________________
૧૫૮
આગમ કથાનુયોગ-૧
ભગવાન્ થી સુરક્ષિત થઈને દીર્ધકાળ જીવો, તમારું કલ્યાણ થાઓ, તમને અર્થનો લાભ થાઓ. કૃતકૃત્ય થઈ, રોગ-બાધાદિ રહિત તમને ઘેર પાછા આવેલા અમે જોઈએ. આ પ્રમાણે કહીને તેઓ ત્યાં સૌમ્ય, સ્નિગ્ધ-પ્રેમભરી દૃષ્ટિથી યુક્ત, દર્શનની ઉત્સુકતાપૂર્વક અશ્રપૂર્ણ નયનોથી જોતા. ત્યાં એક મૂહર્ત પર્યત બેઠા.
- ત્યાર પછી પુષ્પ અર્ચન, બલિકર્મ પૂજા, યાચકોને દાન આદિ કાર્ય કર્યા બાદ સરસ, રક્ત, ચંદન, દર્ટર વડે (હાથના) થાપા મારીને, ધૂપ-લેપ આદિ દ્વારા સમુદ્રવાયુ (દેવતા)ની પૂજા કરીને લાંબા કાષ્ઠ–વલયના પતવાર યથાસ્થાને ગોઠવી, શીર્ષસ્થાન પર શ્વેત ધ્વજા ફરકાવીને, માંગલિક વાદ્યોના ધ્વનિપૂર્વક, જયવિજય સૂચક પક્ષીઓના શબ્દ શકુન થતા, રાજાની આજ્ઞા લઈ, મહાનું ઉત્કૃષ્ટ સિંહનાદના ધ્વનિ ઘોષમાં પ્રક્ષુબ્ધ મહાસાગરની ધ્વનિ સમાન આકાશ મંડલને વ્યાપ્ત કરીને તે અન્નક આદિ પોતવણિક એક જ દિશામાં મુખ રાખીને નૌકાઓમાં આરૂઢ થયા.
ત્યારે પુષ્પમાણવકો (મંગલ પાઠકો)એ મંગલ વચનોના ઉચ્ચારણ કરતા કહ્યું કે, હે પોતવણિકો ! તમને અર્થની સિદ્ધિ થાઓ, કલ્યાણ સદા આપની સમક્ષ ઉપસ્થિત રહો, તમારી યાત્રામાં સર્વ પ્રકારના વિનોનો વિનાશ થાઓ. એવું આ પુષ્ય નક્ષત્ર છે, વિજય મુહૂર્ત છે. પ્રસ્થાન યોગ્ય દેશકાળ છે. તે વખતે મંગલપાઠકોના એ સ્વસ્તિવચનો સાંભળીને હર્ષિત-સંતુષ્ટ થયેલ કર્ણધાર, કુચ્છિધાર, ગર્ભગૃહમાં કામ કરનાર સાયંત્રિકો સાથે તે પોતવણિકો પોતપોતાના કાર્યોમાં જોડાઈ ગયા. પછી વિવિધ પ્રકારની વસ્તુ વડે ભરેલ અને પૂર્ણ મુખ નૌકાના લંગર ઉઠાવી, નૌકાને બંધનમુક્ત કરી.
ત્યાર પછી તે બંધનમુક્ત નૌકા, વાયુના વેગથી પ્રેરાઈને જળપ્રવાહના વેગથી વારંવાર અહીં-તહીં ઉછળતી હોય તેમ તેના ઉપર વાયુના સંગ્રહ માટે બાંધેલ શ્વેત પતવારને ફેલાવતી આકાશમાં ઉડતા ગરૂડ સદશ, હજારો તરંગ માલારૂપ ઉર્મિ–મોજાઓને પાર કરતી એવી કેટલાંયે દિવસો સુધી ચાલતી લવણ સમુદ્રમાં અનેક યોજનો ગઈ. ૦–અર્વત્રક આદિને તાલપિશાચનો ઉપદ્રવ :
તે વખતે – જ્યારે અન્નક આદિ સાંયાત્રિક પોતવણિકોએ લવણ સમુદ્રમાં સેંકડો યોજન સુધી અવગાહન કર્યું. ત્યારે ઘણાંબધાં – સેંકડો ઉત્પાતો ઉત્પન્ન થવા લાગ્યા. જેમ કે અકાળે મેઘગર્જના, અકાળે વિજળી થવી, અકાળે વાદળાઓનો ગડગડાટ, વારંવાર આકાશમાં દેવતાઓ નાચતા દેખાવા ઇત્યાદિ.
ત્યારે (અન્નકને છોડીને બાકીના) સાંયાત્રિક પોતવણિક એક વિશાળકાય તાલપિશાચને જુએ છે. તે પિશાચની જંઘા તાડની જેવી લાંબી હતી, તેની બંને ભૂજા આકાશને અડકી રહ્યા હતા. વિખરાયેલવાળોવાળું તેનું બેડોળ માથું હતું. ભમરાઓનો સમૂહ, અતિકૃષ્ણ વર્ણવાળો કાજળના ઢગલા જેવા, ભેંસના વર્ણ સદશ, મેઘ ઘટાઓથી પણ અધિક કાળા એવા શરીરવાળો હતો. તેના નખ સૂપડા જેવા લાંબા હતા. જીભ પણ ફાળ જેવી લાંબી હતી. હોઠ લાંબા અને દાંત બહાર નીકળેલા હતા. મોટું ગોળમટોળ હતું. તલવાર જેવી ધારદાર, મજબૂત, મોટી અને વાંકી-ચૂકી દાઢી હતી. તેની જીભનો અગ્રભાગ ખ્યાનથી નીકળેલ તલવાર સમાન તીણ, ધારદાર, પાતળો અને ચંચળ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org