________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૮૭
હાડકાંનો જે ઢગલો થયો છે. તેને સરખો ગોઠવી તેના ઉપર એક દેવકુલ અર્થાત્ મંદિર બનાવો. શૂલપાણી યક્ષની ત્યાં સ્થાપના કરો. કોઈ કહે છે કે, બળદની મૂર્તિ બનાવવા કહેલું. તેની નીચે બળદના અસ્થિને પધરાવો. ગ્રામજનોએ પણ તુરંત તે કાર્ય કર્યું. ઇન્દ્ર શર્મા નામનો પૂજારી રાખ્યો. આવતા-જતા લોકો તે અસ્થિ ઉપરના દેવકુલને જોતાં, કોઈ પૂછે કે, કયાંથી આવ્યા ? તો ઉત્તર મળતો કે અસ્થિકગ્રામથી. એ રીતે તેનું અસ્થિક ગ્રામ નામ પડ્યું.
તે વ્યંતરગૃહમાં જે રાત્રે નિવાસ કરે તેને તે શૂલપાણિ યક્ષ મારી નાંખતો. તેથી લોકો ત્યાં દિવસે રોકાતા, પણ સાંજે બીજે ચાલ્યા જતા. ઇન્દ્રશર્મા પણ દિવસે જ ધૂપદીપ આદિ પૂજા કરતો. તે વખતે મોરાગ સંનિવેશના દઈજ્જતગ આશ્રમથી વિહાર કરી ભ૦મહાવીર પ્રથમ ચાતુર્માસ પૂર્ણ કરવા ત્યાં પધાર્યા. તે વખતે ત્યાં એકઠાં થયેલા લોકો પાસે ભગવંતે તે દેવકૂલમાં રહેવા માટે અનુજ્ઞા માંગી. તેઓએ કહ્યું કે, ગ્રામજનોને પૂછી જુઓ. ભગવંત પછી ગ્રામજનોને મળ્યા અને મંદિરમાં રહેવાની અનુજ્ઞા માંગી, ત્યારે ગ્રામજનોએ કહ્યું કે, એ મંદિરમાં રહેવું શક્ય નથી. કેમકે ત્યાં શૂલપાણિ યક્ષ રાત્રે તે મંદિરમાં જે હોય તેને મારી નાંખે છે. તો પણ ભગવંતે લોકોની અનુમતિ ફરી માંગી અને અનુમતિ મેળવી ત્યાં જ રહ્યા. જો કે લોકોએ બીજી વસતિ ગ્રહણ કરવા કહ્યું, પણ ભગવંત જાણતા હતા કે તે યક્ષ બોધ પામશે. તેથી ભગવંત તે મંદિરમાં જ રહ્યા. ત્યાં એક ખૂણામાં જઈ પ્રતિમા (કાયોત્સર્ગ) ધ્યાને ઊભા રહી ગયા.
ત્યારે સૂર્યાસ્ત સમયે તે ઇન્દ્રશર્મા પૂજારી ત્યાં આવ્યો. તેણે પુષ્પ ચઢાવી, ધૂપ કર્યો. ત્યારે ત્યાં રહેલા કાપેટિક–કરોટિક સર્વે ચાલ્યા ગયા. ઇન્દ્રશર્માએ ભગવંતને કહ્યું, હે દેવાર્ય ! તમે પણ અહીંથી નીકળી જાઓ, નહીં તો આ યક્ષ તમને મારી નાંખશે. ભગવંત મૌન રહ્યા. ત્યારે તે વ્યંતર વિચારવા લાગ્યો કે પુજારી તથા ગ્રામજનોએ કહેવા છતાં આ જતો નથી. હવે જુઓ, આના હું શું હાલ કરું છું. સંધ્યાકાળે જ ત્યારે તેણે ભૂમિને ભેદી નાંખે તેવું અટ્ટહાસ્ય કર્યું. પ્રભુને ક્ષોભ પમાડવા તે પ્રવૃત્ત થયો. ત્યારે સર્વ લોકો તેના આ અટ્ટહાસ્યથી ડરી ગયા. તેમને થયું કે, હમણાં તે દેવાર્યને યક્ષ મારી નાંખશે. તે વખતે ભગવંત પાર્થ પાસે દીક્ષા લઈ, પછી પરિવ્રાજક બની ગયેલો અષ્ટાંગ મહાનિમિત્તનો જાણકાર ઉત્પલ નામે નિમિત્તકે લોકો પાસેથી આ વાત સાંભળી “તીર્થકરને આવું કંઈ થવું ન જોઈએ” એમ ચિંતા કરતો, ભય પામતો રાત્રિ પસાર કરવા લાગ્યો.
ભગવંત જ્યારે યક્ષના અટ્ટહાસ્યયુક્ત શબ્દોથી ભય ન પામ્યા. ત્યારે તે યક્ષે હાથીનું, પિશાચનું, સર્પનું રૂપ વિફર્વી પ્રભુને દુઃસહ ઉપસર્ગો કર્યા. એ રીતે પણ ભગવંતને ક્ષોભ પમાવ્વામાં સફળ ન થયો ત્યારે તે યક્ષે સાત પ્રકારની વેદના ઉત્પન્ન કરી. તે આ રીતે – પ્રભુના મસ્તક, કાન, નાક, નેત્ર, દાંત, પીઠ અને નખ. એ સાત અંગોમાં વિવિધ પ્રકારે એવી તો વેદના કરી છે, જેમાંની એક વેદના પણ કોઈ સામાન્ય મનુષ્યના પ્રાણ લઈ લે. તો પછી સાતે દુસ્સહ વેદના એક સાથે થાય ત્યારે શું પરિણામ આવે ? ભગવંતે તે સમભાવે સહન કરી.
એ રીતે જ્યારે તે યક્ષ ભગવંતને ચલિત કરવામાં કે ક્ષોભ પમાડવામાં સફળ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org