________________
તીર્થકર ચરિત્ર-ભમદ્ધિ-કથા
૧૮૧
– અહીં કેવળજ્ઞાન આદિ સંબંધિ બે ભિન્ન મતો રજૂ કરવા જરૂરી છે. - બંને વાતો આગમિક સાક્ષીપાઠ ધરાવે છે. તુભમલિને દીક્ષા ગ્રહણ કર્યા બાદ બીજે દિવસે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી.
જુઓ–સમવાય–૨૯૪, આવશ્યક નિર્યુક્તિ–૩૧૯, ૦ભ૦મલિને પ્રથમ ભિક્ષા મિથિલા નગરીમાં પ્રાપ્ત થયેલી
જુઓ–આવશ્યક નિર્યુક્તિ–૩૨૫; ૦ ભ૦મલ્લિને વિશ્વસેન ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (–પરમાત્ર) વહોરાવી પ્રથમ ભિક્ષાદાન કરેલ. – જુઓ સમવાય–૨૯૫, આવશ્યક નિર્યુક્તિ-૩૨૯
૦ છદ્મસ્થ કાળ :
- નાયાધમ્મકાઓ સૂત્ર-૧૦૮ – મુજબ દીક્ષાને દિવસે જ કેવળજ્ઞાન થયેલું તે મુજબ એક પ્રહર જેટલો છદ્મસ્થ કાળ થાય.
આવશ્યક નિર્યુક્તિ–૨૩૯ મુજબ – ભગવંત મલ્લિને એક અહોરાત્રનો છદ્મસ્થ કાળ હતો. ૦ કેવળજ્ઞાન :
– નાયાધમ્મકહા–સૂત્ર–૧૦૮ મુજબ – દીક્ષાને દિવસે જ અર્થાત્ પોષ સુદ-૧૧ના દિવસે અપરાળ કાળ સમયે અર્થાત્ દિવસના પાછલા ભાગે કેવળજ્ઞાન થયું. તેનો નાણ તપ–દીક્ષાતપ અનુસાર અઠમનો હતો. એક પ્રહર પર્યંત શુભધ્યાનમાં રહ્યા. મિથિલા નગરી બહાર સહસ્ત્રાપ્રવનમાં અશોકવૃક્ષ નીચે અને અશ્વિની નક્ષત્રમાં ભગવતી મલિ કેવળજ્ઞાન પામ્યા.
- સમવાય-પ૩ મુજબ તથા આવશ્યક નિર્યુક્તિ-૨૫૩ મુજબ -
પરમાત્મા મહાવીર સિવાયના ત્રેવીસ તીર્થંકર ભગવંતોને પૂર્વા કાળે સૂર્ય ઉદયમુહૂર્ત વેળાએ કેવળજ્ઞાન (દર્શન) ઉત્પન્ન થયેલ છે.
– આવશ્યક ૨૫૦, ૨૫૩, ૨૫૪, ૨૫૫ મુજબ –
ભગવતી મલ્લિનાથને તે કાળે અઠમનો તપ હતો, એકરાત્રિકી પ્રતિમાનું પ્રભુએ વહન કરેલું ત્યારે મિથિલા નગરીની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે માગસર સુદ એકાદશીના દિવસે પ્રાત:કાળે સૂર્ય ઉદય મુહુર્ત વેળાએ અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. (માગસર સુદ-૧૧ એવો અહીં સ્પષ્ટ પાઠ છે. તિત્વોગાલિયમાં પણ મા.સુ.૧૧ છે. એક અહોરાત્રનો છઘWકાળ પણ આવ.નિ.૨૩ભાં જણાવ્યો છે આ વિધાનનો નિષ્કર્ષ કાઢીએ તો દીક્ષા માગસર સુદ-૧૦ની માનવી પડે). સમાધાન :
આવશ્યક ચૂર્ણિ ૧ – પૃષ્ઠ–૧૫૭ મુજબ – બંને મતો ટાંકેલ છે. ૧. ભ૦ મહાવીર સિવાયના ત્રેવીસ તીર્થકરને સૂર્યોદય વેળાએ કેવળજ્ઞાન થયું. ૨. બીજા મતે ભમલ્લિનાથ અને ભમહાવીરને પશ્ચિમકાળે (-ચોથા પ્રહરે) અને
બાકીના બાવીશ તીર્થકરને પૂર્વાભકાળે કેવળજ્ઞાન થયું. નાયાધમકહા–સૂત્ર-૧૦૬ની અભયદેવ સૂરિ કૃત્ વૃત્તિ ૧. પોષ સુદ-૧૧ના દીક્ષાના દિવસે જ પશ્ચિમકાળે કેવળજ્ઞાન થયું. ૨. માગસર સુદ-૧૧ના પૂર્વાભકાળે (સવારે) કેવળજ્ઞાન થયું તેવો ઉપરોક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org