________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૩૬૧
પ્રશ્નો અને સુપ્રણિત ઇચ્છાવાળા હતા. (એવા શ્રમણો આ સંસારસાગરને પાર કરી રહ્યા હતા.)
આવા શ્રેષ્ઠ, ગુણવાનું, અણગાર શ્રમણો ગામમાં એક રાત્રિ તથા નગરમાં પાંચ રાત્રિ પર્યન્ત રહેતા રહેતા, જિતેન્દ્રિય, નિર્ભય, ગતભય, સચિત, અચિત્ત, મિશ્રદ્રવ્યોમાં વૈરાગ્યયુક્ત, સંયત, વિરત, અનુરાગશીલ, મુક્ત, લઘુક, નિરવકાંક્ષ, સાધુ અને નિભૃત થઈને ધર્મની આરાધના કરતા હતા. ૦ ભગવંત મહાવીરના સાધુઓનો કલ્પ
આગમ સંદર્ભ :- (૧) આવશ્યક નિ ૧૧૪ની વૃત્તિ, (૨) આવ.મલય વૃત્તિ. ૧૨૧; (૩) નિશીથ ભા. ૧૯૩૩; (૪) બુહતું ભા. ૬૩૬૪ થી ૬૪૪૦, (૫) કલ્પસૂત્ર વૃત્તિ. (૧) આચેલકય :
ભ૦મહાવીરના (Wવીરકલ્પી) શ્રમણો શ્વેત, પરિમાણવાળા, અલ્પમૂલ્ય અને જીર્ણપ્રાય વસ્ત્રો રાખતા હોવાથી તે અલ્પચેલ અર્થાત્ નહિંવત્ વસ્ત્રવાળા હોય છે. આ જીર્ણપ્રાય અને તુચ્છ વસ્ત્રોને કારણે તેમને વસ્ત્ર હોવા છતાં વસ્ત્ર વગરના છે તેવો ભાવ સમજવો. જેમ લોકો પાસે જુના કે તુચ્છપ્રાય વસ્ત્રો હોય ત્યારે ધોબી, દરજી કે વણકરને કહે છે કે, અમને વસ્ત્ર આપો, અમે વસ્ત્ર રહિત બેઠા છીએ. તેમ અહીં પણ સાધુને અચેલક (વસ્ત્રરહિત) સમજવા. (૨) ઉદ્દેશિક (આઘાર્મિક) :
કોઈ સાધુ અથવા સાધુસમુદાય નિમિત્તે બનાવાયેલ આહાર, વસ્ત્ર, આવાસ આદિ બનાવાયેલ હોય તો તે ભ૦મહાવીરના સાધુઓમાં કોઈપણ સાધુને ન કલ્પ. (૩) શય્યાતર પિંડ (સાગારિક પિંડ) :
શય્યાતર એટલે જે જગ્યાએ સાધુ ઉતર્યા હોય તે જગ્યાનો માલિક અથવા વસતિ દાતા. ભમહાવીરના સાધુઓને તે શય્યાતરના આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, સોય, અસ્તરો, નેરણી અને કાન ખોતરણી એ બાર પ્રકારનો પિંડ કલ્પતો નથી. પણ તૃણ, માટીનું ઢેકું, રાખ, માત્રુ માટેની કુંડી, પાટલો, પાટ, પાટીયું, શવ્યા, સંથારો, લેપ આદિ વસ્તુ અને ચારિત્રની ઇચ્છાવાળો ઉપધિસહિત શિષ્ય હોય તો તે કહ્યું છે. (૪) રાજપિંડ :
સેનાપતિ, પુરોહિત, શ્રેષ્ઠી, પ્રધાન અને સાર્થવાહ સહિત જેનો રાજ્યાભિષેક કરાયેલ હોય તેને રાજા કહે છે. ભ૦મહાવીરના સાધુઓને તે રાજાના આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ એ આઠ પ્રકારનો પિંડ કલ્પતો નથી. (૫) કૃતિકર્મ :
કૃતિકર્મ એટલે વંદન. ભ૦મહાવીરના સાધુઓ દીક્ષા પર્યાયના ક્રમથી પરસ્પર વંદન કરે અર્થાત્ જ્યેષ્ઠ પર્યાયવાળાને અલ્પ પર્યાયવાળા વંદે, પરંતુ ઘણાં વર્ષના દીક્ષિત એવા સાધ્વી હોય તો પણ તે આજના દીક્ષિત થયેલા સાધુને વંદન કરે. (૬) વ્રત (મહાવ્રત) –
ભમહાવીરના સાધુઓને પાંચ મહાવ્રત હોય છે. સર્વથા હિંસાથી, મૃષાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org