________________
૩૦૬
આગમ કથાનુયોગ-૧
- ત્યાર પછી ભગવંત તંબાક નામના ગામે ગયા. ત્યાં પાર્થપ્રભુના અપત્ય શિષ્ય, બહુશ્રુત નંદિષેણ સ્થવિર ઘણાં શિષ્યોના પરિવાર સાથે પધારેલા હતા. તેઓ મુનિચંદ્રસૂરિની માફક જિનકલ્પની તુલના કરતા રહેલા. તે પણ બહાર પ્રતિમા ધ્યાને સ્થિત હતા. ગોશાલક ત્યાં ગયો. મુનિચંદ્રસૂરિના શિષ્યોની માફક નંદિષેણસૂરિના શિષ્યોનો પણ તિરસ્કાર આદિ કર્યા. નંદિષણ આચાર્ય તે દિવસે ચોથી પ્રતિમા ધરીને રહેલા હતા. તે ગામના કોટવાળના પુત્રે તે આચાર્યને ચોર માનીને ભાલા વડે હણ્યા.તો પણ તેઓ શુભ ધ્યાનથી ચલિત ન થયા. તે વેદનાને સહન કરતા નંદિષેણ આચાર્યને (આવશ્યક વૃત્તિ મુજબ) અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. (આવશ્યક ચૂર્ણિ મુજબ) કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શેષ સર્વ કથન મુનિચંદ્ર આચાર્ય મુજબ સમજવું. યાવતુ ગોશાળો તેઓનો તિરસ્કાર કરીને પાછો આવ્યો.
ત્યાંથી વિહાર કરી ભગવંત કૂપિકસંનિવેશે પધાર્યા. ત્યાંના અધિકારીઓએ મૌન ધરીને રહેલા પ્રભુને તથા ગોશાલકને ગુપ્તચર સમજીને પકડ્યા, બાંધ્યા અને ખૂબ જ માર માર્યો. તે વખતે લોક સમુદાય બોલવા લાગ્યો કે, અરે ! જુઓ રૂપ અને યૌવનથી અદ્ભુત એવા આ દેવાર્યને ગુપ્તચર સમજીને પકડ્યા છે ! તે ગામમાં પાર્થપ્રભુની અંતેવાસિની શિષ્યા, જે પછીથી પરિવારિકા થઈ ગયેલ તે વિજયા અને પ્રગભા રહેતી હતી. તેમને લોકો પાસે અંતિમ તીર્થંકર પ્રવ્રજિત થયાનું સાંભળેલ હતું. તે વિજયા અને પ્રગભા બંને પરિવ્રાજિકા તુરંત ત્યાં ગઈ, ભગવંતને જોતાં જ ઓળખી ગઈ. તુરંત ભગવંતને (અને ગોશાળાને) મુક્ત કરાવી, ત્યાંના અધિકારીને કહ્યું, ઓ! દુરાત્મનો ! શું તમે જાણતા નથી કે, આ છેલ્લા તીર્થકર અને રાજા સિદ્ધાર્થના પુત્ર છે. જો ઇન્દ્ર આ જાણશે તો તમારા શા હાલ થશે ? ભયભીત બનેલા તેઓએ ભગવંત તથા ગોશાળાને છોડી દઈ, ભગવંતની ક્ષમાયાચના કરી.
ત્યાંથી વિહાર કરતા આગળ બે રસ્તા આવ્યા. ત્યારે ગોશાળો બોલ્યો, હું તમારી સાથે નહીં આવું. મને લોકો મારે છે તો પણ તેઓને તમે નિવારતા નથી. બીજું તમારી સાથે ઘણાં ઉપસર્ગો થાય છે. તેમાં પણ પહેલાં તો હું જ માર ખાઉ છું. તેના કરતા એકલા વિચરવું એ જ ઉત્તમ છે. તેથી હું એકલો વિચરીશ. (ભગવંત વતી) સિદ્ધાર્થે કહ્યું, “તું જાણ" અર્થાત્ જેવી તારી મરજી. પછી સ્વામી વૈશાલી નગરી તરફ ચાલ્યા.
ગોશાલક ભગવંતથી છુટો પડીને બીજે માર્ગે ચાલ્યો. માર્ગમાં અડધે પહોંચ્યો, ત્યાં વૃક્ષ પર ચઢીને ચોરી માર્ગનું અવલોકન કરતા હતા, તેઓએ ગોશાલાને આવતો જોયો. તેને જોઈને કોઈ બોલ્યું, એક નગ્ન સાધુ આવી રહ્યો છે. તેનાથી બીવાની કે તેનું હરણ કરવાની જરૂર નથી. તે પસાર થાય તે પહેલા હું તેનો પરાભવ કરું છું. તે ૫૦૦ ચોરોએ તેને “આ તો મામો છે મામો" એમ કહીને એવો ફેરવ્યો કે શ્વાસ માત્ર બાકી રહ્યો ત્યારે છોડ્યો. તેથી ગોશાળાને એમ થયું કે, આના કરતા તો ભગવંત સાથે રહેવું સારું. કેમકે ભગવંતને કોઈક તો છોડાવશે જ. તેની નિશ્રામાં હું પણ બચી જઈશ.
ત્યારે ગોશાળાએ ભગવંતની શોધ કરવી શરૂ કરી. ભગવંત તે વખતે વૈશાલી નગરી પહોંચી ત્યાં કર્મકર (લુહાર)ની શાળામાં અનુજ્ઞા લઈને પ્રતિમા ધ્યાને રહ્યા હતા. તે વખતે તે લુહાર શાળા જેને સ્વાધીન હતી તેની અનુજ્ઞા લીધી હતી. તે શાળાનો સ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org