________________
તીર્થકર ચરિત્ર–ભઋષભકથા
ધૂપદાન પર્વતની બધી વસ્તુઓ લઈને શીરોદક સમુદ્ર જઈ શીરોદક લે છે. ત્યાંના ઉત્પલ, પા – યાવત્ – સહસ્ત્રપત્રોને પણ ગ્રહણ કર્યા. એ જ રીતે પુષ્કરોદક – ચાવતું – ભરત ઐરાવતના, માગધ આદિ તીર્થોના જળ અને માટીને ગ્રહણ કર્યા.
એ જ રીતે ગંગા આદિ મહાનદીઓ – યાવતુ – લઘુ હિમવંત પર્વતથી સમસ્ત કલૈલા પદાર્થ, બધાં ફૂલ, સુગંધિત દ્રવ્ય, બધાં માલ્ય યાવત્ બધી ઔષધિઓ અને સફેદ સરસવને લીધા પછી પદ્ધહના જળ અને ઉત્પલ લીધા. એ રીતે બધાં જ કુલ પર્વતો, વૃત્ત વૈતાદ્યો, મહાકહો, સમસ્ત વર્ષhત્રો, બધી જ ચક્રવર્તી વિજયો, વક્ષસ્કાર પર્વતો, અંતરનદીઓમાંથી જળ વગેરે લઈ – યાવત્ – ઉત્તર કર આદિ ક્ષેત્રો – યાવતુ – સુદર્શન - ભદ્રશાલ વનમાંથી બધાં કલૈલા પદાર્થ – યાવત્ – સરસવને ગ્રહણ કર્યા. એ જ રીતે નંદનવનમાંથી બધાં જ કર્થલા પદાર્થ – યાવત્ – સરસ ગોશીષ ચંદન અને દિવ્ય પુષ્પમાળાઓ લીધી. સૌમનસ અને પંડક વનમાંથી પણ એ બધું ગ્રહણ કર્યું. તે દેવો એક
સ્થાને એકઠા થયા. પોતાના સ્વામી પાસે આવ્યા. આવીને મહા અર્થવાનું – યાવત્ – તીર્થકરના અભિષેકની તૈયારી કરે છે.
તે પછી તે અશ્રુત દેવેન્દ્ર દશ હજાર સામાનિક દેવો, તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવો, ચાર લોકપાલ, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતીઓ, ચાલીશ હજાર આત્મરક્ષક દેવોથી પરિવરેલો એવો તે સ્વાભાવિક અને વિકૃર્વિત, ઉત્તમ કમળો પર સ્થાપિત શ્રેષ્ઠ સુગંધી જળથી ભરેલા ચંદનથી ચર્ચિત, કાંઠામાં પંચરંગી સૂતરથી બાંધેલા, પક્ષ અને ઉત્પલથી ઢાંકેલા, સુકુમાળ હથેલીમાં લીધેલા ૧૦૦૮ સુવર્ણ કળશ યાવત્ ૧૦૦૮ માટીના કળશો દ્વારા – યાવત્ – બધાં પ્રકારના જળ, માટી, કલૈલા દ્રવ્ય દ્વારા – યાવત્ - માટી તથા સરસવો દ્વારા પોતાની સમસ્ત ઋદ્ધિ – યાવત્ – વાદ્ય ધ્વનિયો અને કોલાહલ પૂર્વક ઘણાં જ ઠાઠમાઠથી તીર્થકરનો અભિષેક કરે છે.
- જ્યારે અચ્યતેન્દ્ર મહાત્ શોભા સહિત અભિષેક કરી રહેલ હતો, ત્યારે બીજા ઇન્દ્રાદિ દેવો હર્ષિત, સંતુષ્ટ અને આનંદવિભોર થઈને હાથોમાં છત્ર, ચામર, ધૂપદાન, પુષ્પ, સુગંધ દ્રવ્ય, વજ, ફૂલ વગેરે લઈને અંજલિપૂર્વક ભગવંત સન્મુખ ઊભા હતા. વિજયદેવના વર્ણનાનુસાર અહીં પણ ઋષભદેવનું અભિષેક કથન સમજી લેવું – યાવત્ – કેટલાંયે દેવોએ રાજમાર્ગ, ગલિયો, પગદંડીઓને સાફસૂફ કરી, અભિષેક જળનો છંટકાવ કર્યો, છાણ વડે લેપન કર્યું. ધૂપ પ્રગટાવી સુગંધિત કર્યું.
કેટલાંક દેવોએ ચાંદીની વર્ષા કરી, એ જ રીતે સુવર્ણ, રત્ન, વજમણિ, આભૂષણ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, માળા, સુગંધિત પદાર્થ – યાવત્ – સુગંધિત ચૂર્ણની વર્ષા કરી. કેટલાયે દેવોએ સોના-ચાંદીથી – યાવત્ – સુગંધિત ચૂર્ણથી માર્ગને શૃંગારિત કર્યો
કેટલાંક દેવો તત-વિતતઘન-શુષિર ચાર પ્રકારના વાજિંત્રોને વગાડતા હતા. કેટલાંક દેવો ઉલ્લિત, પાદાંત, મંદાયિત, રોચિતાવસાન ચાર પ્રકારના ગીતો ગાતા હતા. કેટલાંક દેવો અંચિત, દ્વત, આરભટ-ભસોલ ચાર પ્રકારના નૃત્યો કરતા હતા. કેટલાંક દેવો દૃષ્ટાંતિક–પ્રતિકૃતક, સામાન્ય વિનિપાતિક, લોકમધ્યાવસાનિક ચાર પ્રકારના અભિનય કરતા હતા. કેટલાંક દેવો બત્રીશ પ્રકારની નાટ્યવિધિઓનું પ્રદર્શન કરતા હતા. કેટલાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org