________________
૩૬૦
આગમ કથાનુયોગ-૧
કેવળજ્ઞાન પામીને પરિવાર સહિત વિચરતા શ્રમણ ભગવંત મહાવીરના કેટલાંક શ્રમણ ભગવંત આચાર યાવત્ વિપાકકૃતના ધારક હતા. તેઓ ત્યાં ભિન્ન ભિન્ન સ્થાનો પર એક એક સમૂહના રૂપમાં, સમૂહના એકએક ભાગરૂપે તથા વિભક્તરૂપે અવસ્થિત હતા. તેમાંના કેટલાંક આગમોની વાચના આપતા હતા, કોઈ પ્રતિપૃચ્છા કરતા, કોઈ પરિવર્તના કરતા હતા, કોઈ અનુપ્રેક્ષા કરતા હતા. કેટલાંક આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની તથા નિર્વેદની એવી અનેક પ્રકારની ધર્મકથા કહેતા હતા. કેટલાંક પોતાના ઘૂંટણો ઊંચા કરી, મસ્તક નીચું કરી ધ્યાનરૂપ કોષ્ઠમાં પ્રવિષ્ટ હતા. આ રીતે તે શ્રમણો સંયમ તથા તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા હતા.
આ બધાં અણગારશ્રમણો સંસાર ભયથી ઉદ્વિગ્ન હતા. (સંસાર કેવો છે ?) આ સંસાર એક સમુદ્રરૂપ છે. જન્મ, વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ દ્વારા જનિત ઘોર દુઃખરૂપ પ્રસુભિત પ્રચુર જળથી ભરેલો છે. તેમાં સંયોગવિયોગરૂપ લહેરો ઉત્પન્ન થાય છે. ચિંતા તેનો વિસ્તાર છે. વધબંધન તેના વિસ્તૃત તરંગો છે. જે કરુણ વિલપિત તથા લોભની કલકલ
ધ્વનિથી યુક્ત છે. જલનો ઉપરનો ભાગ તિરસ્કારૂપી ફીણથી ઢાંકેલો છે. તીવ્ર નિંદા, નિરંતર અનુભૂત વેદના, અપમાન, નિર્ભત્સના, તપ્રતિબદ્ધ કર્મોના ઉદયથી ઉઠતી તરંગોથી તે સમુદ્ર પરિવ્યાપ્ત છે. તેમાં લાખો જન્મોનું અર્જિત પાપમય જળ સંચિત છે. અપરિમિત ઇચ્છાઓથી પ્લાન બનેલી બુદ્ધિરૂપી વાયુના વેગથી ઉછળતા સઘન જલકણોને લીધે અંધકારયુક્ત તથા આશા પિપાસાના ઉજળા ફીણથી તે શ્રેત છે.
સંસારસાગરમાં મોહરૂપ મોટામોટા આવર્ત છે. ભોગરૂપ સંવર છે. તેથી દુ:ખરૂપ જળનું ભ્રમણ કરતો, ચપળ અને ઊંચે ઉછળતો તથા નીચે પડતો એવો વિદ્યમાન છે. આ સંસાર સમુદ્ર, પ્રમાદરૂપ પ્રચંડ, અત્યંત દુષ્ટ, નીચે પડતા અને દુઃખથી પિડાતા શુદ્ર જીવ સમૂહોથી વ્યાપ્ત છે. તે જ તેની ભયાવહ ગર્જના છે, અજ્ઞાન જ ભવસાગરમાં ફરતા મસ્યરૂપ છે. અનુપશાંત ઇન્દ્રિય તેના મોટા મગરમચ્છ છે. જેના જલદીથી ચાલતા રહેવાથી તેનું જળ ક્ષુબ્ધ થાય છે, નૃત્ય કરે છે, ચંચળતાપૂર્વક ઘૂમરી લે છે. આ સંસારસાગર અરતિ, ભય, વિષાદ, શોક તથા મિથ્યાત્વરૂપ પર્વતોથી સંકુલ છે. અનાદિ કાળથી ચાલ્યા આવતા કર્મબંધન, તત્પસૂત કલેરૂપ કાદવને લીધે અતિ દૂસ્તર છે. તે ચારે ગતિમાં ગમનરૂપ કુટિલ પરિવર્તે છે. વિપુલ વાર સહિત છે. ચાર ગતિરૂપ તેના ચાર છેડા છે. તે વિશાળ, અનંત, રૌદ્ર અને ભયાનક દેખાય છે. આવા સંસારસાગરને તે શીલસંપન્ન અણગાર શ્રમણો સંયમરૂપ જહાજ દ્વારા શીઘ્રતાપૂર્વક પાર કરી રહ્યા હતા.
તે સંયમરૂપી જહાજ ધૃતિ, સહિષ્ણુતા રૂપ દોરડાથી બાંધેલું હોવાથી નિષ્પકંપ હોય છે. સંયમ અને વૈરાગ્યરૂપ તેના ઉચ્ચ ફૂપસ્તંભ છે. તે જહાજમાં જ્ઞાનરૂપ શ્વેત વસ્ત્રનો ઊંચો પાલ બાંધેલો છે. વિશુદ્ધ સમ્યકત્વ રૂપ કર્ણધાર છે. વિશુદ્ધ ધ્યાન તથા તારૂપ વાયુથી પ્રેરિત થઈને જહાજ ચાલી રહ્યું છે. તેમાં ઉદ્યમ, વ્યવસાય તથા પરખપૂર્વક ગૃહિત નિર્જરા, યતના, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વિશુદ્ધ વ્રતરૂપ શ્રેષ્ઠ માલથી ભરેલું છે. વીતરા પ્રભુના વચનો દ્વારા ઉપદિષ્ટ શુદ્ધ માર્ગથી તે શ્રમણ રૂપ ઉત્તમ સાર્થવાહ, સિદ્ધિરૂપ મહાપટ્ટણની તરફ આગળ જઈ રહ્યું હતું. તેઓ સમ્યક્ શ્રત, ઉત્તમ વચન, યોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org