________________
૩૨૦
આગમ કથાનુયોગ-૧
સરસ યૌવન, તરૂણ ભાવને પામેલી સવગ સુંદરીઓ હતી. ત્યારે તેણી સર્વે ભગવંત મહાવીરના અપ્રતિરૂપ રૂપ, લાવણ્ય, યૌવન, સૌભાગ્ય, અપરિમિત લાખો ગુણથી યુક્ત જોઈને અત્યંત મૃદુ, અનુલોમ, શૃંગાર યુક્ત ઉપસર્ગો વડે ઉપસર્ગ કરે છે.
ત્યારે સર્વ પ્રથમ તેઓએ બહુસમરમણીય ભૂમિભાગ વિકર્થો. તેમાં અનેક સેંકડો સ્તંભથી યુક્ત યાવત્ શ્રી વડે અતીવ શોભાયમાન પ્રેક્ષાગૃહ મંડપ વિકુર્યો. ત્યાં દિવ્ય નૃત્ય, ગીત, વાજિંત્ર વિધિ દેખાડી યાવત્ યુક્ત ઉપચાર સહિત થઈને ભગવંતની સન્મુખ એકત્ર થઈને સમોસરણ કર્યું, પંક્તિઓ બનાવી, ચડતી–ઉતરતી નૃત્ય કરવા લાગી. એ જ પ્રમાણે સહિતા, સંગતા, તિમિતા, પ્રસરણ આદિ રચના કરી.
એ જ રીતે એકઠી થઈને વાજિંત્ર, ગાન, નૃત્ય કરવા લાગી, હર્ષ તથા કિલકિલાટ કરતા ગીત, ગંધર્વ, આનંદિત મનથી ઊંચા-નીચા, મંદ સ્વરે ગાન કરવા લાગી. ગદ્ય, પદ્ય, કથ્ય, ગેય, પદબદ્ધ, પાદબદ્ધ ઇત્યાદિ સપ્ત સ્વર ગત, અષ્ટરસયુક્ત, અગિયાર અલંકાર, છ દોષ મુક્ત, આઠ ગુણયુક્ત મધુર, સમ, સલલિત, મનોહર, મૃદુ, રિભિત પદ સંચાર વડે દિવ્ય નૃત્ય સજ્જ ગીત આદિ કરવા લાગી.
– સંખ્યાત સેંગાબરમુડી, પ્રણવ, પટણના નાદ કરતી, ભંભાને વગાડતી, તાળીઓ આપતી, ભેરી, ઝલ્લરી, દંભી, મુરવ, મુનીંગ, નંદીમુનીંગ, ગોમુખી, વીણા, વલુકડી, ભ્રામરી, સારિજેંતી, સુઘોષા, નંદિઘોષ, કચ્છભી, તુંબવીણા, હક્ક, ડિડિમ, કદંબ, તાલ, કંસતાલ, વંશ, વેલુ ઇત્યાદિ ઓગણપચાસ પ્રકારના વાજિંત્ર વિધાનોને પ્રકૃષ્ટતયા વગાડવા લાગી.
ત્યારે તે દિવ્ય ગીત, દિવ્ય વાજિંત્ર, દિવ્ય નૃત્ય, અદ્ભુત શૃંગાર, ઉદાર, મનોજ્ઞ, મનોહર, ઉર્મિજ્વાલામાલાભૂત કહyહાયુક્ત દિવ્ય દેવરમણમાં પ્રવૃત્ત થયા હતા.
ત્યારે તે દેવીઓએ ભગવંત મહાવીરની સન્મુખ પ્રથમ સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ એ અષ્ટ મંગલ પ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. ભગવંત તો સમભાવમાં જ રહ્યા. જ્યારે ભગવંતને ચલિત ન કરી શક્યા ત્યારે અવ્યક્ત કામ, મૈથુનયુક્ત, મોહથી ભરેલ, અવાજો કરતી પ્રત્યેક–પ્રત્યેક મધુર, શૃંગાર, કરુણ શબ્દોથી ઉપસર્ગો કરવા લાગી.
પછી ભગવંત મહાવીર ઉપર લલિત સહ વિવિધ પ્રકારનાં વાસ ચૂર્ણમય, દિવ્ય, ઘાણ અને મનને ભરી દેતા, સર્વઋતુઓના પુષ્પોની વૃષ્ટિ કરી, વિવિધ પ્રકારના મણિ, કનક, રત્નાદિ ઘંટિકા વડે નાદ કરતી દિશાઓને અવાજ વડે ભરી દેતી, આવા વચનો બોલવા લાગી, હે સ્વામી ! હોલ, વસુલ, ગોલ, નાથ, દયિત, પ્રિય. કાંત, રમણ, નિમ્પિણ, નિરર્થક, છિન્ન, નિષ્ક્રિવ, શિથિલ ભાવ, રૂક્ષ, દેવ, સર્વજીવ રક્ષક ! અમારી સાથે જોડાતા નથી. અનાથ એવા અમે તમારી અપેક્ષા કરીએ છીએ.
હે ગુણશંકર ! અમે તમારા ચરણોમાં આવેલા છીએ. હે સ્વામી ! અમે આપના વિના એક ક્ષણને માટે પણ જીવિત રહી શકીએ તેમ નથી. તમારા આ ગુણ સમુદાયથી અમને શો લાભ ? આ પ્રકારે શશી મંડલમાંથી ઘન વિમળતા ચાલી ગઈ હોય તેવા, શારદ–કમળ, કુમુદ, મુકુલદલનિકર સદશ નયન, વદન પિપાસાગતા, જે અમને જોવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org