________________
આગમ કથાનુયોગ–૧
નીચે ઉતર્યા, આભરણ અલંકારોનો ત્યાગ કર્યો. ત્યારે પ્રભાવતી માતાએ હંસ જેવા શ્વેત વસ્ત્રમાં આભરણ અલંકારોને ગ્રહણ કર્યા.
૧૮૦
ત્યાર પછી મલ્લિ અર્જુન્ને સ્વયમેવ પંચમુષ્ટિક લોચ કર્યો. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રએ ભગવતી મલ્લિના વાળને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને ક્ષીરોદક સમુદ્રમાં પધરાવ્યા. પછી ભ૰મલ્લિ અર્હો ‘સિદ્ધોને નમસ્કાર થાઓ'' એમ કહીને સામાયિક ચારિત્ર સ્વીકાર કર્યું. જે સમયે ભમલ્લિ અર્હન્તે સામાયિક ચારિત્ર સ્વીકાર્યું તે સમયે શક્રના આદેશ વચનથી દેવો અને મનુષ્યોનો કોલાહલ, વાર્તાનો નિનાદ, ગીત વાજિંત્રોનો નિર્દોષ એકદમ બંધ થઈ ગયો. જે સમયે ભ૰મલ્લિ અર્હતે સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું તે સમયે ભગવતી મલ્લિ અર્હન્તને મનુષ્યોને જ પ્રાપ્ત થનારું એવું ઉત્તમ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવતી મલ્લિ અર્હતે હેમંતઋતુનો બીજો માસ, ચોથો પક્ષ અર્થાત્ પોષ સુદ અગિયારસને દિવસે (નાયાધમ્મકહા આગમમાં સૂત્ર-૧૦૬માં 'પોસ સુદ્ધસ્ત પારસી પāળ'' એવો વ્યવહારમાં ભગવતી મલ્લિનું દીક્ષા કલ્યાણક માગસર સુદ-૧૧ પ્રસિદ્ધ થયેલ છે. આવશ્યક સૂત્ર નિયુક્તિ ૨૫૦ નો કેવળજ્ઞાન દિવસનો સંબંધ જોડતા માગસર સુદ-૧૦નો પાઠ બંધ બેસે છે. કેમકે તેને બીજે દિવસે કેવળજ્ઞાન થયાનું સ્વીકારતા કેવળજ્ઞાન દિવસ, માગસર સુદ-૧૧ થાય છે. ત્રિષષ્ઠી શલાકા તથા સપ્તતિ શત સ્થાનકમાં તો માગસર સુદ–૧૧ છે જ. શ્રી અભયદેવ સૂરિજી લખે છે કે આ નિર્ણય બહુશ્રુતો જ કરી શકે.)
સ્પષ્ટ પાઠ છે
પૂર્વાહ્ન કાળ સમયે નિર્જળ અઠ્ઠમ તપ પૂર્વક અને અશ્વિની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૩૦૦ અત્યંતર પર્ષદાની સ્ત્રીઓ અને ૩૦૦ બાહ્ય પર્ષદાના પુરુષો સાથે મુંડિત થઈને દીક્ષા લીધી. (સમવાય સૂત્ર–૨૮૬ અને આવશ્યક નિયુક્તિ ૨૨૪માં ૩૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી તેમ લખેલ છે. શક્ય છે કે ત્યાં અત્યંતર પદાની ૩૦૦ સ્ત્રીઓની વિવક્ષા ન કરી હોય, પણ નાયાધમ્મકહાઓ માં સ્વતંત્ર કથાનક હોવાથી સૂત્ર-૧૦૬માં તો બંને પર્ષદાનો સ્પષ્ટ પાઠ છે જ.) સ્થાનાંગ સૂત્ર–૨૪૩ મૂળમાં ૩૦૦ પુરુષો સાથે દીક્ષાનો પાઠ છે, પણ તેની અભયદેવ સૂરિ કૃતુ વૃત્તિમાં “૩૦૦ સ્ત્રીઓ સાથે પણ'' એ વાતનો ઉલ્લેખ છે.)
ભગવતી મહ્નિ અર્હન્તને અનુસરીને આ આઠ જ્ઞાતકુમારો પણ દીક્ષિત થયા. જેના નામ આ પ્રમાણે છે :- ૧. નંદ, ૨. નંદમિત્ર, ૩. સુમિત્ર, ૪. બલમિત્ર ૫. ભાનુમિત્ર, ૬. અમરપતિ, ૭. અમરસેન અને ૮. મહાસેન.
-
ત્યાર પછી તે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ મલ્લિ અર્હન્તનો અભિનિષ્ક્રમણ મહોત્સવ કરીને નંદીશ્વર દ્વીપ ગયા. ત્યાં જઈને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. મહોત્સવ કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ૦ ભૂમલ્લિને કેવળજ્ઞાન :
ત્યાર પછી ભ૰મલ્લિ અર્હન્ત જે દિવસે પ્રજિત થયા તે જ દિવસ અપરાહ્ન કાળ સમયે દિવસના પશ્ચિમ ભાગે અશોક વૃક્ષ નીચે પૃથ્વી શિલા પટ્ટક પર (બેઠા હતા ત્યારે) ઉત્તમ સુખાસને શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયો તથા પ્રશસ્ત લેશ્યાએ વર્તતા, આત્મ વિશુદ્ધિ થતાં, તદાવરણ કર્મરજને દૂર કરનાર અપૂર્વકરણ ગુણસ્થાનને પ્રાપ્ત થયા. તેમને અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ, પૂર્ણ, પ્રતિપૂર્ણ, સર્વોત્તમ કેવળજ્ઞાન – કેવળ દર્શન ઉત્પન્ન થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org