________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૩૫૯
જાતિસંપન્ન, કુળસંપન્ન, બળસંપન્ન, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, લજ્જાસંપન્ન, લાઘવસંપન્ન, ઓજસ્વી, તેજસ્વી કે વર્ચસ્વી હતા. કેટલાંક ક્રોધજયી, માનજયી, માયાજયી, લોભજયી, ઇન્દ્રિયજયી, નિદ્રાજયી, પરિષહજયી હતા. જીવનની ઇચ્છા અને મૃત્યુભય રહિત, વ્રતપ્રધાન, ગુણપ્રધાન, કરણપ્રધાન, ચારિત્રપ્રધાન, નિગ્રહપ્રધાન, મુક્તિપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, વિદ્યપ્રધાન, વેદપ્રધાન, નિશ્ચયપ્રધાન, આર્જવપ્રધાન, માર્દવપ્રધાન, લાઘવપ્રધાન, શાંતિપ્રધાન, બ્રહ્મચર્યપ્રધાન, નયપ્રધાન, નિયતપ્રધાન, સત્યપ્રધાન, શૌચપ્રધાન, સુંદર વર્ણ, લજ્જા, તપ સંપન્ન હતા. જિતેન્દ્રિય, શુદ્ધ હૃદયી, નિદાન, ઉત્સુકતા રહિત હતા. અબહિર્લેશ્ય, અપ્રતિલેશ્ય, સુશ્રામસ્યરત અને દાંત હતા. તેમજ નિગ્રન્થ પ્રવચન પ્રમાણભૂત માની વિચરતા હતા.
તે સ્થવર ભગવંતો સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના જ્ઞાતા હતા. કમલવનમાં ક્રીડા આદિ હેતુ પુનઃપુનઃ વિચરણ કરતા હાથીની માફક પોતાના સિદ્ધાંતોના પુનઃપુનઃ અભ્યાસ કે આવૃત્તિને લીધે તેનાથી સુપરિચિત હતા. તેઓ અછિદ્ર નિરંતર પ્રશ્નોત્તર કરવામાં સક્ષમ હતા. તેઓ રત્નોની પેટી સદશ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ દિવ્ય રત્નોથી આપૂર્ણ હતા. કુત્રિકાપણ સદશ તેઓ પોતાની લબ્ધિને કારણે બધું ઇચ્છિત કરવામાં સમર્થ હતા. તેઓ પર વાદિ મર્દક અને બાર અંગના જ્ઞાતા હતા. સમસ્ત ગણિપિટકના ધારક, અક્ષરોના સર્વ સંયોગોના જાણકાર, સર્વભાષાવિજ્ઞ હતા. તેઓ સર્વજ્ઞ ન હોવા છતાં સર્વજ્ઞ સદશ હતા. તેઓ સર્વજ્ઞ માફક અવિતથ વાસ્તવિક કે સત્ય પ્રરૂપણા કરતા કરતા સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારતા હતા.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી ઘણાં અણગાર ભગવંતો હતા. તેઓ ઇર્યાસમિતિ યાવત્ પારિષ્ઠાપનિકા સમિતિ યુક્ત હતા. મનોગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત, ગુપ્ત, ગુએન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી હતા. મમત્વ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ રહિત હતા. શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત હતા. આશ્રવ અને ગ્રંથિ રહિત હતા. છિન્નગ્રંથ છિન્નસ્ત્રોત હતા. નિરૂપલેપ, નિર્મલ શ્રેષ્ઠ કાંસાના ભાજન સદશ તથા મુક્ત તોય યાવતુ જીવની જેમ અપ્રતિહત ગતિવાળા હતા.
તે પૂજ્ય અણગાર ભગવંતોને કોઈ પ્રકારે પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, દ્રવ્યથી સચિત્ત, અચિત્ત અને મિશ્ર, ક્ષેત્રથી ગામ યાવત્ આકાશ, કાળથી સમય યાવત્ અન્ય દીર્ધકાલિનું સંયોગ, ભાવથી ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય આદિ એ સર્વેમાં પ્રતિબંધ રહિત હતા. તે અણગાર ભગવંતો વર્ષાવાસ સિવાયની ગ્રીષ્મ અને હેમંત ઋતુમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ પર્યન્ત વિચરતા હતા. અપકારી કે ઉપકારી બંને પરત્વે સમભાવ રાખતા હતા. પત્થર અને સુવર્ણને સમાન માનતા હતા. સુખદુઃખમાં તુલ્ય પરિણામી હતા. આલોક પરલોક સંબંધિ ઈચ્છા રહિતપણે, સંસાર પાર કરવાને, કર્મનિર્જરા માટે સંયમારાધનામાં તત્પર થઈને વિચારતા હતા. જે જે દિશામાં વિચરતા ત્યાં અતિ અલ્પ ઉપધિપૂર્વક, ગ્રંથિ રાખ્યા સિવાય લઘુભૂત થઈને વિચરતા હતા. આ પ્રકારે વિચરતા તે શ્રમણ ભગવંત અત્યંતર તથા બાહ્ય તપમૂલક આચારનું અનુસરણ કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org