________________
તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા
૩૧૩
ગોશાલકે કહ્યું, હે ભગવંત ! આપે મને તે સમયે કહેલું કાવત્ પ્રરૂપણા કરેલી કે આ તલનો છોડ નિષ્પન્ન થશે યાવત્ તલપુષ્પના સાત જીવ મરીને તલના રૂપમાં પુનઃ ઉત્પન્ન થશે. પણ આપની વાત પ્રત્યક્ષ મિથ્થા સાબિત થઈ છે, કેમકે અહીં પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે, આ તલનો છોડ ઉગ્યો જ નથી. ત્યારે ભગવંતે કહ્યું કે, હે ગોશાલક ! જ્યારે મેં તને એ પ્રમાણે કહ્યું હતું ત્યારે તે મારી વાત પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરી ન હતી. પણ મને મિથ્યાવાદી સાબિત કરવા માટે તે તલના છોડને માટી સહિત ઉખેડીને ફેંકી દીધો.
- પરંતુ તે જ સમયે આકાશમાં દિવ્ય વાદળો પ્રગટ થયેલા ચાવતુ આ તલપુષ્પ તલના છોડની એક ફળીમાં સાત તલરૂપમાં ઉત્પન્ન થયેલા. હે ગોશાલક ! આ તે જ તલનો છોડ છે. જે નિષ્પન્ન થયેલો છે અને તે જ સાત તલપુષ્પના જીવ મરીને આ જ તલના છોડની એક ફળીમાં સાત તલરૂપે ઉત્પન્ન થયા છે. તે ગોશાલક ! વનસ્પતિકાયિક જીવ મરી–મરીને પુનઃ તે જ વનસ્પતિકાયના શરીરમાં (અનેક ભવ સુધી) પુનઃ ઉત્પન્ન થતા હોય છે. તે વખતે ગોશાળાને ભગવંતની એ વાત યાવત્ પ્રરૂપણા પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન થઈ. પણ તે કથન પરત્વે અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરતો તે તલના છોડ પાસે પહોંચ્યો. તલફળીને તોડી, હથેલી પર મસળતા સાત તલ બહાર નીકળ્યા.
તે સાત તલનો ગણતા ગોશાળાના મનમાં એવો અધ્યવસાય યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો કે જે પ્રાણીઓ જે શરીરમાં મરે છે. તે પ્રાણીઓ તે જ શરીરમાં પાછા પરાવર્તન કરીને ત્યાંજ ઉત્પન્ન થાય છે. તેમજ “જે થવાનું હોય તે જ થાય છે." એ પ્રમાણેનો તેનો નિયતિવાદ પણ દૃઢ બન્યો. ત્યાંથી ભગવંત અને ગોશાલકનું પૃથક્ વિચરણ શરૂ થયું.
ગોશાળો તેજલેશ્યા સાધવા માટે પ્રભુથી છુટો પડી શ્રાવસ્તીનગરીમાં ગયો. ત્યાં એક કુંભારની શાળામાં રહીને પ્રભુએ કહેલ વિધિ મુજબ નખ સહિત એક મુઠીમાં આવે તેટલા અડદના બાકુળા તથા ચુલ્લભર પાણી પારણે લઈને નિરંતર છઠ–છઠના તપ પૂર્વક પોતાના બંને હાથ ઊંચા કરી સૂર્ય આતાપના લેવાની શરૂ કરી, એ પ્રમાણે છે મહિનાને અંતે તેને સંક્ષિપ્ત-વિપુલ તેજલેશ્યા પ્રાપ્ત થઈ. તેણે પોતાની કુશળતાની પરીક્ષા કરવા કુવાના કાંઠે કોઈ દાસીને તેજલેશ્યા વડે બાળીને ભસ્મ કરી દીધેલી.
ત્યાર પછી ગોશાળા પાસે કોઈ દિવસે શોણ, કણંદ, કર્ણિકાર, અચ્છિદ્ર અગ્રિવૈશ્યાયન અને ગૌતમપુત્ર અર્જુન એ છ દિશાચર આવ્યા. તે છ એ દિશાચરોએ પૂર્વકૃતમાં કહેવાયેલ અષ્ટાંગ નિમિત્ત, નવમા ગીતમાર્ગ અને દશમો નૃત્યમાર્ગ એ દશને પોતપોતાના મતિદર્શનોથી પૂર્વશ્રુતમાંથી ઉદ્ધત કર્યા. પછી ગોશાળા પાસે ઉપસ્થિત થયા. ત્યાર પછી તે મંખલિપુત્ર ગોશાલક તે અષ્ટાંગ મહાનિમિત્ત (શીખીને) તેના કોઈ ઉપદેશ દ્વારા સર્વે પ્રાણી, સર્વે ભૂત, સમસ્ત જીવો અને બધાં સત્ત્વોને માટે લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવન અને મરણ એ છ અનતિક્રમણીય બાબતોના વિષયમાં ઉત્તર આપવા લાગ્યો (–નિમિત્ત કથન કરવા લાગ્યો). ત્યાર પછી તે ગોશાલક અષ્ટાંગ મહાનિમિત્તના સ્વલ્પદેશમાત્રથી શ્રાવસ્તી નગરીમાં જિન ન હોવા છતાં “હું જિન છું", અત્ ન હોવા છતાં “હું અહંત છું.” એ પ્રમાણે મિથ્યા પ્રલાપ–બકવાસ આદિ કરવા લાગ્યો. જિન નહીં હોવા છતાં પોતા માટે “જિન” શબ્દનો પ્રલાપ કરવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org