________________
૩૫૪
પધાર્યા હતા.
ભગવંતના થનારા એ ગણધરો ચૌદ વિદ્યાના પારગામી અને યજ્ઞક્રિયામાં વિચક્ષણ એવા બ્રાહ્મણો હતા. તે આ પ્રમાણે :- ૧. ઇન્દ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ. આ ત્રણે વિદ્વાન ભાઈઓ હતા, તે ત્રણેને પોતપોતાના ૫૦૦-૫૦૦ શિષ્યોનો પરિવાર હતો. ૪. વ્યક્ત અને ૫. સુધર્મા એ બે વિદ્વાનૂ પંડિતોને પણ ૫૦૦-૫૦૦ શિષ્યો હતા. ૬. મંડિત અને ૭. મૌર્યપુત્ર નામના બે ભાઈઓને ૩૫૦-૩૫૦ શિષ્યોનો પરિવાર હતો. ૮. અકંપિત, ૯. અચલભ્રાતા, ૧૦. મેતાર્ય અને ૧૧. પ્રભાસ એ ચાર વિદ્વાન પંડિતોને ૩૦૦-૩૦૦ શિષ્યોનો પરિવાર હતો.
આ અગિયારે પંડિતોને પોતપોતાના સંશય હતા. જેનું નિવારણ થઈ શકેલ ન હતું. ૧. ઇન્દ્રભૂતિ – “જીવ છે કે નહીં ?'' ૨. અગ્નિભૂતિ – “કર્મ છે કે નહીં ?' ૩. વાયુભૂતિ– “શરીર એ જ જીવ છે કે શરીરથી ભિન્ન જીવ છે ?'' ૪. વ્યક્ત ‘પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂત છે કે નહીં ?'' ૫. સુધર્મા – ‘આ જીવ જેવો આ ભવમાં છે તેવો જ પરભવમાં થાય છે કે, ભિન્ન સ્વરૂપે ?'' ૬. મંડિત – ‘‘જીવને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ છે કે નહીં ?'' ૭. મૌર્યપુત્ર – દેવો છે કે નહીં ?' ૮. અકંપિત – ‘નારકી છે કે નહીં ?'' ૯. અચલભ્રાતા “પુણ્યપાપ છે કે નહીં ?''
--
૧૦, મેતાર્ય
->
“પરલોક છે કે નહીં ?'' ૧૧. પ્રભાસ-મોક્ષ છે કે નહીં ?'' આ અગિયારે બ્રાહ્મણોની શંકા અને તેનું નિવારણ આદિ કોઈ જ ઘટનાનું વર્ણન કલ્પસૂત્રકારે લીધેલ નથી. તેમાં ભગવંતના કેવળજ્ઞાન પછી સીધું ચાતુર્માસ સૂચિ વર્ણન અને પછી નિર્વાણકલ્યાણક આવે છે.
ઉપરોક્ત નામ, શિષ્ય પરિવાર, તે—તે વિદ્વાનોની શંકાનુ વર્ણન આવશ્યક નિયુક્તિ ૫૯૩ થી ૫૯૭ અને તેની વૃત્તિને આધારે કરેલ છે.
ગણધર વાદ કે ગણધરો સંબંધિ અન્ય માહિતી આવશ્યક નિયુક્તિ ૫૯૯ થી ૬૫૯માં તઆધારિત ચૂર્ણિ અને વૃત્તિમાં આવે છે. તેમજ કલ્પસૂત્ર ૧૨૧ પછીની વૃત્તિમાં આવે છે. અને વિશેષાવશ્યક ભાષ્યમાં આવે છે.
->>
->
—
આગમ કથાનુયોગ-૧
→ અમે ગણધર, ગણધર સંબંધિ માહિતી, ગણધરવાદ આદિનું વર્ણન “ગણધર’ વિભાગમાં કરેલું છે. જુઓ શ્રમણ કથા વિભાગમાં ગણધર કથાનક.
→ તેમની દિક્ષા વગેરે વર્ણન પણ અત્રે કલ્પસૂત્રવૃત્તિ આધારે જ નોંધેલ છે.
ઉપરોક્ત અગિયાર વિદ્વાનૂ પંડિતો તથા તેમના ૪,૪૦૦ શિષ્યો અને અન્ય પણ ઘણાં બ્રાહ્મણો યજ્ઞમંડપમાં એકઠા થયેલા હતા. જ્યારે તેઓએ જોયું કે, તે વિશાળ દેવસમુદાય તો યજ્ઞમંડપ છોડીને દૂર જઈ રહ્યો છે ત્યારે તે બ્રાહ્મણો ખિન્ન થઈ ગયા. પછી લોકમુખે સાંભળ્યું કે, અત્રે સર્વજ્ઞ ભગવંત મહાવીર પધાર્યા છે અને દેવોનો તેમના વંદનાર્થે જઈ રહ્યા છે ત્યારે ક્રમશઃ અગિયારે બ્રાહ્મણો ભગવંત પાસે ગયા. ભગવંત મહાવીરે તેઓના મનમાં રહેલા ઉપરોક્ત જીવ કર્મ આદિ સંશયોના સચોટ સમાધાન આપ્યા ત્યારે પોતપોતાના સંશયોનું નિવારણ થતા ક્રમશઃ તે અગિયારે બ્રાહ્મણોએ પોતપોતાના શિષ્ય પરિવાર સહિત દીક્ષા ગ્રહણ કરી, તે વખતે ૪,૪૦૦ શિષ્યો સાથે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org