________________
તીર્થકર ચરિત્ર-ભઋષભકથા
૮૯
એક મને પરલોકના સુખ વડે વિલોભિત થતો, સાંપ્રત સુખની નિંદા કરતો દુઃખમાં પાડવા ઈચ્છે છે. તેમ જાણી સંભિન્નશ્રોત્ર એવા મંત્રીએ મને કહ્યું, હે સ્વામી ! આ સ્વયંબુદ્ધ તો શીયાળની જેમ મસ્યકાંક્ષી, મત્સપેશી છોડીને નિરાશ થયો છે. તેથી દૃષ્ઠસુખ છોડીને સુખના આશયથી આ સુખનો ત્યાગ કરવાનું જણાવે છે.
ત્યારે સ્વયંબુદ્ધ મંત્રીએ કહ્યું, તમે જે તુચ્છ સુખમાં મોહિત થઈને કહો છો, તેનું કોણ પ્રમાણ કરી શકે ? નિપુણ લોકો રત્નને છોડીને કાકણીમાં આસક્ત થવાનું ઈચ્છે તો તેને કઈ રીતે સમજાવવા ? તેથી શરીર અને વૈભવની અનિત્યતાને જાણીને વીર પુરુષો ભોગોનો ત્યાગ કરીને તપ અને સંયમ દ્વારા નિર્વાણ અને દિવ્ય સુખ માટે પ્રયત્ન કરે.
ત્યારે સંભિન્નશ્રોત્રે કહ્યું, હે સ્વયંબુદ્ધશું મરણની આશંકાથી કોઈ શ્મશાન જઈને બેસે છે ? જે રીતે ટીંટોડી આકાશથી પડવાના ભયથી શંકિત થઈને, ઊંચા પગ કરીને સુવે છે. તે રીતે તું પણ ક્યાંક મૃત્યુ આવી જાય તો એવું વિચારીને સાંપ્રત સુખનો પરિત્યાગ કરીને અકાલિક (ભાવિ સુખની) પ્રશંસા કરે છે. મરણ સમય પ્રાપ્ત થાય ત્યારે પરલોકના હિતને આદરવું જોઈએ.
ત્યારે સ્વયંબુદ્ધે કહ્યું, હે મુગ્ધ! હાથી જ્યારે ઘોડાનું દમન કરવા લાગે ત્યારે યુદ્ધ ન થાય, નગર રંધાયું હોય ત્યારે ધાન્ય એકઠું કરવા ન જવાય, ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. પરંતુ જો પહેલેથી દમન, ભરણ, ખનન કાર્ય કરી રાખ્યું હોય તો પર સૈન્ય, સુધા, અગ્રિનું નિવારણ સુખેથી થઈ શકે. તે જ રીતે જો ભવિષ્ય સંબંધી પરલોકના હિતને માટે જે ઉદ્યમ કરતો નથી તે મમત્વ સ્થાનાદિમાં વિસંવાદિત થઈ પરમ દુઃખથી અભિભૂત થઈ કઈ રીતે પરલોકના હિતમાં સ્થિર થવાનો ?
- હવે તમે વિચક્ષણ પુરુષોએ કહેલા ઉપદેશને સાંભળો–કોઈ એક હાથી હતો, તે વૃદ્ધાવસ્થાને પામેલો હતો. ગ્રીષ્મકાળમાં કોઈ પર્વતીય નદીને ઉતરતા વિષમ કિનારે પડી ગયો. તે શરીરના ભારેપણાને કારણે અને દુર્બળતાને લીધે ત્યાંથી ઊભો થવાને માટે અશક્ત હતો. તેથી ત્યાં જ મૃત્યુ પામ્યો. બગલા વડે અપાન પ્રદેશથી ખવાઈ ગયો. તે જ માર્ગેથી કાગડાઓ આવ્યા. માંસાદિ પર જીવતા તેઓ ત્યાંજ રહ્યા. ઉષ્ણતાને કારણે તેની શરીર બળવાથી તેનો અપાનપ્રદેશ સંકોચાઈ ગયો. ત્યારે કાગળા ખુશ થયા. તેમને થયું કે આ તો અહીં રહેવાનું બાધા રહિત થઈ ગયું. પ્રાવૃષ (વર્ષ) કાળે પર્વતીય નદીનું પૂર વેગ વડે વહેતું વહેતું અતિ મોટા સ્ત્રોતમાં પડવા લાગ્યું. પછી તે કલેવર તેમાં ઢસડાતું સમુદ્રમાં પહોંચ્યું. મત્સ્ય અને મગરોએ તે શરીરને છેદી નાંખ્યું. ત્યાર પછી તે હાથીનું કલેવર પાણી વડે પૂરાવા લાગ્યું. ત્યારે તે કાગડા ત્યાંથી નીકળી ગયા.
ત્યારે કાગડાઓને ક્યાંય કિનારો દેખાયો નહીં. ત્યાં ને ત્યાં જ નિધન પામ્યા. જો તેઓ ભવિષ્યનો વિચાર કરી પહેલા નીકળ્યા હોત તો દીર્ધકાળ સ્વચ્છંદપણે વિવિધ પ્રકારના માંસ અને ઉદકનો આહાર કર્યો હોત. આ દૃષ્ટાંતનો ઉપસંહાર એ કે, જે આ કાગડા હતા તેવા સંસારી જીવો જાણવા. જે હાથીના કલેવરમાં પ્રવેશ્યા તેને મનુષ્યના શરીરનો લાભ જાણવો. જે હાથીના શરીરમાં રહેલ માંસ અને ઉદક હતું તેને વિષય સંપત્તિ જાણવી. જે માર્ગનો સંનિરોધ કહ્યો તેને તે-તે ભવનો પ્રતિબંધ જાણવો. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org