________________
આગમ કથાનુયોગ-૧
સામાનિક દેવોની સંખ્યા અસુરકુમાર આદિ ભવનવાસી ઇન્દ્રોની ક્રમશઃ ૬૪,૦૦૦, ૬૦,૦૦૦ બાકીના નવેની છ-છ હજાર હતી. આત્મરક્ષક દેવોની સંખ્યા અનુક્રમે પોતપોતાના સામાનિક દેવોની સંખ્યા કરતા ચારગણી જાણવી.
એ જ રીતે દક્ષિણ દિશાવર્તી ઇન્દ્રોના પદાતિ સેનાધિપતિના નામ ભદ્રસેન અને ઉત્તરદિશાવર્તી ઇન્દ્રોના પદાતિ સેનાપતિના નામ દક્ષ છે. -૦- વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોનું આગમન :
વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવો સંબંધિ વક્તવ્યતા એ જ પ્રમાણે જાણવી. વિશેષ એટલે કે વાણવ્યંતરના ૪૦૦૦ સામાનિક દેવ, ચાર પાણી, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ૧૦૦૦ વિમાન હોય છે. ઇન્દ્રધ્વજની ઊંચાઈ ૧૨૫ યોજન, દક્ષિણ દિશાવર્તી ઇન્દ્રોની ઘંટાનું નામ મંજુસ્વરા, ઉત્તર દિશાવર્તી ઇન્દ્રોની ઘંટાનું નામ મંજુઘોષા છે. તેમના પદાતિ સેનાધિપતિ અને વિમાન નિર્માતા આભિયોગિક દેવ હોય છે. જ્યોતિષ્ક દેવોનું શેષ વર્ણન એ જ પ્રમાણે જાણવું. વિશેષ એટલે કે જ્યોતિર્મેન્દ્ર ચંદ્રની ઘંટાનું નામ સુસ્વરા અને સૂર્યની ઘંટાનું નામ સુસ્વરનિર્દોષા છે. આ બધાં જ મેરૂ પર્વત પર આવે છે.
એ રીતે બત્રીશ ઇન્દ્રો ભગવંતની સમીપ આવ્યા. (અહીં કલ્પસૂત્રની સૂત્ર-૯૭ની વિનય વિજયજી કૃત્ ટીકામાં ચોસઠ ઇન્દ્રો આવે છે તેવો ઉલ્લેખ કર્યો છે. આવશ્યક ભાષ્ય-૬૪માં પણ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસીના દેવોના આગમનનો ઉલ્લેખ છે. * નોંધ :- ભવનપતિના-૨૦, વ્યંતરના-૩ર, જ્યોતિષ્કના-૨, વૈમાનિકના–૧૦ એમ કુલ ૬૪ ઇન્દ્રો થાય છે. જેના નામો સ્થાનાંગ સૂત્રના ૯૮માં સૂત્રમાં અમે નોંધેલ છે. પણ સમવાય-૩રના સૂત્ર ૧૦૮માં ૩૨–ઇન્દ્રો જણાવ્યા છે તેની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિ સ્પષ્ટતા કરે છે કે વ્યંતરના સુરૂપ આદિ–૧૬ તથા અણપત્રિક આદિ–૧૬ એ– ૩ર-અલ્પઋદ્ધિવાળા હોવાથી તેની વિવક્ષા કરી નથી. સૂર્ય-ચંદ્ર પણ અનેક છે. તેને માત્ર જાતિથી ગ્રહણ કરી બે ઇન્દ્રો જ ગણેલ છે. અન્યથા માત્ર જંબૂદ્વીપમાં જ બે સૂર્ય–બે ચંદ્રનો છે) # ઇન્દ્રો દ્વારા કરાયેલ જન્માભિષેક – –૦- અય્યત ઇન્દ્ર કરેલ ભગવંતનો જન્માભિષેક :
ત્યારે બધા દેવેન્દ્રોમાં મહાત્ એવા દેવેન્દ્ર દેવરાજ અય્યત ઇન્ડે આભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે અતિ સાર્થક, મહામૂલ્યવાનું, મહોત્સવને યોગ્ય વિશાળ એવા તીર્થકરાભિષેકની શીઘ તૈયારી કરો. ત્યારે તે આભિયોગિક દેવો સ્વામીની આજ્ઞા સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને ઇશાન ખૂણામાં જાય છે ત્યાં જઈ વૈક્રિય સમુદૂઘાત – યાવત્ – કરીને તેઓએ ૧૦૦૮ સુવર્ણ કળશોની વિફર્વણા કરી. એ જ રીતે રૂપ્યમય, મણિમય, સુવર્ણરૂપ્યમય, સુવર્ણ મણિમય, રૂધ્યમણિમય, સુવર્ણપ્યમણિમય, માટીના અને ચંદનના એમ પ્રત્યેકના ૧૦૦૮–૧૦૦૮ કળશોની વિકુવણા કરી.
એ જ પ્રમાણે ઝારી, દર્પણ, થાળા, પાત્રી, સુપ્રતિષ્ઠક, ચિત્રો, રત્નકરંડક, કળશ જેવા જળપાત્ર, પુષ્પ ચંગેરીઓની વિફર્વણા કરી. સૂર્યાભદેવની વક્તવ્યતામાં જણાવ્યા મુજબ સમસ્ત ચંગેરિકા, સમસ્ત પુષ્પ પટલો આદિની વિકુર્વણા કરી. એ જ પ્રમાણે સિંહાસન, છત્ર, ચામર, તેલસમુદ્ગક – યાવત્ – સરસવના ડબ્બા, પંખા – યાવત્ – ૧૦૦૮ ધૂપદાનોની વિફર્વણા કરી. પછી સ્વાભાવિક તેમજ વિકર્વેલ કળશોથી લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org