહીં. તેથી મારે હવેથી હંમેશાં સ્થૂલ પ્રાણાતિપાત આદિથી વિરમવા રૂપ દેશવિરતિ થાઓ.
શ્રમણોને હિરણ્યાદિ અલ્પ પણ વિદ્યમાન ન હોવાથી તેઓ અકિંચન હોય છે. પણ હું તેવો નથી. તેથી (મોક્ષ)માર્ગની વિસ્મૃતિ ન થાય તે માટે હું પવિત્રિકા-(કમંડલ) ઘારણ કરીશ. વળી સાધુઓ શીલરૂપી સુગંધથી વાસિત હોય છે. હું તો શીલ વડે સુગંધી નથી. તેથી હું ચંદનાદિ સુગંધીથી સુગંધિત રહીશ. શ્રમણો મોહરહિત હોય છે. પણ હું તો નિર્મોહી છું નહીં. તેથી મોહ આચ્છાદિત એવો હું માથે છત્ર ધારણ કરીશ. શ્રમણો ઉઘાડે પગે ચાલનારા છે. હું ઉપાનહ અર્થાત્ પગમાં પાદુકા પહેરીશ.
શ્રમણોમાં જેઓ સ્થવિર કલ્પી છે તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. જેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org