________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૩૪૯
-
-
કર્તવ્યો વ્યંતર દેવોએ કર્યા
(જ્યારે તે પ્રકારના ઘણાં દેવો કે ઇન્દ્રો આવે ત્યારે આ પ્રમાણે સમવસરણની રચના કરે છે. જ્યારે કોઈ તેવા પ્રકારનો મહર્તિક દેવ આવે ત્યારે તે એકલો પણ આ બધી રચના કરે છે. જો ઇન્દ્ર ન આવે તો ભવનવાસી દેવ આ સર્વ રચના કરે અથવા ન પણ કરે) – આવશ્યક નિર્યુક્તિ–૫૫૪
આ પ્રમાણે દેવ નિષ્પાદિત સમવસરણમાં સૂર્યોદય કાળે પહેલી પોરિસિમાં ભગવંત પ્રવેશ કરવાને ચાલ્યા. તે વખતે દેવતાએ વિકુર્વેલ સહસ્ત્રપાંદડીવાળા સુવર્ણ કમળ પર પગ મૂકતા ચાલે છે. જેમાં બે કમળ પર ભગવંત પગ મુકે છે. બીજા સાત કમળો ભગવંતની આગળ—પાછળ સંચરે છે. ભગવંત પૂર્વ ધારેથી પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખે સિંહાસન પર બેસે છે.
ભગવંત પૂર્વાભિમુખ બેસે ત્યારે બાકીની ત્રણ દિશામાં વ્યંતરો રત્નના ત્રણ સિંહાસન ઉપર ભગવંતના ત્રણ પ્રતિબિંબો વિકુર્વે છે. આ પ્રતિબિંબ ભગવંતના શરીર પ્રમાણ હોય છે. ત્યાં બંને બાજુ ચામર વીંઝનારા, પાછળ છત્રધારક અને ધર્મચક્ર પણ. હોય છે. આ ત્રણે પ્રતિબિંબ તીર્થકરના પ્રભાવથી તીર્થકર અનુરૂપ લાગે છે. જેથી બીજા દેવ આદિ સર્વ લોકોને એમ લાગે કે, ભગવંત અમારી સન્મુખ જ ધર્મકથન કરી રહ્યા છે. ભગવંતના પગ પાસે એક ગણધર અવશ્ય હોય છે. તે ગણધર જ્યેષ્ઠ ગણધર અથવા અન્ય કોઈ ગણધર હોઈ શકે છે. પણ પ્રાયઃ જ્યેષ્ઠ ગણધર જ બેસે છે. અન્ય ગણધરો અગ્નિ ખૂણામાં બહુ દૂર નહીં તેમ બહુ નજીક નહીં તે રીતે ભગવંતને નમસ્કાર કરીને બેસે છે. (આ સામાન્ય વિધિ કહી છે ભગવંત મહાવીરના પહેલા સમવસરણમાં ગણધરનો સંભવ નથી.) ૦ સમવસરણમાં બારે પર્ષદાના સ્થાનનું સર્વસામાન્ય કથન :
પહેલા ગણધર પૂર્વકારેથી પ્રવેશ કરી, તીર્થંકર ભગવંતને ત્રણ વખત વંદન કરી અગ્નિખૂણામાં બેસે છે. પછી બાકીના ગણધરો પણ એ જ રીતે પ્રવેશ કરીને બેસે છે.
ત્યારપછી કેવલી ભગવંતો પૂર્વકારથી પ્રવેશીને તીર્થકર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપી, તીર્થંકર તથા તીર્થને નમસ્કાર કરી, ગણધરોની પાછળ બેસે છે.
ત્યારપછી બાકીના અતિશયધારી શ્રમણો ક્રમશઃ મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવ પૂર્વી ઇત્યાદિ, લબ્ધિધર શ્રમણો, સામાન્ય શ્રમણો પૂર્વધારેથી પ્રવેશ કરીને, ભગવંતને પ્રદક્ષિણા દઈ, ભગવંતને વંદન કરી, તીર્થને અને કેવલીને નમસ્કાર કરી, અતિશયધારીને નમસ્કાર કરી કેવલીની પાછળ-પાછળ અનુક્રમે બેસે છે.
એ રીતે અગ્નિખૂણામાં શ્રમણોની પ્રથમ પર્ષદા બેસે છે.
ત્યાર પછી પૂર્વકારેથી જ વૈમાનિકની દેવીઓ પ્રવેશ કરે છે. ભગવંતને પ્રદક્ષિણા કરી, વંદના કરી, તીર્થને તથા શ્રમણોને નમસ્કાર કરી, સર્વે શ્રમણોની પાછળ ઊભી રહે છે પણ બેસતી નથી. (ભગવંત મહાવીરના પ્રથમ સમવસરણમાં પણ પૂર્વે શ્રમણોનું અને અંતિમ શ્રમણીઓનું સ્થાન છોડીને મધ્ય સ્થાનમાં અગ્નિખૂણામાં વૈમાનિક દેવીઓ ઊભી રહી)
ત્યારપછી પૂર્વ દ્વારેથી જ પ્રવેશ કરીને સર્વે શ્રમણીઓ ભગવંતને પ્રદક્ષિણા દઈ, વંદના કરી પૂર્વવત્ અગ્નિખૂણામાં વૈમાનિક દેવીઓની પાછળ આવીને ઊભા રહે છે. બેસતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org