________________
૨૩૨
આગમ કથાનુયોગ-૧
ભગવંત મહાવીર જંબૂલીપ નામના હીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણ કુંડગ્રામ નગરમાં કોડાલગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે–
– ત્યારે ભૂતકાળના, વર્તમાનના અને ભાવિમાં થનારા દેવેન્દ્ર દેવરાજ શક્રનો એવો (પરંપરાગત) જિતઆચાર છે કે, અરિહંત ભગવંતોને પૂર્વે કહેલા એવા પ્રકારના અંત, પ્રાંત, તુચ્છ, દરિદ્ર, ભિક્ષુક, કૃપણ કે બ્રાહ્મણ કુળોમાંથી, પૂર્વે કહેલા એવા પ્રકારના ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇત્ત્વાક, જ્ઞાત, ક્ષત્રિય કે હરિવંશ કુળમાં અથવા તેવા પ્રકારના વિશુદ્ધ જાતિ અને કુળવાળા વંશોમાં -- યાવત્ – રાજ્ય કરતા અને રાજ્યલક્ષ્મી ભોગવતા કુળોમાં સંઘરીને – લાવીને મૂકવા જોઈએ. તેથી મારે માટે પણ એ શ્રેયસ્કર છે કે
શ્રી ઋષભદેવ વગેરે પૂર્વ તીર્થકરોએ કહેલા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવંત મહાવીરને બ્રાહ્મણકુંડગ્રામ નગરથી કોપાલગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (ઋષભદેવના વંશમાં થયેલા) જ્ઞાતવંશીય ક્ષત્રિયોમાંના કાશ્યપ ગોત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયની પત્ની ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભપણે મૂકવા જોઈએ. વળી જે ત્રિશલા ક્ષત્રિયાણીનો (પુત્રીરૂપ) ગર્ભ છે તેને પણ જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૃષિમાં ગર્ભરૂપે પરાવર્તિત કરવો જોઈએ. ૦ ગર્ભ પરાવર્તન માટેની સૂચના :
શક્રેન્દ્ર આ પ્રમાણે વિચાર કર્યો અને વિચાર કરીને પાયદળ સેનાના અધિપતિ હરિબૈગમેષી નામના દેવને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિય ! નિશ્ચયથી આ પ્રમાણે એવું બન્યું નથી, બનતું નથી, બનશે પણ નહીં કે અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો કે વાસુદેવો અંત, પ્રાંત, કૃપણ, દરિદ્ર, તુચ્છ, ભિક્ષુક કે બ્રાહ્મણ કુળોમાં આવ્યા હોય, આવતા હોય કે આવવાના હોય. ખરેખર, અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો કે વાસુદેવો ઉગ્રકુલોમાં, ભોગ, રાજન્ય, જ્ઞાત, ક્ષત્રિય, ઇત્ત્વાકુ કે હરિવંશ કુળોમાં અથવા તેવા પ્રકારના વિશુદ્ધ જાતિ અને કુળવાળા વંશોમાં આવ્યા હતા, આવે છે, આવશે.
પરંતુ આવો પણ ભાવ થયો છે કે, જે લોકોમાં આશ્ચર્યભૂત છે, કે જે ભાવ અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી ગયા પછી ઉત્પન્ન થાય છે. જ્યારે નામ ગોત્રકર્મ (પૂર્ણ) ક્ષીણ થતું નથી, તેનું (પૂર્ણ) વેદન થતું નથી. તે (પૂર્ણ) નિર્જરતું નથી (અર્થાત્ પ્રકૃતિબંધથી જે નામકર્મ છે તેનો સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કિંચિંતું પણ બાકી હોય છે) ત્યારે તે ઉદયમાં આવતા અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો કે વાસુદેવો અંતકુળોમાં, પ્રાંત, તુચ્છ, દરિદ્ર, ભિક્ષુક, કૃપણ કે બ્રાહ્મણ કુળોમાં આવ્યા હતા, આવે છે કે આવશે. પણ, તેઓએ ત્યાં કદાપી જન્મ લીધો નથી, લેતા નથી અને લેશે પણ નહીં
આ શ્રમણ ભગવંત મહાવીર જંબૂલીપ નામના હીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણ કુંડગ્રામ નગરમાં કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૃષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયેલ છે. તેથી દેવેન્દ્ર દેવરાજ એવા અતીત–વર્તમાન અને અનાગત શક્રોનો એવો આચાર છે કે, અરિહંત ભગવંતોને તેવા પ્રકારના અંત, પ્રાંત, તુચ્છ, કૃપણ, દરિદ્ર, ભિક્ષુક યાવત્ બ્રાહ્મણ કુળોમાંથી તેવા પ્રકારના ઉગ્ર, ભોગ, રાજન્ય, જ્ઞાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org