________________
૩૭૮
આગમ કથાનુયોગ-૧
અસુરોથી પરિપૂર્ણ લોકના સમસ્ત પર્યાયોને જાણનાર અને જોનાર થશે. તથા સંપૂર્ણ લોકના સર્વ જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, માનસિક ભાવ, ભક્ત (ભોગ | ભોજન), કાર્ય, પરિસેવન, પ્રગટ કર્મો અને ગુપ્ત કર્મોને જાણશે. સર્વ રહસ્યોને જાણનારા તે ભગવંત તે–તે કાળના મન, વચન, કાયિક યોગોમાં વર્તતા સર્વ જીવોના સર્વ ભાવોને જાણતા અને જોતા વિચરણ કરશે.
(વાચનાન્તરે – તે સમયે તે ભગવંત કેવળજ્ઞાન, કેવળદર્શન વડે સમસ્ત લોકને જાણીને શ્રમણ નિર્ચન્થોને પચ્ચીશ ભાવના સહિત પાંચ મહાવ્રત તથા છ જવનિકાય ધર્મનો ઉપદેશ આપશે).
તે ભગવંત જે દિવસે મુંડિત થઈને – ચાવત્ – પ્રવજ્યા સ્વીકાર કરશે. તે જ દિવસે સ્વયં એવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરશે કે, જે કોઈ પણ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધિ ઉપસર્ગ ઉત્પન્ન થશે, તે બધાંને તેઓ સમ્યક્ રીતે સમભાવપૂર્વક, સહિષ્ણુતાથી પૂર્ણરૂપે સહન કરશે. પછી તે ભગવંત અનગાર થઈ (પૂર્વે જણાવ્યા મુજબ) ઇર્યાસમિતિ, ભાષા સમિતિનું પાલન કરશે. – યાવત્ – સર્વકથન ભ૦મહાવીર પ્રમાણે સમજી લેવું. એ પ્રમાણે વિહારચર્યા કરતા બાર વર્ષ અને તેર પક્ષ વ્યતીત થશે. તેરમાં વર્ષના મધ્યમાં વર્તતા તેમને અનુત્તર શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થશે. તેઓ જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી નૈરયિક સહિત સમસ્ત જીવાજીવને જાણનારા થશે. ૦ ભ૦મહાવીર અને ભ મહાપદ્મનું સામ્ય –
હે આર્યો ! જે રીતે મેં શ્રમણ નિર્ચન્થોને એક આરંભ સ્થાન (અસંયમ) કહ્યું છે, તે જ પ્રમાણે મહાપદ્મ અહંન્ત પણ શ્રમણ નિગ્રંથોને એક આરંભ સ્થાન કહેશે. તે આર્યો! જે પ્રકારે મેં શ્રમણ નિર્ચન્થોને બે બંધન કહ્યા છે, તે જ પ્રકારે મહાપદ્ય અર્વત શ્રમણ નિર્ચન્થોને બે બંધન કહેશે, રાગબંધન અને કેશબંધન. હે આર્યો ! જે રીતે મેં શ્રમણ નિર્ચન્થોને ત્રણ દંડ કહ્યા છે. તે જ પ્રકારે મહાપદ્મ અત્ત પણ શ્રમણ નિર્ચન્થોને ત્રણ દંડ કહેશે – મનદંડ, વચનદંડ અને કાયદંડ.
આ પ્રમાણે આ–આ અભિલાશપૂર્વક આગળ-આગળ કહેવું. જેમકે મેં ચાર કષાય કહ્યા છે – ક્રોધકષાય યાવત્ લોભકષાય, પાંચ કામગુણ કહ્યા છે – શબ્દ યાવત્ સ્પર્શ છ જીવનિકાય કહ્યા છે. પૃથ્વીકાય – યાવત્ – ત્રસકાય એ જ પ્રમાણે (મહાપદ્ય અન્ત પણ) કહેશે. આ જ પ્રમાણે આ અભિલાપપૂર્વક નામોલ્લેખથી મેં સાત ભયસ્થાન કહ્યા છે. જેમકે ઇહલોક ભય યાવત્ પરલોક ભય. તે પ્રમાણે મહાપદ્ય અસ્ત પણ નિર્ચન્થોને સાત ભય કહેશે. એ જ પ્રમાણે તેઓ આઠ મદ સ્થાન, નવ બ્રહ્મચર્યગુપ્તિ, દશ શ્રમણ ધર્મ થાવત્ તેત્રીશ આશાતના પર્યન્ત કહેશે.
હે આર્યો ! જે પ્રમાણે મેં શ્રમણનિગ્રંથોનો નગ્નભાવ, મુંડભાવ, અજ્ઞાન, અદંતધાવન, છત્રરહિતતા, ઉપાનહ (પગરખાં) ન પહેરવા, ભૂમિશય્યા, ફલકશચ્યા, કાષ્ઠશય્યા, કેશલોચ, બ્રહ્મચર્ય પાલન, પરઘર પ્રવેશ, પ્રાપ્ત-અપ્રાપ્ત આજીવિકામાં સમભાવ આદિ પ્રરૂપણા કરી છે, તે જ પ્રમાણે મહાપદ્મ અર્હત્ પણ શ્રમણ નિર્ચન્થોને નગ્નભાવ – થાવત્ – પ્રાપ્ત અપ્રાપ્ત આજીવિકામાં સમભાવ આદિ પ્રરૂપણા કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org