________________
આગમ કથાનુયોગ-૧
સર્વ જળને સંહરી લીધું. પ્રભુના ચરણોમાં નમી પડ્યો. મસ્તકે અંજલિ કરી પ્રભુ પાસે
પોતાના અપરાધની ક્ષમાયાચના કરી, પાછો ગયો.
૨૦૨
–
* ત્યાર પછી ભગવંત પાર્શ્વ અણગાર થયા યાવત્ – ઈર્યાસમિતિવાળા થયા. આ રીતે પોતાના આત્માને ભાવિત કરતા ત્ર્યાસી રાત્રિ-દિવસ પસાર થયા. ચોર્યાશીમો દિવસ આવ્યો ત્યારે – જે આ ગ્રીષ્મકાળનો પહેલો પક્ષ અર્થાત્ ચૈત્ર વદ–ચોથ (ગુજરાતી ફાગણ વદ–૪)ના દિવસે પ્રભાતકાળ સમયે – સૂર્ય ઉગવાની વેળાએ વારાણસી નગરી બહાર આશ્રમપદ ઉદ્યાનમાં ધાતકી નામના વૃક્ષની નીચે એકરાત્રિકી પ્રતિમા વહન કરેલા અને નિર્જળ એવા છટ્ઠ તપ વડે યુક્ત ભગવંત પાર્શ્વને વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે શુક્લ ધ્યાનના મધ્ય ભાગમાં વર્તતા હતા ત્યારે અનંત, અનુત્તર – યાવત્ પ્રધાન એવું કેવળજ્ઞાન—કેવળદર્શન ઉત્પન્ન થયા યાવત્ – ભ૰પાર્શ્વનાથ સંપૂર્ણ
લોકાલોકના ભાવોને જોતા અને જાણતાં વિચરવા લાગ્યા.
-
* ઉપરોક્ત કથાનુવાદ કલ્પસૂત્ર–૧૫૯ મુજબ કર્યો છે. તેમાં અન્ય આગમ પાઠો પ્રમાણે કેટલાંક મતભેદ છે. જેમકે (૧) ભગવંતનો નાણ તપ ‘આવશ્યક નિયુક્તિ ૨૫૫માં અઠ્ઠમ ભક્ત કહ્યો છે. આ જ અભિપ્રાય ત્રિષષ્ટિ શલાકા ચરિત્ર, સપ્તતિ શત સ્થાનક અને પ્રવચન સારોદ્વારાદિમાં છે, જો કે તિર્થોાલિયમાં છટ્ઠનો ઉલ્લેખ છે – (૨) – કલ્પસૂત્ર ૮૩ દિવસનો છદ્મસ્થ કાળ બતાવી ૮૪માં દિવસે કેવળજ્ઞાન થયાનું જણાવે છે. જ્યારે આવશ્યક નિયુક્તિ ૨૩૯, ત્રિષષ્ટિ. તથા સપ્તતિ શત સ્થાનકમાં છદ્મસ્થકાળ ૮૪ દિવસનો કહ્યો છે.
ભગવંત પાર્શ્વનાથના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષની ઊંચાઈ ૨૭ ધનુની હતી. (નવ હાથની કાયાને બાર ગણું કરતા ૧૦૮ હાથ પ્રમાણ). કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થનું પાર્શ્વનાથ પ્રભુએ પ્રવર્તન કરેલું. તેમણે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિક રૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પાર્શ્વ પ્રભુના શાસનના સાધુ–સાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો.
૦ ભ૰પાર્શ્વનું ગુણવર્ણન
૦ ભ૰પાર્શ્વના ગણ અને ગણધર :~
–
--
Jain Education International
નાયાધમ્મકહા સૂત્ર-૨૨૦ જુઓ કાલી—શ્રમણી કથા.
પુરુષાદાનીય પાર્શ્વ અર્જુને આઠ ગણ અને આઠ ગણધર હતા. તે આ પ્રમાણે :૧. શુંભ, ૨. આર્યઘોષ, ૩. વસિષ્ઠ, ૪. બ્રહ્મચારી, ૫. સોમ, ૬. શ્રીધર, ૭. વીરભદ્ર અને ૮. યશ. (આવશ્યક નિર્યુક્તિ ૨૬૮માં દશ ગણ અને દશ ગણધર જણાવેલા છે. આવશ્યક મલયગિરિ વૃત્તિમાં, સપ્તતિ શત સ્થાનક, પ્રવચન સારોદ્ધાર આદિમાં દશ ગણધરોના ઉલ્લેખ છે. કલ્પસૂત્ર, સમવાયાંગ, સ્થાનાંગ, તિર્થોગારિતમાં આઠ ગણધરોનો ઉલ્લેખ છે તે સંબંધિ સ્પષ્ટીકરણ કરતા કલ્પસૂત્ર વૃત્તિ—ટીપ્પણકમાં, સમવાય આઠ–સૂત્ર–૮ અને ૯ની વૃત્તિમાં, સ્થાન સૂત્ર–૭૨૮ની વૃત્તિમાં એક જ ખુલાસો વૃત્તિકારે આપેલ છે કે બે ગણધરો અલ્પ આયુષ્યવાળા હોવાથી વગેરે કારણોથી તેનો ઉલ્લેખ કર્યો નથી. (અર્થાત્ દશ ગણધરો હતા તે સર્વમાન્ય છે))
For Private & Personal Use Only
www.jainelibrary.org