________________
૨૯૮
આગમ કથાનુયોગ-૧
કર્યા. પછી ભગવંતને કહ્યું. ભગવંત! તમે મારા ધર્માચાર્ય છો. હું આપનો ધર્મશિષ્ય છું. ભગવંતે મખલિપુત્ર ગોશાલકની તે વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો. મૌન રહ્યા. ૦–૦ ભગવંતનું બીજું માસક્ષમણ–આનંદ ગાથાપતિને ત્યાં પારણું :
ભગવંત રાજગૃહ નગરથી નીકળ્યા. નાલંદા પાડાની મધ્યમાં થઈને બહાર નીકળી તે તંતુવાય શાળામાં આવ્યા. બીજું માસક્ષમણ તપ અંગીકાર કર્યું. (તપ પૂર્ણ થતાં) ભગવંત નાલંદાના બહારના ભાગથી મધ્ય ભાગમાં થઈને રાજગૃહ નગરમાં યાવત્ ભિક્ષાર્થે અટન કરતા કરતા આનંદ ગાથાપતિને ઘેર પ્રવેશ કર્યો. ( ભગવતીજી અને આવશ્યકમાં આનંદ નામ છે. કલ્પસૂત્ર વૃત્તિ-ખેમશાહીમાં નંદ લખ્યું છે) આનંદ ગાથાપતિએ ભગવંતને આવતા જોયા. શેષ સર્વ કથન વિજય ગાથાપતિ અનુસાર જાણવું. ફર્ક માત્ર એટલો કે, આનંદ ગાથાપતિએ વિચાર્યું કે, હું વિપુલ ખંડ–ખાદ્યાદિ ભોજન સામગ્રી વડે પ્રતિલાલીશ. એમ વિચારી યાવત્ વિજય ગાથાપતિની માફક સંતુષ્ટ થયો. ૦–૦ ભગવંતનું ત્રીજું માસક્ષમણ-સુનંદ ગાથાપતિને ત્યાં પારણું -
ભગવંતે ત્રીજા માસક્ષમણને સ્વીકાર કરીને રહ્યા. યાવત્ ત્રીજા માસક્ષમણને પારણે સુનંદ ગાથાપતિના ઘેર પ્રવેશ કર્યો. ભગવંતને પ્રવેશ કરતા એવા જેવા સુનંદ ગાથાપતિએ જોયા, ઇત્યાદિ સર્વ કથન વિજય ગાથાપતિ સમાન જાણવું. ફર્ક માત્ર એટલો કે સુનંદ ગાથાપતિએ સર્વકામગુણિત ભોજનથી પ્રતિલાભિત કર્યા. (શેષ કથન "વિજય ગાથાપતિના પ્રસંગ અનુસાર જાણવું) ૦–૦ ભગવંતનું ચોથું માસક્ષમણ–બહુલ બ્રાહ્મણને ત્યાં પારણું :
(ભગવંતના ત્રણ માસક્ષમણના પારણાં રાજગૃહીમાં ઉપર મુજબ થયા)
ત્યાર પછી ભગવંત ચોથા માસક્ષમણને સ્વીકારીને રહ્યા. કાર્તિક પૂર્ણિમાને દિવસે ગોશાળાએ પૂછ્યું, આજે મને શું ભોજન મળશે? (પ્રભુ વતી) સિદ્ધાર્થે જવાબ આપ્યો, કોદરાના વાસી તાંદુલ ખાટી છાશ અને દક્ષિણામાં ખોટો રૂપિયો તને મળશે. ત્યારે ગોશાળો આખી નગરીમાં સર્વ આદરપૂર્વક ગયો. શ્રેષ્ઠીના ભવનોમાં પણ ફર્યો, પણ તેને કશી ભિક્ષા મળી નહીં. એ રીતે સાંજ પડવા આવી ત્યારે એક કારીગરે તેને વાસી તાંદુલ અને છાશ આપ્યા, તેનું ભોજન કર્યું. દક્ષિણામાં એક રૂપિયો આપ્યો. તેણે રૂપિયાની પરીક્ષા કરાવી પણ તે ખોટો હતો. ત્યારે તે બોલ્યો, “જે બનવાનું હોય તે બનીને જ રહે છે. અન્યથા થતું નથી” લજ્જિત થયેલો તે પાછો આવ્યો.
ભગવંતને જ્યારે ચોથા માસક્ષમણનું પારણું હતું ત્યારે નાલંદાથી નીકળ્યા. (ચોમાસુ પુરું થયું હોવાથી) નાલંદાથી વિહાર કરતા,થોડે દૂર આવેલા કોલ્લાગ સંનિવેશમાં પધાર્યા. ત્યાં બહુલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો ઋદ્ધિમાનું અને અપરિભૂત હતો. ઋગ્વદ આદિમાં નિપુણ હતો. કાર્તિક ચૌમાસી (અનંતર) પ્રતિપદાને દિવસે પ્રચુર ઘી–ખાંડ આદિથી યુક્ત પરમાત્ર (ખીર)થી તેણે બ્રાહ્મણોને જમાડ્યા, આચમન કરાવ્યું. તે વખતે ભગવંત ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ભિક્ષાર્થે પર્યટન કરતા-કરતા બહુલ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો.
તે સમયે બહુલ બ્રાહ્મણે ભગવંતને આવતા જોઈને – યાવત્ – હું ઘી–ખાંડથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org