________________
તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર-કથા
૨ ૩૩
ક્ષત્રિય, ઇક્વાક કે હરિવંશકુળો અથવા તેવા પ્રકારના વિશુદ્ધ જાતિ અને વિશુદ્ધ કુળવાળા વંશોમાં સંક્રમાવવા જોઈએ.
તેથી હે દેવાનુપ્રિય ! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને બ્રાહ્મણ કુંડગ્રામ નગરથી કોપાલગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ક્ષત્રિય કુંડગ્રામ નગરમાં જ્ઞાતકુળના ક્ષત્રિયોમાં કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની પત્ની વાશિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૃષિમાં ગર્ભપણે સંક્રમાવ. જે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે તેને પણ જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૃષિમાં ગર્ભપણે સંક્રમાવ. એ પ્રમાણે સંહરણ કરીને મારી આજ્ઞા પાલન થયાનું મને સૂચિત કર. ૦ ગર્ભ સંહરણ પ્રક્રિયા :
ત્યારે પદાતિસૈન્યના અધિપતિ એવા તે હરિભેગમેષી દેવને જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે હરિસેગમેષી દેવ હર્ષિત થયો – યાવત્ – પ્રફૂલ્લિત હૃદયવાળો થઈને બંને હાથ જોડીને – યાવત્ – મસ્તકે અંજલિ કરીને “જેવી દેવની આજ્ઞા” એ પ્રમાણે કહીને શક્રની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને ઇશાન ખૂણા તરફ જઈને વૈક્રિય સમુદૂઘાત વડે વૈક્રિય શરીર કરવા માટે સંખ્યાતા યોજન પ્રમાણવાળા દંડના આકારે જીવપ્રદેશ અને કર્મ પુદ્ગલોના સમૂહને શરીરથી બહાર કાઢે છે.
ત્યાર પછી રત્નના, વજના વૈડૂર્યના, લોહિતાક્ષના, મસારગલના, હંસગર્ભના, પુલકના, સૌગંધિકના, જ્યોતિરસના, અંજનના, અંજનપુલકના, જાતરૂપના, સુભગના, અંકના, સ્ફટિકના, રિષ્ટના (એવા સોળ પ્રકારના) રત્નો જેવાં વૈક્રિય પુલોને ગ્રહણ કરીને તેમાંથી બાદલપુદ્ગલોનો ત્યાગ કરે છે. પછી સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. બીજી વખત પણ વૈકિયસમુદૂઘાત વડે પૂર્વે કહ્યા પ્રમાણે કરે છે. એ રીતે પોતાના મૂળ શરીરથી ભિન્ન એવા ઉત્તર વૈક્રિયરૂપ શરીરને બનાવે છે.
એ રીતે વૈક્રિય શરીર બનાવ્યા પછી તે હરિરંગમેષી દેવ ઉત્કૃષ્ટ, ત્વરાયુક્ત, ચપળ, તીવ્ર, પ્રચંડ વેગવાળી, ઉતાવળી અને દેવોને યોગ્ય એવા પ્રકારની દેવગતિ વડે દોડતો—દોડતો તે દેવ તીરછા અસંખ્યાત દ્વીપસમુદ્રોના ઠીક મધ્યભાગમાં જ્યાં જંબૂદ્વીપ નામનો હીપ છે, ભરત ક્ષેત્ર છે. જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર છે, જ્યાં ઋષભદત્ત બ્રાહ્માણનું ઘર છે, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે ત્યાં આવે છે. આવીને ભગવંતનું દર્શન થતાં જ શ્રમણ ભગવાનું મહાવીરને પ્રણામ કરે છે. પછી પરિવાર સહિત દેવાનંદા બ્રાહ્મણીને અવસ્થાપિની નિદ્રા આપે છે અર્થાત્ ગાઢ નિદ્રામાં મૂકી દે છે.
ત્યાર પછી અશુભ પગલોને દૂર કરે છે. દૂર કરીને શુભ મુગલોને સ્થાપિત કરે છે. પછી હે ભગવંત ! “આપ મને અનુજ્ઞા આપો” એમ કહીને – શ્રમણ ભગવાનું મહાવીરને જરા પણ કષ્ટ ન પહોંચે એ રીતે સુખપૂર્વક પોતાના દિવ્ય પ્રભાવ વડે હસ્તતલના સંપુટમાં ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જ્યાં ક્ષત્રિયકુંડ ગ્રામ નગર છે, જ્ય સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી છે ત્યાં આવે છે. આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને સપરિવાર અવસ્થાપિની નિદ્રા આપે છે. એ રીતે તેમને નિદ્રાધીન કરીને અશુભ પુદ્ગલોને દૂર કરે છે. શુભ પુદ્ગલોને સ્થાપન કરે છે. પછી શ્રમણ ભગવાન્ મહાવીરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org