________________
તીર્થંકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૭૫
૦ સંગ્રહણી ગાથાર્થ :
(જરામરણથી વિમુક્ત જિનવર મહાવીરને માટે તે શિબિકા લવાઈ. જે જળ અને સ્થળમાં ઉત્પન્ન થનારા દિવ્યપુષ્પો અને દેવ નિર્મિત પુષ્પમાળાથી યુક્ત હતી. તેના મધ્ય ભાગમાં દેવનિર્મિત તથા જિનવરને માટે શ્રેષ્ઠ રત્નોની રૂપરાશિ દ્વારા ચર્ચિત અને પાદપીઠ વડે યુક્ત મહામૂલ્યવાનું સિંહાસન બનાવેલું હતું. ભગવંત મહાવીરે પણ શ્રેષ્ઠ આભુષણો ધારણ કર્યા હતા. યથાસ્થાને દિવ્યમાળા અને મુગટ પહેર્યા હતા. લક્ષ સુવર્ણમુદ્રાનું બનેલા ભૌમ વસ્ત્ર પહેર્યું હતું. જે બધાં વડે ભગવંતનું શરીર વિશેષ દેદીપ્યમાન થઈ રહ્યું હતું.) ૦ ભ૦મહાવીરનું અભિનિષ્ક્રમણાર્થે ગમન :
(- ભ. મહાવીરે સાંવત્સરિક દાન દીધું. સુવર્ણાદિનો ત્યાગ કર્યો. પછી – ભગવંતનો ઇન્દ્રાદિ દેવો અને નંદિવર્ધન દ્વારા અભિષેક કરાયો. – પછી શિબિકાનું નિર્માણ થયું. સમલંકૃતુ ભગવંત ગમનોત્સુક થયા)
તે કાળે અને તે સમયે ત્રીશ વર્ષની ગૃહસ્થાવસ્થા પૂર્ણ કરીને, રાજ્ય ન ભોગવ્યું હોવાથી ત્રીશ વર્ષનો સર્વકાળ કુમાર (રાજકુમાર) અવસ્થામાં પસાર કરીને, પોતાની ઉંમરના પૂર્વા અર્થાત્ યૌવનકાળમાં ભગવંત મહાવીર ગ્રામ્યાચાર અર્થાત્ ઇન્દ્રિયધર્મનો ત્યાગ કરીને નીકળ્યા. રાજ્ય ભોગવ્યું ન હોવાથી રાજ્યનો ત્યાગ કરીને એ અર્થ અહીં અપ્રસ્તુત છે. (આવશ્યક નિર્યુક્તિ ૨૨૧-૨૨૨માં ભ૦મહાવીરને કુમારવાસમાં દીક્ષા લઈ અને સ્ત્રી તથા રાજ્ય ન ભોગવ્યાનું જણાવે છે. પછી આવ.નિ. ૨૩૩માં કુમારને વર્જીને વિષયત્યાગ સમજવો તેમ લખે છે. તેનો અર્થ તો ભ૦મહાવીરે પણ વિષય સેવ્યો ન હતો તેમ થાય. કુમારનો અર્થ રાજકુમાર કરવાનું આવનિ આદિમાં ક્યાંય જણાવ્યું નથી. પણ આવ.ભા.આવ.ચૂં. આદિમાં પત્ની જશોદા સાથે ભોગ ભોગવ્યાનું જણાવેલ છે. માટે અહીં ગ્રામ્યાચારનો ત્યાગ કર્યો તેમાં લખ્યું છે. રાજા નંદિવર્ધને તૈયાર કરાવેલી પચાશ ધનુષ લાંબી, પચ્ચીશ ધનુષ પહોળી અને છત્રીસ ધનુષુ ઊંચી એવી તથા સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભતી, મણિ અને સુવર્ણ જડિત હોવાથી આશ્ચર્યકારી જણાતી તેમજ દેવનિર્મિત શિબિકા દેવશક્તિથી જેમાં સમાઈ ગયેલી તેવી પાલખીમાં બેસીને પ્રભુ દીક્ષા લેવા માટે નીકળ્યા.
તે કાળે, તે સમયે જીવ–અજીવ આદિ નવ તત્ત્વોની શ્રદ્ધાવાળા શ્રમણ ભગવંત મહાવીર જેતે હેમંતઋતુનો પહેલો માસ, પહેલો પક્ષ અર્થાત્ માગસર માસનો કૃષ્ણ પક્ષ અને તેની દશમની તિથિમાં અર્થાત્ માગસર વદ-દશમ (ગુજરાતી કારતક વદ-૧૦)ના દિવસે પૂર્વ દિશા તરફ છાયા ગઈ ત્યારે પ્રમાણ પ્રાપ્ત એટલે કે, ન્યૂન નહીં તેમ અધિક નહીં એવા પ્રકારની પાછલી પોરિસિ થઈ ત્યારે (અહીં આચારાંગ સૂત્ર-પ૩રમાં બીજી પરિસિએ નીકળ્યા તેમ લખ્યું છે. કલ્પસૂત્રકાર અને આવશ્યક નિર્યુક્તિ-૨૩ર પશ્ચિમ પોરિસિનું જણાવે છે.) સુવ્રત નામના દિવસે, વિજય નામના મુહૂર્તમાં ઉત્તરાફાલ્ગની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ હતો ત્યારે, નિર્જળ એવા છઠ ભક્ત (બે ઉપવાસ) પૂર્વક, એક વસ્ત્ર લઈને, સહસ્ત્રવાહિની ચંદ્રપ્રભા નામની શિબિકામાં પૂર્વાભિમુખ બેસીને દેવ, મનુષ્ય, અસુરોની પર્ષદાની સાથે, ઉત્તર ક્ષત્રિયકુંડપુર સંનિવેશના મધ્યાતિમધ્ય ભાગથી નીકળ્યા. તે આ પ્રમાણે
તે વખતે વૈશાલિક (–મહાવીર) સ્વામી કેશઅલંકાર, માલ્ય અલંકાર, આભરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org