________________
ભમહાપદ્મ કથા
હે આર્યો ! મેં શ્રમણ નિર્ગુન્થોને આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, અધ્યવપૂર્વક, પૂતિક, ક્રીત, પ્રામિત્ય, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, અભ્યાહત, ક્રાંતારભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાનભક્ત, વર્કલિકાભક્ત, પ્રાથૂર્ણક, મૂલ, કંદ, ફળ, બીજ, હરિત એ સર્વે ભોજન લેવાનો નિષેધ કર્યો છે, એ જ પ્રકારે મહાપદ્મ અર્હતુ પણ શ્રમણ નિગ્રન્થોને આધાકર્મ યાવત્ હરિતભોજન લેવાનો નિષેધ કરશે.
હે આર્યો ! જે પ્રકારે મેં શ્રમણ નિર્ગુન્થોને પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રત અને અચેલક ધર્મ કહ્યો છે તે જ પ્રકારે મહાપદ્મ અત્ પણ શ્રમણ નિર્પ્રન્થોને પંચમહાવ્રત યાવત્ અચેલક ધર્મ કહેશે. જે પ્રકારે મેં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ કહ્યો છે, તે જ પ્રકારે મહાપદ્મ અર્હતુ પણ પાંચ અણુવ્રત યાવત્ શ્રાવક ધર્મ કહેશે. મેં જે પ્રકારે શ્રમણ નિર્પ્રન્થોને શય્યાતર પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કર્યો છે. તે પ્રકારે મહાપદ્મ અર્હન્ત પણ શ્રમણ નિર્ગુન્થોને શય્યાતર પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કરશે.
હે આર્યો ! જે પ્રકારે મારે નવ ગણ અને અગિયાર ગણધર છે તે જ રીતે મહાપદ્મ અને પણ નવ ગણ અને અગિયાર ગણધર થશે. તે સર્વે ઉન્નત્ત અને વિશાળ કુળ અને વંશવાળા થશે. તેમના પ્રથમ ગણધર મહાસત્ત્વશાળી એવા કુંભસેન નામના થશે. હે આર્યો ! જે રીતે હું ત્રીશ વર્ષ ગૃહસ્થ પર્યાયમાં રહીને મુંડિત – યાવત્ - પ્રવ્રુજિત થયો, બાર વર્ષ અને તેર પક્ષ ન્યૂન ત્રીશ વર્ષનો કેવલી પર્યાય અને બેંતાલીશ વર્ષનો શ્રમણ પર્યાય સહિત કુલ બોતેર વર્ષનું પૂર્ણ આયુ ભોગવી સિદ્ધ થઈશ – યાવત્ સર્વ દુઃખોનો અંત કરીશ, તે જ પ્રમાણે મહાપદ્મ અર્હન્ત પણ ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં રહીને યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે.
જે શીલ સમાચાર અર્હત્ તીર્થંકર મહાવીરનો હતો તે જ શીલ સમાચાર મહાપદ્મ અર્હત્નો થશે.
મહાપદ્મ અત્ આઠ રાજાઓને મુંડિત કરીને તથા ગૃહવાસનો ત્યાગ કરાવીને અણગાર પ્રવ્રજ્યા આપશે, તે આ પ્રમાણે :- ૧. પદ્મ, ૨. પદ્મગુલ્મ, ૩. નલિન, ૪. નલિનગુલ્મ, ૫. પદ્મધ્વજ, ૬. ધનુર્ધ્વજ, ૭. કનકરથ અને ૮. ભરત.
--
-
-
૩૭૯
ભ૰મહાપદ્મના કાળમાં ચંદ્ર સમાન આચાર્ય, ક્ષીર સમુદ્ર તુલ્ય ઉપાધ્યાય, પ્રશસ્ય સાધુ ગણ, પાપથી ઉપશમિત શ્રમણીઓ, ચંદ્રની રેખા જેવા પ્રવર્તિની, દેવસમાન માતા– પિતા થશે. લોકો ધર્મ-અધર્મના જાણકાર, વિનય, સત્ય, શૌચ સંપન્ન, સાધુ–વડીલની પૂજામાં રત એવા થશે. આવા સમૃદ્ધ જનપદ અને કુળમાં તે તીર્થંકર ઘણાં કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અને શ્રમણગણથી સંપરિવૃત્ત થઈને વિચરશે. ત્યાં કાળના અનુભાવથી જનપદ વંશ, શ્રેષ્ઠ રાજા નલિનિકુમારનો વંશ અને સ્વાધ્યાયાદિની વૃદ્ધિ થશે. કાર્તિક વદની છેલ્લી રાત્રિએ તે ભમહાપદ્મ નિર્વાણ પામશે.
લક્ષ્મણા આર્યાનો જીવ ભ૰મહાપદ્મના તીર્થમાં મોક્ષે જશે. (જુઓ કથા ‘‘લક્ષ્મણા—સાધ્વી'' શ્રમણી વિભાગમાં.)
Jain Education International
X- * —
For Private & Personal Use Only
www.jainelibrary.org