________________
૩૩
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
નમો નમો નિમ્પલદેસણસ શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આરા-કથાનુયોર
ખંડ-૧ ઉત્તમ પુરુષ ચરિત્ર
સંસારમાં જે પૂજ્ય, શ્રેષ્ઠ અથવા વિશિષ્ટ સન્માનનીય છે તેઓને ઉત્તમપુરુષ કહેવાય છે. આ ઉત્તમપુરુષોને શલાકાપુરુષ પણ કહે છેઆવા શલાકાપુરુષની સંખ્યા ત્રેસઠની ગણાવેલ છે
તીર્થંકર-૨૪, ચક્રવર્તી–૧૨, બળદેવ-૯, વાસુદેવ-૯ અને પ્રતિવાસુદેવ૯ એ રીતે ત્રેશઠ શલાકા પુરુષ બતાવેલ છે. જેના ચરિત્ર વર્ણનને આશ્રિને ત્રિશષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર” નામનો ગ્રંથ પણ છે.
કોઈ આચાર્ય ભગવંત પ્રતિવાસુદેવની ગણના આ ઉતમ પુરુષોમાં નથી કરતા તેઓ ચોપન ઉત્તમ પુરુષો ગણાવે છે. તેને આશ્રિને “ચઉપ્પન મહાપુરુષ ચરિય” નામનો ગ્રંથ પણ ઉપલબ્ધ છે. (* સમવાય–૧૪, સૂત્ર–૧૩રમાં ચપન ઉત્તમ પુરુષ કહ્યા છે. તેમાં પ્રતિવાસુદેવોને ગણ્યા નથી)
આગમ ગ્રંથોમાં વર્તમાન કાળે ઉપલબ્ધ સાહિત્યમાં પ્રાપ્ત માહિતી આધારે અહીં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવના ચરિત્ર–કથાનક કે કથાંશના વર્ણનો કરેલ છે. જેમાં અતિત, અનાગતના તેમજ ઐરાવત ક્ષેત્રના ઉત્તમ પુરુષોના કથાંશ પણ સમાવી લીધેલ છે.
પૂર્વે જ્યારે દૃષ્ટિવાદ નામનું બારમું અંગ અસ્તિત્વમાં હતું ત્યારે તો તીર્થકર ગંડિકા, ચક્રવર્તી મંડિકા, બળદેવ ચંડિકા, વાસુદેવ ચંડિકા આદિ ગંડિકાઓ “ગંડિકાનુયોગ” વિભાગમાં ઉપલબ્ધ હતી જ. તે કાળે ધર્મકથાનુયોગમાં તીર્થકર આદિ ઉત્તમ પુરુષોના ચરિત્રોનું કથન અને પઠન સુલભ જ હતું પણ વર્તમાન કાળે ધર્મકથાનુયોગ અતિ કૃશ થતો ગયો, પરિણામે આગામિક કથાઓમાં જેટલી માહિતી હાલ મળે છે તેનો જ આ ઉત્તમપુરુષ ચરિત્રોમાં સમાવેશ થઈ શકેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org