________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૩૦૩
નગરી પધાર્યા. ત્યાં દરિદ્રયેર નામનો પાખંડી આરંભ, પરિગ્રહ અને મહિલા સહિત રહેતો હતો. તેની વાટિકા મધ્યે એક દેવકુલ હતું. ત્યાં ભગવંત પ્રતિમાધ્યાને રહ્યા. તે દિવસે કડકડતી ઠંડી પડી રહી હતી. તો પણ ભગવંત ઠંડીની પરવા કર્યા વિના રાતભરમાં ધ્યાનસ્થ રહ્યા.
ત્યાં દેવકુલમાં તે દિવસે જાગરણ હતું. સ્ત્રી-પુરુષો એકઠાં થઈને નૃત્યગાન કરી રહ્યા હતા. ત્યારે ગોશાળાએ (તેમની મજાક કરતાં કહ્યું કે, આનું નામ જ પાખંડી કહેવાય. જે સ્ત્રીઓ સહિત આરંભપૂર્વક બધાં એકઠા થઈને ગાન અને વાદન કરી રહ્યા છે.
ત્યારે તે લોકોએ ગોશાલકને પકડીને બહાર ફેંકી દીધો. ગોશાલક ત્યાં મહામાસની એ બલી ઠંડીમાં ધ્રુજવા લાગ્યો. પાખંડીઓને દયા આવવાથી ફરી તેને દેવકુલમાં લઈ આવ્યા. ફરી ગોશાલકે અવળવાણી કરી, ફરી બહાર કાઢયો. ફરી અંદર લાવ્યા. એ રીતે ત્રણ વખત ગોશાલકને બહાર ફેંકી દીધો અને દયા આવવાથી પાછો દેવકુલમાં લાવ્યા.
ત્યારે ગોશાલક બોલ્યો કે, અમે સ્પષ્ટ (સત્ય) બોલીએ છીએ તો બહાર કાઢી મુકવામાં આવીએ છીએ. તે વખતે કોઈએ કહ્યું કે, આ દેવાર્ય (ભગવંત)નો કોઈ પીઠમર્દિક કે છત્રધારક લાગે છે. ત્યારે તે મૌન ધરીને ઊભો રહ્યો. પછી તેની વાત સાંભળી ન સાંભળી કરી ખૂબ જોરથી વાજાં વગાડ્યા.
ત્યારપછી ભગવંત શ્રાવસ્તી નગરી પધાર્યા. નગરીની બહાર જ પ્રતિમા ધ્યાને રહ્યા. ભિક્ષાર્થે જવા નીકળતા ગોશાલકે ભગવંતને કહ્યું કે, આપ પધારો છો ? (ભગવંત વતી) સિદ્ધાર્થે કહ્યું, આજે અમારે ઉપવાસ છે. ગોસાલકે પૂછ્યું, આજે મને કેવો આહાર મળશે ? સિદ્ધાર્થે કહ્યું, આજે તું મનુષ્યનું માંસ ખાઈશ. તેણે કહ્યું, તો હું આજે એવા
સ્થાને ભોજન કરીશ, જ્યાં માંસનો સંભવ જ ન હોય, પછી મનુષ્ય માંસનો તો સંભવ જ કયાંથી થશે ? તે ભિક્ષાર્થે નીકળ્યો. તે શ્રાવસ્તી નગરીમાં પિતૃદત્ત નામનો ગાથાપતિ હતો. તેને શ્રીભદ્રા નામે પત્ની હતી. તે નિંદ હતી. નિંદ્ર એટલે તેને મૃત બાળકો જ અવતરતા. તેણે શિવદત્ત નામના નૈમિત્તિકને પૂછ્યું, મારા પુત્ર કઈ રીતે જીવે ? નિમિત્તકે જણાવ્યું, જ્યારે તને મૃત સંતાન જન્મે ત્યારે તે મૃત સંતાનનું માંસ રાંધીને દૂધપાક સાથે કોઈ સારા તપસ્વીને આપજે. પણ પછી ઘરનું દ્વાર બીજી તરફ કરી નાંખજે. જેથી તેને જાણ ન થાય. નહીં તો તે ઘરને બાળી દેશે. એમ કરવાથી તને જીવિત બાળક અવતરશે.
– શ્રી ભદ્રાએ તે પ્રમાણે કર્યું. ગોશાલક પણ ભિક્ષા અટન કરતો તેના ઘેર પ્રવેશ્યો. તેને તે દૂધપાક, ઘી–ખાંડ વગેરે ભેળવી સંસ્કારીને આપ્યો. ગોશાળાએ વિચાર્યું કે, અહીં માંસ કઈ રીતે હોઈ શકે? જેવો ગોશાલક ગયો કે, પેલી સ્ત્રીએ તુરંત ઘરનું કાર ફેરવી નાંખ્યું. ગોશાલકે સંતોષપૂર્વક તે દૂધપાક ખાધો. જઈને ભગવંત પાસે બધી વાત જણાવી. ત્યારે (પ્રભુ વતી) સિદ્ધાર્થ વ્યંતરે દૂધપાક સંબંધિ સત્ય હકીકત જણાવી કહ્યું, જો તને વિશ્વાસ ન હોય તો વમન કર. ગોશાળાએ મુખમાં આંગળી નાખી વમન કર્યું તો નખ, બાળકના માંસના ટુકડા આદિ જોયા. ત્યારે ક્રોધિત થઈ તેણીના ઘરે ગયો. પણ ઘરનું દ્વાર ફરી ગયું હોવાથી ગોશાલકને ઘર ન મળ્યું. શોધખોળ કરવા છતાં ભાળ ન મળી ત્યારે બોલ્યો કે, મારા ધર્માચાર્યનું જો તપ તેજ હોય તો આ ઘર બળી જાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org