________________
૧૩૮
આગમ કથાનુયોગ-૧
ત્યારે આવે. પણ ભુખ્યો જીવ કયુ પાપ કરતો નથી? હે રાજનું! બીજું કંઈપણ ભક્ષણ કરવાથી મને તૃપ્તિ થશે નહીં, હું તો તુરંત જ આને મારીને ભક્ષણ કરીશ. હું ભુખથી તરફડી રહ્યો છું માટે તમે જલદી મારા ભક્ષ્યને આપી દો.
ત્યારે મેઘરથ રાજાએ તે યેન પક્ષીને કહ્યું, હું તને આ કબૂતરના પ્રમાણ જેટલું મારું માંસ કાપીને આપું, જેથી તારે ભૂખથી તડપવું ન પડે. યેન પક્ષીએ તે વાત કબૂલ કરી, રાજાએ ત્રાજવાના એક પલ્લામાં તે કબૂતરને મૂક્યું, બીજા પલ્લામાં પોતાના શરીરમાંથી માંસ કાપીને મૂક્યું. જેમ જેમ રાજા પોતાના શરીરનું માંસ કાપીકાપીને પલ્લામાં મુકતો ગયો તેમ તેમ કબૂતરવાળા પલ્લાનો ભાર વધતો ગયો. તેથી રાજાએ પોતે જ એક પલ્લામાં પોતાના શરીરને મૂકી દીધું. તે જોઈને તેના મુખ્યમંત્રી ગદ્ગદીત થઈ બોલ્યા, હે રાજન્ ! એક પક્ષીના રક્ષણ માટે તમે જાતને હોમી દીધી. હે રાજન્ કદાપી આ પક્ષીનો આટલો ભાર હોઈ ન શકે, નક્કી આ કોઈ માયાવી દેવ કે અસુર જણાય છે. આટલો સંવાદ સાંભળી દિવ્ય અલંકાર યુક્ત એવો દેવ પ્રગટ થયો.
તે દેવે બે હાથ જોડી રાજાને કહ્યું કે, જ્યારે ઈશાન અને શક્ર ઇન્દ્રએ તમારી સ્તુતિ કરતા કહ્યું કે, રાજા મેઘરથને ચલાયમાન કરવા દેવ પણ સમર્થ નથી, ત્યારે મારાથી તે પ્રશંસા સહન ન થઈ, તેથી હું તમારી પરીક્ષા કરવા આવેલ. હે રાજન્ ! ખરેખર તમે મહાસત્વશાળી છો, તમને ધન્યવાદ છે કે તમે એક જીવના રક્ષણ માટે તમારા પોતાના પ્રાણને તૃણ સમાન પણ ગણતા નથી. એ પ્રમાણે રાજાની સ્તુતિ કરી તે દેવ સ્વર્ગમાં ગયો. મંત્રી વગેરે પણ તે જોઈને વિસ્મય પામ્યા. ઇશાનેન્દ્ર એ પણ મેઘરથ રાજાના સત્વની પ્રશંસા કરી.
તે વખતે મહિષિ દેવે તે પ્રશંસા સાંભળી રાજાને ચલાયમાન કરવા કામવૃક્ષ સર્દશા કામિનીઓ (સુંદર સ્ત્રીઓ) વિકુર્તી, અનુકૂળ ઉપસર્ગનો આરંભ કર્યો. કોઈ નયનોના તીર ચલાવતી, કોઈ કમર લચકાવતી, કોઈ ભ્રમર વિભ્રમ કરતી, કોઈ સુવર્ણઘટ સમાન ઉન્નત પયોધરવાળી પીન સ્તની, કોઈ માથાના વાળને બાંધતી-છોડતી. કોઈ ત્રણ વલય યુક્ત પાતળી કમરને દેખાડતી, કોઈ સુંદર વાવડી સમાન નાભિને વારંવાર ખુલ્લી કરતી, કોઈ વસ્ત્રોને વારંવાર ઊંચા કરીને સાથળ-જાંઘના મૂળને દેખાડતી, કોઈ સ્તનોને પ્રદર્શિત કરતી, કોઈ વૃંગારયુક્ત સ્મિત કરતી, કોઈ વિકાર ઉત્પાદક ગીતો ગાતી, કોઈ પ્રિયજન વિયોગની વાતો કરતી, કોઈ પોતે અનુભવેલ રતિક્રીડાના વર્ણન કરતી હતી.
તેણી પ્રાર્થના કરતી હતી કે, હે રાજનું! તમે અમારી સાથે મીઠી વાત કરો, સૌમ્ય દૃષ્ટિએ અમને જુઓ, બંને હાથ વડે અમને ગળે લગાડો, કોઈ તેમને ક્ષોભાયમાન્ કરવા કુચેષ્ટા પણ કરતી હતી. આવા અનેક પ્રયત્નો પછી થાકીને તે દેવીઓ નમસ્કાર કરી સ્વર્ગ પાછી ગઈ. તે મેઘરથ રાજાએ પણ વિરક્ત રહી પોતાની કાયોત્સર્ગ પ્રતિજ્ઞા પૂર્ણ કરી. પછી ધનરથ ભગવંત ત્યાં પધાર્યાના સમાચાર જાણ્યા ત્યારે મેઘરથ રાજા પરિવાર સહિત તેમના વંદનાર્થે ગયા. પ્રભુની વૈરાગ્ય સભર વાણી સાંભળી પાછો ફર્યો.
પછી મેઘરથ રાજાએ અનેક રાણી, પુત્રાદિ પરિવાર સહિત તીર્થકર સમીપે જઈ દીક્ષા ગ્રહણ કરી. મેઘરથ રાજર્ષિએ દીક્ષા લઈ અગિયાર અંગ સૂત્રોનું અધ્યયન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org