________________
૩૬
આગમ કથાનુયોગ-૧
- કુલકર-વક્તવ્યતા
૦ પ્રથમ તીર્થકર ઋષભ પંદરમાં કુલકર થયા. – જંબૂ. ૪૧; ૦ ઋષભ કુલકરના શાસનમાં ધિક્કાર દંડનીતિ હતી – જંબૂ. ૪૨;
૦ શ્રેણિક રાજા આગામી ચોવીસીના પ્રથમ તીર્થંકર “મહાપઘ' થશે તેનો જન્મ “સંમતિ' કુલકરની ભદ્રા' ભાર્યાની કુતિથી થશે. ઠા. ૮૭૧;
આ વચનો તીર્થકર કથાનકની ભૂમિકામાં કુલકરના સ્થાનને પ્રતિપાદિત કરનારા છે, કેમકે પૂર્વ કુલકર વ્યવસ્થા હોય છે પછી તીર્થકર વંશ, ચક્રવર્તી વંશ આદિનો આરંભ થાય છે.
- સમવાયમાં પણ પહેલા કુલકર અને પછી તીર્થકરના નામનો ઉલ્લેખ છે.
દ્વાદશાંગીના બારમાં દષ્ટિવાદ નામક અંગમાં ગંડિકાનુયોગમાં પણ તીર્થકર ચંડિકાની પહેલા કુલકર ચંડિકાનો ઉલ્લેખ છે – નંદી.યૂ.૫. ૧૧૨, નંદી. હા. ૧૧૫,
નંદી મૂ.૧૫૪-q. આ સર્વે હકીકતોને ધ્યાનમાં લઈને અત્રે સર્વ પ્રથમ કુલકર વિષયક વક્તવ્યતા નોંધેલ છે. તદુપરાંત “ઋષભ” કુલકર વંશમાં થયા હોવાથી પ્રથમ તીર્થકરની ઐતિહાસિક ભૂમિકારૂપે પણ કુલકર વક્તવ્યતા જરૂરી છે.
૦ કુલકર'નો અર્થ :- માનવસમૂહ રૂપ કૂળની વ્યવસ્થા આદિ કરવામાં સમર્થ તથા વિશિષ્ટ બુદ્ધિસંપન્ન પુરુષને કુલકર કહે છે. તેને માનવ કૂળનો નેતા, રાજ્યપાલ કે ન્યાયપાલક પણ કહે છે કે જે શાસનનીતિનો અમલ કરાવે છે અને શાંતિ તથા વ્યવસ્થાને જાળવે છે.
૦ કુલકર ઉત્પત્તિ – સુષમ દુઃષમ નામના ત્રીજા આરામાં છેલ્લા ત્રિભાગને પૂર્ણ થવામાં પલ્યોપમનો આઠમો ભાગ જેટલો સમય બાકી રહે ત્યારે દક્ષિણાર્ક ભરતમાં ગંગા અને સિંધુ નદીના મધ્યખંડમાં દરેક ઉત્સર્પિણી, અવસર્પિણીમાં કુલકરોની ઉત્પત્તિ થાય છે.
સમ. ૨૨૫; જંબૂ૪૧,૫૩, જંબૂ.મૂ. ૪૧–પૃ. આવ. નિ.૧૫૦,૧૫૧; ૦ કુલકર સંખ્યા સંબંધિ ત્રણ પરંપરા ૧. કુલકરોની સંખ્યા સાત બતાવે છે – ઠા. સમ ભગ. આવ. ૨. કુલકરોની સંખ્યા દશ બતાવે છે – ઠાસમ. ૩. કુલકરોની સંખ્યા પંદર બતાવે છે – જંબૂ.
આગમની વાંચનાઓની ભિન્નતા અને વિભિન્ન પરંપરાને કારણે આ સંખ્યાભેદ દૃષ્ટિગોચર થતો હોય તેવું લાગે છે. વળી આવશ્યક સૂત્ર સાત કુલકરની પ્રરૂપણા બતાવે છે તો પણ આવશ્યક ભાષ્યમાં ‘ઋષભનો કુલકર તરીકે ઉલ્લેખ તો થયો જ છે.
જુઓ સાવરક્ક-માષ્ય ૫ અને ૮;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org